Amazon પર Lava Agni 4 ડિસ્કાઉન્ટેડ કિંમતે મળી રહ્યો છે
Photo Credit: Lava Mobiles
Lava Agni 4 એમેઝોન પર બેંક ડિસ્કાઉન્ટની સાથે એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે
Lava નો પ્રીમિયમ 5G સ્માર્ટફોન Lava Agni 4 હાલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે . જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ ઓફર તમારા માટે ફાયદાકારક બની શકે છે . ફોનમાં શક્તિશાળી Media Tek Dimensity 8350 પ્રોસેસર , 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા , 120Hz AMOLED ડિસ્પ્લે અને 5,000mAh બેટરી જેવી અનેક પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે . હાલમાં મળતી બેંક ઓફર બાદ આ ફોન તેની મૂળ કિંમત કરતા ઓછી કિંમતે ખરીદી શકાય છે .
હાલમાં Amazon પર Lava Agni 4 ના 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 27,999 રાખવામાં આવી છે . જોકે ICICI Bank અને HDFC Bank ના ક્રેડિટથી ચુકવણી કરનાર ગ્રાહકોને રૂપિયા 4,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 23,999 થઈ જાય છે . આ ઉપરાંત ગ્રાહકો પોતાના જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરીને રૂપિયા 26,500 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે . જોકે એક્સચેન્જની ચોક્કસ કિંમત ફોનના મોડેલ અને તેની સ્થિતિ પર નિર્ભર રહેશે .
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો , Lava Agni 4 માં 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 2400 nits પીક બ્રાઇટનેસ ને સપોર્ટ કરે છે . આ ડિસ્પ્લે વિડીયો જોવાની , ગેમિંગ અને રોજિંદા ઉપયોગ દરમિયાન સારો અનુભવ આપે છે . ફોનમાં Media Tek Dimensity 8350 પ્રોસેસર હોવાથી મલ્ટીટાસ્કિંગ અને હેવી એપ્સ સરળતાથી ચલાવી શકાય છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે . પાવર માટે તેમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે , જે 66W ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે .
વાત કરીએ કનેક્ટિવિટીની તો , આ ફોનમાં 5G , ડયુઅલ સિમ , Wi - Fi 6, Bluetooth 5.4 , NFC , GPS , OTG સપોર્ટ અને USB Type - C પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .
.
જાહેરાત
જાહેરાત
Vivo Pad 5c Launched With Snapdragon 8s Gen 3 Chipset, 10,000mAh Battery: Price, Specifications
Honor 600 Elite Listed on EMVCo Database Alongside Honor 600s and 600 Lite S Models, Could Launch Soon