ફોક્સકોન લુઇસવિલે, કેન્ટુકીમાં $174 મિલિયનના કહર્ચે ઉત્પાદન એકમ શરૂ કરશે

ફોક્સકોન લુઇસવિલે, કેન્ટુકીમાં $174 મિલિયનનું રોકાણ કરી તેની કામગીરી વિસ્તારી રહી છે. જો કે, તે એપલ માટે સપ્લાય ચેઇનના ભાગરૂપે હોવાના કોઈ સંકેત નથી.

ફોક્સકોન લુઇસવિલે, કેન્ટુકીમાં $174 મિલિયનના કહર્ચે ઉત્પાદન એકમ શરૂ કરશે

ફોક્સકોન ફેક્ટરીનું ચિહ્ન

હાઇલાઇટ્સ
  • એપલ માટે સપ્લાય ચેઇનના ભાગરૂપે હોવાના કોઈ સંકેત નથી
  • આ સુવિધાથી પ્રદેશમાં 180 નવી નોકરીઓનું સર્જન થશે
  • ઉત્પાદનના તમામ તબક્કાઓ" માં AI અને રોબોટિક્સનો ઉપયોગ કરશે
જાહેરાત

ફોક્સકોન લુઇસવિલે, કેન્ટુકીમાં $174 મિલિયનનું રોકાણ કરી તેની કામગીરી વિસ્તારી રહી છે. જો કે, તે એપલ માટે સપ્લાય ચેઇનના ભાગરૂપે હોવાના કોઈ સંકેત નથી. એપલ સપ્લાય ચેઇન પાર્ટનર ફોક્સકોન કેન્ટુકી, યુનાઇટેડ સ્ટેટ્સમાં પોતાની કામગીરી વધારી રહ્યું છે. લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગ અને કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરની જાહેરાતોએ પુષ્ટિ આપી છે કે ફોક્સકોન લુઇસવિલેમાં "તેનું પ્રથમ યુ.એસ. ઉત્પાદન કાર્ય" ખોલશે. આ રોકાણ, જે લગભગ $174 મિલિયનનું હોવાનો દાવો કરવામાં આવે છે, તે પ્રદેશમાં 180 નવી નોકરીઓનું સર્જન કરશે. તેમાં 23 એકરની મિલકતના ભાગ રૂપે રેન્ડી કો લેન પર સ્થિત 350,000 ચોરસ ફૂટનું વેરહાઉસ શામેલ હશે. હાલના વેરહાઉસને ફેક્ટરી તરીકે સેવા આપવા માટે રીફીટ કરવામાં આવશે, લુઇસવિલે બિઝનેસ ફર્સ્ટ દ્વારા જાહેર કરાયેલ પરમિટો અનુસાર અપગ્રેડનો ખર્ચ ફોક્સકોનને બે તબક્કામાં $62.5 મિલિયન થશે.

પ્રથમ તબક્કામાં, નવા કોંક્રિટ ફાઉન્ડેશન બનાવવા, ભારે ઉત્પાદન મશીનો અને ફક્ત આંતરિક ફેરફારોને લાગતા ખર્ચ માટે $10 મિલિયન ખર્ચ થશે, એમ પરમિટમાં જણાવાયું છે. બીજા તબક્કામાં વધુ $52.5 મિલિયનનો ખર્ચ થશે અને તેમાં અંતિમ બિલ્ડ-આઉટ અને સાધનોની સ્થાપનાનો સમાવેશ થશે.

ફોક્સકોનના અપગ્રેડનો ટર્નઅરાઉન્ડ ટાઇમ ઘણો ઓછો છે અને આ સુવિધા 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં કામગીરી શરૂ કરે તેવી ધારણા છે.

નવી સુવિધા સ્થાપવાનો મોટાભાગનો ખર્ચ ફોક્સકોન ચૂકવશે, પરંતુ તેને બનાવામાં સરકાર પણ મદદ કરશે અને રાજ્ય સરકાર તરફથી કેટલાંક ઇન્સેન્ટિવ પણ આપશે. આમાં કેન્ટુકી ઇકોનોમિક ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઓથોરિટી તરફથી $3.4 મિલિયન સુધીના 10-વર્ષના પ્રોત્સાહન કરાર તેમજ કર પ્રોત્સાહનોમાં વધુ $600,000નો સમાવેશ થાય છે.
ફોક્સકોન યુએસએના સીઈઓ બેન લિયાવે જાહેર કર્યું, "આ ફક્ત એક નવી ફેક્ટરી જ નથી - તે અમેરિકન ઉત્પાદનમાં એક નવો અધ્યાય છે."

એપલના ઉત્પાદનની સંભાવના ઓછી

ફેક્ટરીનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરવાના ઉલ્લેખ છે, પરંતુ કયા પ્રકારનું બનાવવામાં આવશે તેમજ કોના માટે બનાવશે તે અંગે કોઈ ઉલ્લેખ નથી.

એપલ ફોક્સકોનનો લાંબા સમયથી ભાગીદાર છે, તેથી તરત ધ્યાન તેના તેટલોગ તરફ જાય, પરંતુ, રોકાણનું કદ ખરેખર એપલના કેટલાક મુખ્ય ઉત્પાદનો માટે હોવાનો નિર્દેશ કરતું નથી. એપલના ઉત્પાદનનો વ્યાપ જોતા આઇફોન અથવા આઈપેડ માટે ના હોઈ શકે. તેના કદ અને એપલની હાલની સપ્લાય ચેઇન ફેલાવાના આધારે, આ એપલ-કેન્દ્રિત સુવિધા હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

ફોક્સકોન ટેક ક્ષેત્રે ઘણા મોટા નામો માટે કોન્ટ્રાક્ટ ઉત્પાદક હોવાથી, ઘણા સંભવિત ગ્રાહકો છે જે આવા ઓપરેશનનો લાભ લઈ શકે છે. ફોક્સકોનના અન્ય ભાગીદારોમાંથી એક માટે તેનો ઉપયોગ થવાની સંભાવના છે.

આ એપલ ન હોઈ શકે તે અંગેનો વધુ એક સંકેત એ છે કે આ સુવિધા ડિઝાઇન અને એસેમ્બલી સહિત "ઉત્પાદનના તમામ તબક્કાઓ" માં AI અને રોબોટિક્સનો ઉપયોગ કરશે.

એપલે ચોક્કસપણે ઉત્પાદકોને ઓટોમેશનમાં રોકાણ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે, અને રોબોટિક્સનો ઉપયોગ ચોક્કસપણે આ લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ કરશે. યુ.એસ. વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક તરફથી પણ એવા દાવા કરવામાં આવ્યા છે કે એપલ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉત્પાદન લાવવા માટે યોગ્ય "રોબોટિક આર્મ્સ" ની રાહ જોઈ રહ્યું હતું.
જોકે, સુવિધામાં ડિઝાઇનમાં AIનો ઉપયોગ કરવામાં આવશે તે વર્ણન એપલની લાક્ષણિક ઉત્પાદન પ્રક્રિયાઓની વિરુદ્ધ છે. પોતાની ડિઝાઇન પર કામ કરવા અને એલિમેન્ટ્સને ઘરમાં લાવવા માટે ઉત્સુક હોવાથી, એપલ માટે ફોક્સકોનને વિવિધ AIનો ઉપયોગ કરીને તેના ઉત્પાદનો માટે ડિઝાઇન બનાવવાની મંજૂરી આપવી અત્યંત અશક્ય છે.

અપેક્ષા કરતાં નાની સુવિધા

ફોક્સકોન કેન્ટુકીમાં નવી ફેક્ટરી નિર્માણ મહત્વપૂર્ણ છે. પરંતુ કંપની દ્વારા અગાઉના પ્રયાસોની તુલનામાં આ એક ઘણું નાનું પગલું છે.

લાંબા સમયથી એપલ પર નજર રાખનારને વિસ્કોન્સિનમાં ઉત્પાદન પ્લાન્ટ બનાવવાની 2018 ની યોજના યાદ હશે. રેસીન કાઉન્ટીના માઉન્ટ પ્લેઝન્ટમાં 20 મિલિયન ચોરસ ફૂટની સુવિધા દ્વારા 13,000 નોકરી આપવાનો હતો, જેમાં ફોક્સકોન તરફથી પ્રોજેક્ટ પર $10 બિલિયન ખર્ચ કરવાની બાહેંધરી અપાઈ હતી. તેમાં ફોક્સકોન એક મોટા બેનિફિટ પેકેજને લીધે આકર્ષાયું હતું. જેમાં, રાજ્ય આવકવેરા ક્રેડિટમાં કુલ $3 બિલિયન અને વેચાણવેરા મુક્તિ, અને શહેર અને કાઉન્ટીમાંથી $764 મિલિયનનો સમાવેશ થતો હતો.

તેનાથી વિપરીત, કેન્ટુકી સુવિધા ફોક્સકોન માટેના ખર્ચનો માત્ર એક અંશ છે, અને રાજ્ય માટે પ્રોત્સાહન આપવા માટે પ્રમાણમાં ઓછી ખર્ચાળ છે.

વર્ષો પછી, એવું નક્કી થયું કે પ્લાન્ટ શરૂઆતમાં વચન આપેલા કરતાં નાના કદનો હશે, અને લક્ષ્યાંક ચૂકી જવાને કારણે બાંધકામમાં વિલંબ અને કર સબસિડી અસ્વીકારનો પણ સામનો કરવો પડ્યો.

આખરે, વિસ્કોન્સિન પ્રોજેક્ટ અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં કે તે એપલના યુ.એસ. ઉત્પાદન તરફ વળવાનો મુખ્ય ભાગ બનશે. વિસ્કોન્સિનના જેટલો મોટો ન હોવા છતાં, કેન્ટુકી પ્રોજેક્ટ ઓછામાં ઓછો તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવાની વધુ સારી તક ધરાવે છે, કેમકે તેનું કદ નાનું છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »