Cred સ્થાપક કુણાલ શાહ સંભાળશે WhatsApp ની કમાન , Meta એ Cred માં કર્યું $900 મિલિયન રોકાણ

ભારતીય ફિનટેક સ્ટાર્ટઅપ ક્રેડિટના સ્થાપક કુણાલ શાહ , WhatsApp ના નવા વડા તરીકે કાર્યભાર સંભાળશે

Cred સ્થાપક કુણાલ શાહ સંભાળશે WhatsApp ની કમાન , Meta એ Cred માં કર્યું $900 મિલિયન રોકાણ

Photo Credit: Pexels/Anton

દુનિયાભરમાં WhatsApp ના 3 અબજ યુઝર્સ છે .

હાઇલાઇટ્સ
  • કુણાલ શાહ WhatsApp ના નવા વડા તરીકે કાર્યભાર સંભાળશે
  • WhatsApp ના વર્તમાન હેડ વિલ કેથકોર્ટ
  • Meta ના CEO માર્ક ઝુકરબર્ગે કુણાલ શાહની ખુબ પ્રશંસા કરી હતી
જાહેરાત

એક ભારતીય હવે દુનિયાની સૌથી મોટી મેસેજિંગ એપ WhatsApp ના નવા વડા બનવા જઈ રહ્યો છે . WhatsApp ના વર્તમાન હેડ વિલ કેથકોર્ટે જાહેરાત કરી છે કે તેઓ પોતાનું પદ છોડશે . તેમની જગ્યાએ ભારતીય ફિનટેક સ્ટાર્ટઅપ Cred ના સ્થાપક કુણાલ શાહ WhatsApp ની જવાબદારી સંભાળશે . વિલ કેથકોર્ટે લગભગ સાત વર્ષ સુધી Meta ના લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મનું નેત્તૃત્વ કર્યું છે. તેમના કાર્યકાલ દરમિયાન WhatsApp નો યુઝર બેઝ ઝડપથી વધ્યો અને તે લગભગ 3 અબજ સુધી પહોંચી ગયો . જોકે તેઓ WhatsApp ના વડા પદ પરથી હટી રહ્યા છે , પરંતુ Meta ની લીડરશીપ ટીમમાં તેમનું કામ ચાલુ રહેશે .

Meta ના CEO માર્ક ઝુકરબર્ગે કુણાલ શાહની ખુબ પ્રશંસા કરી હતી . તેમને કહ્યું છે કે કુણાલે Cred દ્રારા ભારતની એક મહત્વપૂર્ણ ટેક કંપની ઊભી કરી છે . ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર , શાહ પાસે મજબૂત વિચારશક્તિ , ટેક્નોલોજી અંગે સારી સમજ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ છે , જે WhatsApp જેવી દુનિયાભરની લોકપ્રિય એપનું નેતૃત્વ કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે . ઝુકરબર્ગે કહ્યું છે કે તેઓ કુણાલ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે , જેથી WhatsApp ને અબજો યુઝર્સ અને લાખો બિઝનેસ માટે વધુ સારી અને ઉપયોગી સેવા બનાવી શકાય .

કુણાલ શાહે સોમવારે LinkedIn પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેઓ WhatsApp માં નવી જવાબદારી સંભાળ્યા બાદ પણ Cred સાથે શેરધારક તરીકે જોડાયેલા રહેશે . તેમને એ પણ જણાવ્યું કે Meta કંપનીના માત્ર ઓછા રોકાણકાર તરીકે જોડાશે અને તેને સભ્યોના ડેટાની ઍક્સેસ મળશે નહીં . શાહે Cred ના પદ પરથી રાજીનામુ આપ્યું છે અને હવે મિતેન સંપત કાર્યકારી CEO તરીકે કામ સંભાળશે .

શાહે કહ્યું કે WhatsApp પહેલાથી જ દુનિયાની સૌથી મોટી અને અસરકારક મેસેજિંગ સેવાઓમાંની એક બની ગઈ છે . હવે તેઓ Meta ની લીડરશીપ ટીમ સાથે મળીને WhatsApp ના આગળના સફરને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવા ઉત્સાહિત છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »