પૃથ્વીની સપાટીના આશરે 71 ટકા ભાગ પર પાણી હોવા છતાં , તેમાંથી માત્ર 2.5 % થી 3 % જ ઉપયોગ માટે યોગ્ય છે
Photo Credit: Pexels/Abdulaziz hasan
વિશ્વમાં પૃથ્વીની સપાટીનો લગભગ 71 ટકા ભાગ પાણીથી ભરેલો છે , પરંતુ તેમાંનું માત્ર 2.5 થી 3 ટકા પાણી જ પીવા અને અન્ય ઉપયોગ માટે યોગ્ય છે . બાકીનું લગભગ 97 ટકા પાણી ખારું હોવાથી તેનો સીધો ઉપયોગ થઇ શકતો નથી . આ સ્થિતિ વચ્ચે અનેક દેશો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે અને પાણી બચાવવા માટે નવી ટેક્નોલોજી અપનાવી રહ્યા છે . ઓસ્ટ્રેલિયા પણ પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે , જ્યાં કુલ ઉપલબ્ધ પાણીનો લગભગ 70 ટકા હિસ્સો ખેતીમાં વપરાય છે . આવી સ્થિતિમાં દેશે પાણી બચાવવા માટે ફ્લોટિંગ સોલાર પેનલ્સ નો ઉપયોગ શરૂ કર્યો છે .
ફ્લોટિંગ સોલાર પેનલ્સ ડેમ , જળાશયો અને તળાવો પર સ્થાપિત કરવામાં આવે છે . આ પેલન્સ પાણીની સપાટી પર છતની જેમ તરતી રહે છે , જેના કારણે સીધો સૂર્યપ્રકાશ પાણી પર પડતો નથી અને બાષ્પીભવનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે . સાથે જ આ પેનલ્સ સૌર ઊર્જાથી વીજળીનું ઉત્પાદન કરીને પાવર ગ્રીડને સ્વચ્છ અને નવી ઊર્જા પણ પુરી પાડે છે .
અહેવાલો મુજબ , ઓસ્ટ્રેલિયાના ડેમ અને જળાશયોમાંથી દર વર્ષે અંદાજે 1,400 ગીગાલિટર પાણી બાષ્પીભવનના કારણે નષ્ટ થાય છે . ફ્લોટિંગ સોલાર પેનલ્સ બનાવતી કંપનીઓનો દાવો છે કે આ ટેક્નોલોજી પાણીના બાષ્પીભવનને અડધાથી પણ વધુ ઘટાડી શકે છે . આ જ કારણસર ઓસ્ટ્રેલિયન રિન્યુએબલ એનર્જી એજન્સીએ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા જળાશયો પર વધુ ફ્લોટિંગ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે 8.5 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે .
દક્ષિણ વિક્ટોરિયાના વોર્નમ્બુલ સ્થિત બ્રિયરલી બેસિનમાં આવેલી વેનોન વોટરની ફ્લોટિંગ સોલાર સિસ્ટમ હાલમાં દેશની સૌથી મોટી સિસ્ટમોમાંની એક ગણાય છે . અહીં સ્થાપિત 1,260 સોલાર પેનલ્સ દર વર્ષે 6 લાખ કિલોવોટ - કલાકથી વધુ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરે છે અને લગભગ 600 તન ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે . બીજી તરફ , ગિપ્સલેન્ડ વોટરે પણ 644 ફ્લોટિંગ સોલાર પેનલ્સ સ્થાપિત કરી છે , જે દરરોજ આશરે 90ઘરોને પૂરતી વીજળી પૂરી પડી શકે તેટલી ઊર્જા બનાવે છે .
ફ્લોટિંગ સોલાર પેનલ્સની ખાસ વાત એ છે કે તે સમગ્ર જળાશયને ઢાંકતી નથી . પરિણામે પાણીમાં ઓક્સિજનનું સંતુલન જળવાઈ રહે છે ,પાણીની ગુણવત્તા પણ સારી રહે છે . પાણી બચત , સ્વચ્છ ઊર્જા ઉત્પાદન અને પર્યાવરણ સંરક્ષણ જવા અનેક ફાયદાઓને કારણે ઓસ્ટ્રેલિયામાં આ ટેક્નોલોજી ઝડપથી લોકપ્રિય બની રહી છે .
જાહેરાત
જાહેરાત
Redmi K90 Ultra Launched With Snapdragon 8 Elite Chipset, Cooling Fan and 8,550mAh Battery: Price, Specifications