લોન લેતા પહેલા CIBIL સ્કોર તપાસવો કેમ જરૂરી ? અહીં મળશે સંપૂર્ણ માર્ગદર્શિકા

લોન માટે અરજી કરતી વખતે તમારો CIBIL સ્કોર કામમાં આવે છે .

લોન લેતા પહેલા CIBIL સ્કોર તપાસવો કેમ જરૂરી ? અહીં મળશે સંપૂર્ણ માર્ગદર્શિકા

Photo Credit: Pexels/ RDNE Stock project

તમારો CIBIL સ્કોર ઓનલાઈન કેવી રીતે ચેક કરવો તે અહીં છે .

હાઇલાઇટ્સ
  • CIBIL સ્કોર 300 થી 900 વચ્ચે હોય છે
  • CIBIL સ્કોર ચેક કરવાથી તમારી પાત્રતા વિશે પહેલેથી જ માહિતી મળી જાય
  • નીચો સ્કોર લોન મેળવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે .
જાહેરાત

આજના સમયમાં લોન મેળવવી પહેલા કરતા ઘણી સરળ બની ગઈ છે . ઘર , કાર , સ્માર્ટફોન અથવા લેપટોપ ખરીદવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સરળ  EMI વિકલ્પો આપે છે . જોકે , કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલા બેંકો અરજદારનો CIBIL સ્કોર તપાસે છે . આ સ્કોર વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી અને લોન ચુકવવાની ક્ષમતા  દર્શાવે છે . CIBIL સ્કોર 300 થી 900 વચ્ચે હોય છે અને સામાન્ય રીતે 750થી વધુ સ્કોર સારો માનવામાં આવે છે . સારો સ્કોર હોવાથી લોન મંજુર થવાની શક્યતા વધે છે અને ઓછા વ્યાજદરે લોન  પણ મળી શકે છે . બીજી તરફ , નીચો સ્કોર લોન મેળવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે .

 
લોન પહેલા CIBIL સ્કોર ચેક કરવો કેમ જરૂરી ?

લોન માટે અરજી કરતા પહેલા CIBIL સ્કોર ચેક કરવાથી તમારી પાત્રતા વિશે પહેલેથી જ માહિતી મળી જાય છે . જો સ્કોર ઓછો હોય તો તમે સમયસર EMI ચૂકવીને અથવા અન્ય બાકી રકમ ક્લિયર કરીને તેને સુધારી શકો છો . આ ઉપરાંત , તમારા નામે કોઈ અનધિકૃત લોન લેવામાં આવી હોય તો તેની જાણ પણ થઈ શકે છે , જે છેતરપિંડી સામે સુરક્ષા આપે છે .

ટ્રાન્સયુનિયન CIBIL વેબસાઈટ પરથી સ્કોર કેવી રીતે ચેક કરશો ?

સૌપ્રથમ ટ્રાન્સયુનિયન CIBIL ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ .
હવે ત્યાં " Get Free CIBIL Score and Report " વિકલ્પ પસંદ કરો .
ત્યારબાદ તમારું ઈ - મેઈલ , મોબાઈલ નંબર , નામ , જન્મ તારીખ અને PAN કાર્ડ અથવા અન્ય માન્ય ઓળખપત્રની વિગતો દાખલ કરો . 
એના પછી નિયમો અને શરતો સ્વીકાર્ય કરો .
પછી તમારો તાજો CIBIL સ્કોર સ્ક્રીન પર જોવા મળશે ,

Google Pay દ્રારા CIBIL સ્કોર ચેક કરવાની રીત 

Google Pay  એપ ખોલો 
હવે હોમપેજ પર નીચે સ્ક્રોલ કરો .
" Check  Your  CIBIL Score "  વિકલ્પ પર ક્લિક કરો .
ત્યારબાદ સ્ક્રીન પર આવેલી સૂચનાઓ અનુસરો અને જરૂરી વિગતોની પુષ્ટિ કરો .
પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારો ક્રેડિટ સ્કોર જોઈ શકશો .


Cred એપ દ્રારા CIBIL સ્કોર કેવી રીતે તપાસવો ?

Cred એપના યુઝર્સ માટે પ્રક્રિયા વધુ સરળ છે . એપ ખોલીને " Credit Score " વિભાગમાં જાઓ . જો એકાઉન્ટ સેટઅપ દરમિયાન જરૂરી પરવાનગીઓ આપી હોય તો એપ સીધો તમારો તાજો ક્રેડિટ  સ્કોર  બતાવી શકે છે . જરૂર પડે તો રિફ્રેશ બટન દબાવીને નવી માહિતી મેળવી શકાય છે .


દરેક વ્યક્તિને વર્ષમાં એક વખત મફત CIBIL રિપોર્ટ મેળવવાનો અધિકાર હોય છે . નિતમિત રીતે સ્કોર ચેક કરવાથી નાણાકીય આયોજન વધુ મજબૂત બને છે  અને ભવિષ્યમાં લોન મેળવવાની પ્રક્રિયા સરળ બની શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »