સ્માર્ટફોન બ્રાન્ડ iQOO એ તેના નવા ફ્લેગશિપ ફોન, Neo 11 ના કેટલાક મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા છે.
Photo Credit: iQOO
ઝડપી, શક્તિશાળી અને સ્ટાઇલિશ — iQOO Neo11 ગતિ અને પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું છે.
સ્માર્ટફોન બ્રાન્ડ iQOO એ તેના નવા ફ્લેગશિપ ફોન, Neo 11 ના કેટલાક મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા છે. આ ફોન 7,500mAh ની મોટી બેટરી સાથે આવશે. વધુમાં, તેમાં 2K ડિસ્પ્લે રહેશે અને તે ચાર કલરમાં મળશે. આ ફોન iQOO Neo 10 નું અપગ્રેડેડ વર્ઝન હશે. Neo11 સ્માર્ટફોન 30 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરશે.iQOO Neo 11 કયા રંગોમાં ઉપલબ્ધ થશે,iQOO Neo 11 ચાર વાઇબ્રન્ટ રંગોમાં ઓફર કરવામાં આવશે જેમાં, સિલ્વર, બ્લુ, ઓરેન્જ અને બ્લેક છે. ઓરેન્જ અને બ્લુ વેરિઅન્ટમાં ટેક્ષ્ચર્ડ બેક પેનલ હશે, જ્યારે સિલ્વર અને બ્લેક વેરિઅન્ટ પ્લેન ફિનિશમાં આવશે.
iQOO એ તેના આ ફ્લેગશિપ સ્માર્ટફોનનું અગાઉ ટીઝર બહાર પાડ્યું હતું. ટીઝરમાં Neo11 સ્માર્ટફોન એકદમ પ્રીમિયમ, મજબૂત દેખાય છે. ટીઝરમાં ડ્યુઅલ રીઅર કેમેરા બતાવવામાં આવ્યા છે. પ્રોસેસરની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ હોવાની અપેક્ષા છે.
આ ફોનમાં 7,500mAh ની શક્તિશાળી બેટરી અને 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હોવાનો અંદાજ છે. iQOO Neo 11, નવીનતમ Android 16 પર આધારિત OriginOS 6 પર ચાલશે.
ટીઝરમાં વાદળી રંગના ફોનમાં ફ્લોટિંગ મિરર ડિઝાઇન, મેટ મેટલ મિડલ ફ્રેમ, સાટિન AG ગ્લાસ છે જે ટકાઉ અને સારી ગુણવતાનો છે. તેમાં ઈન્ડસ્ટ્રી એસ્ક્લુસિવ નિયોન ટેકોજીનું ફીચર પણ આપવામાં આવ્યું છે જેમાં, લાઈટના એક સ્વીપથી વાઈબ્રન્ટ કલર બને છે.લીકર ડિજિટલ ચેટ સ્ટેશન અનુસાર, ફોનમાં AR ફિલ્મ સાથે 2K+144Hz BOE Q10+ ફ્લેટ સ્ક્રીન, 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્ક્રીન તેમજ ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે તેને IP68+IP69 રેટિંગ પ્રાપ્ત છે.
iQOO Neo 11 માં પ્રાઇમરી કેમેરા, અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા અને ડેપ્થ કેમેરા હોવાની અપેક્ષા છે. iQOO Neo 11 ફ્લેગશિપ ફીચર્સ સાથે મિડ-રેન્જ સેગમેન્ટમાં મજબૂત સ્પર્ધા આપવા માટે તૈયાર છે.
આવતા અઠવાડિયે ફોન સત્તાવાર રીતે લોન્ચ થશે ત્યારે કિંમત સહિત વધુ વિગતો જાણવા મળશે.
iQOO 15 ભારતમાં નવેમ્બર 2025 માં લોન્ચ થશે, તેવી જાહેરાત iQOO ઇન્ડિયાના CEO દ્વારા કરવામાં આવી છે. આ ફોન 20 ઓક્ટોબર, 2025 ના રોજ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. iQOO 15 માં સ્નેપડ્રેગન 8 એલીટ જનરલ 5 પ્રોસેસર, 7000mAh બેટરી અને 144Hz રિફ્રેશ રેટ સાથે 6.85-ઇંચ ડિસ્પ્લે સહિત અનેક હાઇ-એન્ડ સ્પેસિફિકેશન્સ છે.
જાહેરાત
જાહેરાત
Google Says Its Willow Chip Hit Major Quantum Computing Milestone, Solves Algorithm 13,000X Faster
Garmin Venu X1 With 2-Inch AMOLED Display, Up to Eight Days of Battery Life Launched in India