Infinix Note Edge ડિવાઇસને થર્મલ સ્ટેબિલિટી સાથે સમાધાન કર્યા વિના સરળ મલ્ટિપ્લેયર ગેમપ્લે, રિસ્પોન્સિવ મલ્ટીટાસ્કીંગ અને લગાતાર ફ્રેમ રેટ આપવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે. 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે તેમજ તે ટાઇટેનિયમ ગ્રે કલરમાં મળશે.
Photo Credit: Infinix
Infinix Note-Edge 19 જાન્યુઆરીએ ડાયમેન્સિટી 7100 SoC અને XOS 16 સાથે લોન્ચશે
મીડિયાટેકે તાજેતરમાં જ તેની ડાયમેન્સિટી 7100 SoC અંગે જાહેરાત કરી હતી, આ ચિપસેટ સાથે ઇન્ફિનિક્સ સ્માર્ટફોન આવશે તેવી એક માહિતી છે. ઇન્ફિનિક્સે આ વાતની પુષ્ટિ આપી છે કે આગામી Infinix Note Edge ડાયમેન્સિટી 7100 પ્રોસેસર ધરાવતો પહેલો સ્માર્ટફોન હશે. તેના દ્વારા સ્માર્ટફોન સેગમેન્ટમાં ચિપસેટનું વ્યાપારી પદાર્પણ થશે.
લોન્ચ વિશે વધુ વાત કરતા, Infinix જણાવ્યું કે, Note સિરીઝમાં આ ડિવાઇઝ પરફોર્મન્સ ફોકસ્ડ રહેશે. આ ઉપરાંત Note Edge XOS 16 સાથે ડેબ્યૂ કરશે, જે Android 16 પર આધારિત છે, જેથી આ વર્ઝન પર ચલનારો આ પ્રથમ સ્માર્ટફોન બનશે. વધુમાં, Infinix એ પુષ્ટિ આપી છે કે XOS 16, 19 જાન્યુઆરી, 2026 ના રોજ Infinix Note Edge ના લોન્ચ સાથે સત્તાવાર રીતે ડેબ્યૂ કરશે.
ઇન્ફિનિક્સે ડિવાઈઝના પ્રદર્શન વિશે વાત કરતાં જણાવ્યું કે, તે Honor of Kings અને Peacekeeper Elite જેવા લોકપ્રિય મોબાઇલ ગેમમાં 90FPS સુધી ગેમપ્લે સપોર્ટ કરશે, જ્યારે PUBG: Battlegrounds 60FPS પર ચાલશે, જે લાંબા ગેમિંગ સત્રો દરમિયાન પણ સ્ટેબલ પર્ફોર્મન્સ આપશે. કંપની વધુમાં દાવો કરે છે કે ડિવાઇસને થર્મલ સ્ટેબિલિટી સાથે સમાધાન કર્યા વિના સરળ મલ્ટિપ્લેયર ગેમપ્લે, રિસ્પોન્સિવ મલ્ટીટાસ્કીંગ અને લગાતાર ફ્રેમ રેટ આપવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે.
એફિશિયન્સી સુધારા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ઇન્ફિનિક્સ અનુસાર, મોડેમ પાવર વપરાશમાં 21% સુધીનો ઘટાડો થયો છે, જ્યારે સોશિયલ એપ્લિકેશનો માટે બેકગ્રાઉન્ડ પાવર વપરાશમાં 4.4% ઘટાડો થયો છે. તે ગેમિંગ, મલ્ટિટાસ્કીંગ અને મીડિયા વપરાશ સહિત વધુ દૈનિક ઉપયોગ દરમિયાન વધુ સારી બેટરી લાઈફ દર્શાવે છે.
FCC ડેટાબેઝ પ્રમાણે ડિવાઈઝ Wi-Fi અને NFC કનેક્ટિવિટી સાથે 5G નેટવર્ક સપોર્ટની પુષ્ટિ કરે છે. આ ઉપરાંત તે 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે તેમજ તે ટાઇટેનિયમ ગ્રે કલરમાં મળશે.
XOS 16 સૉફ્ટવેર એક રિફ્રેશ્ડ UX/UI રજૂ કરે છે તેને હળવુ, સ્મૂધ અને વધુ રિસ્પોન્સિવ લાગે તે માટે રચાયેલ છે. પ્રથમ વખત, Infinix એ ગ્લો સ્પેસ નેચરલ લાઇટ એલિમેન્ટને ઇન્ટરફેસમાં ઈન્ટિગ્રેટ કર્યા છે, જેમાં લાઇટ સેન્સિટિવ ધાર અને પુરી સિસ્ટમમાં ધીમે ધીમે બ્લર ટ્રાન્ઝિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફ્રોસ્ટેડ-ગ્લાસ ફિનિશ સાથે અર્ધ-પારદર્શક UI એલિમેન્ટ દ્વારા અનુભવને વધુ બહેતર બનાવવામાં આવ્યો છે, જે સિસ્ટમ મેનૂ, ટેબ બાર અને કંટ્રોલ્સને આવરી લે છે. વધુમાં, નવા 3D સ્પેશલ વૉલપેપર્સ ક્લોક, આઈકન અને ફોરગ્રાઉન્ડ એલિમેન્ટ્સ વચ્ચે લેયર્ડ ડેપથ રજૂ કરે છે, જે વધુ ઇમર્સિવ ઇન્ટરફેસ અનુભવ બનાવે છે.
XOS 16 ટચ રિસ્પોન્સિવનેસ અને ઇન્ટરેક્શન ફીડબેકમાં પણ સુધારો કરે છે, જેમાં એનિમેશન યુઝર એક્શન પ્રમાણે ડાયનેમિક રાતે એડજસ્ટ થાય છે Infinix ટચ ઇનપુટ અને વિઝ્યુઅલ ફીડબેક વચ્ચે મિલિસેકન્ડ-લેવલ સિંક્રનાઇઝેશનનો દાવો કરે છે. આ સાથે, iPhone સાથે લાઇવ ફોટો ટ્રાન્સફર સપોર્ટ પણ ઉમેરવામાં આવ્યો છે, જે મોશન અને ઑડિઓને સાચવીને ક્રોસ-પ્લેટફોર્મ શેરિંગને સક્ષમ કરે છે.
સત્તાવાર પુષ્ટિ સાથે, ઇન્ફિનિક્સ નોટ એજ આ મહિનાના અંતમાં બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. લોન્ચની તારીખ નજીક આવતાં વધુ સ્પષ્ટતા થવાની અપેક્ષા છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Elon Musk’s X Limits Grok AI Image Generation to Paid Subscribers Following Deepfake Backlash: Report