Oppo Reno 15 Series 5G આજે ગુરુવારે ભારતમાં લોન્ચ કરાઈ છે. તેમાં, ચાર મોડેલ Oppo Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini અને Reno 15C નો સમાવેશ થાય છે.
Photo Credit: Motorola
ઓપ્પો રેનો 15 પ્રો અને રેનો 15 પ્રો મીની ભારતમાં ડાયમેન્સિટી 8450 સાથે લોન્ચ થયા
Oppo Reno 15 Series 5G આજે ગુરુવારે ભારતમાં લોન્ચ કરાઈ છે. તેમાં, ચાર મોડેલ Oppo Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini અને Reno 15C નો સમાવેશ થાય છે. તે 2024 થી શરૂ થયેલી Reno 14 સિરીઝના અનુગામી તરીકે રાજુ કરાયુ છે. તેમાં જ્યારે પહેલાના બે મોડેલો પાછલી જનરેશનના ફીચર્સ પર આધારિત છે, ત્યારે Reno 15 Pro Mini 5G ભારતમાં પહેલીવાર રજૂ કરાયેલું નવું મોડેલ છે. Oppo Reno 15 Series 5G Android 16-આધારિત ColorOS 16 પર ચાલે છે.Oppo Reno 15 Series 5G ની કિંમત અને ઉપલબ્ધતા,ભારતમાં Oppo Reno 15 5G માં 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 45,999 થી શરૂ થાય છે. 12GB રેમ અને 256GBસ્ટોરેજ અને 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવતા મોડેલની કિંમત અનુક્રમે રૂ. 48,999 અને રૂ. 53,999 છે.
Oppo Reno 15 Pro 5G અને Reno 15 Pro Mini 5G ની કિંમત અનુક્રમે રૂ. 67,999 અને રૂ. 59,999 થી શરૂ થાય છે. આ હેન્ડસેટ 13 જાન્યુઆરીથી ખરીદી માટે ઉપલબ્ધ થશે. દરમિયાન, Oppo Reno 15c 5G ની કિંમત 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂ. 34,999 અને 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા કન્ફિગરેશન માટે રૂ. 37,999 છે. તે ફેબ્રુઆરીમાં ઉપલબ્ધ થશે.
Oppo Reno 15 Series 5G ફ્લિપકાર્ટ, એમેઝોન અને Oppo India ઓનલાઈન સ્ટોર દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે.
ડ્યુઅલ-સિમ (નેનો + નેનો) Oppo Reno 15 Pro અને Reno 15 Pro Mini એન્ડ્રોઇડ 16 પર આધારિત ColorOS 16 પર ચાલે છે. Pro મોડેલમાં 6.78-ઇંચ ફુલ-HD+ (1,272 x 2,772 પિક્સેલ્સ) LTPO AMOLED સ્ક્રીન છે જેમાં 450ppi પિક્સેલ ડેન્સિટી, 120Hz રિફ્રેશ રેટ, 1,800 nits પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન છે. Reno 15 Pro Mini 5G નાની 6.32-ઇંચ 1.5K (1,216 x 2,640 પિક્સેલ્સ) LTPS AMOLED સ્ક્રીન સાથે સમાન રિફ્રેશ રેટ અને પીક બ્રાઇટનેસ લેવલ અને ટોચ પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7 પ્રોટેક્શન સાથે સજ્જ છે.
બંને Reno 15 Pro 5G મોડેલો MediaTek Dimensity 8450 ચિપસેટ અને Mali-G720 MC7 GPU દ્વારા સંચાલિત છે, જે 12GB રેમ અને 512GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડાયેલ છે.
તેમાં ઓપ્ટિક્સ જોઈએ તો, Oppo Reno 15 Pro 5G અને Reno 15 Pro Mini 5G ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપથી સજ્જ છે, જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને PDAF સાથે 200-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા, 116-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે 50-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને OIS અને 3.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50-મેગાપિક્સલનો સેમસંગ JN5 પેરિસ્કોપ ટેલિફોટો સેન્સરનો સમાવેશ થાય છે. તેમાં, 50-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. Oppo Reno 15 Pro મોડેલ પરના બધા કેમેરા 4K 60fps સુધી HDR વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. Reno 15 Pro 5G અને Reno 15 Pro Mini 5G પર કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi 6, Bluetooth 5.4, GPS, NFC અને USB Type-Cનો સમાવેશ થાય છે.
હેન્ડસેટમાં બાયોમેટ્રિક સિકોરિટી માટે ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર અને હેપ્ટિક્સ માટે X-Axis લીનિયર મોટર છે. ધૂળ અને પાણી સામે પ્રતિકાર માટે તેમાં IP68 + IP69 રેટિંગ છે.
Oppo Reno 15 Pro 5G અને Reno 15 Pro Mini 5G માં અનુક્રમે 6,500mAh અને 6,200mAh બેટરી છે. બંને મોડેલ 80W SuperVOOC વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Pro વેરિઅન્ટ 50W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
ડ્યુઅલ-સિમ (નેનો + નેનો) ધરાવતો Oppo Reno 15 5G પ્રો મોડેલ જેવા જ સોફ્ટવેર પર ચાલે છે અને તેમાં કનેક્ટિવિટી વિકલ્પો અને IP રેટિંગ સમાન છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ, 1,200 nits પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન સાથે 6.59-ઇંચ (1,256 x 2,760 પિક્સેલ્સ) LTPS AMOLED સ્ક્રીન છે.
આ હેન્ડસેટ સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 12GB સુધી LPDDR5X RAM અને 512GB સુધી UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. ઓપ્ટિક્સ માટે, તે OIS સાથે 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 50-મેગાપિક્સલનો 3.5x પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સરથી સજ્જ છે. તેમાં રેનો 15 પ્રો મોડેલ્સ જેવો જ ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે.
Oppo Reno 15 5G માં 6,500mAh બેટરી છે અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Elon Musk’s X Limits Grok AI Image Generation to Paid Subscribers Following Deepfake Backlash: Report