ગ્રાહકોને OnePlus ની પ્રોડક્ટ લાઇનઅપ પર કિંમતમાં ઘટાડો અને અનેક લાભો મળશે
Photo Credit: Gadgets 360
ભારતમાં OnePlus 15 ની લોન્ચ કિંમત રૂપિયા 72,999 રાખવામાં આવી હતી .
Amazon Prime Day 2026 સેલ પહેલા OnePlus એ પોતાના વિવિધ પ્રોડક્ટ્સ પર મળનારી ખાસ ઓફર્સની જાહેરાત કરી છે . ત્રણ દિવસીય આ સેલ 4 જુલાઈથી શરૂ થશે , જેમાં ગ્રાહકોને OnePlus ના સ્માર્ટફોન , ટેબ્લેટ અને ઓડિયો પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ , બેંક ઓફર , નો - કોસ્ટ EMI અને ફ્રી એસેસરીઝનો લાભ મળશે . કંપનીનું કહેવું છે કે આ તમામ ઓફર્સ Amazon ઉપરાંત OnePlus ના અન્ય સત્તાવાર વેચાણ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ રહેશે .
સ્માર્ટફોન વિભાગમાં OnePlus 15 ને સૌથી મોટી ઓફર્સમાંથી એક મળશે . બેંક ડિસ્કાઉન્ટ બાદ તેની અસરકારક કિંમત રૂપિયા 81,999 રહેશે , જયારે OnePlus 15R પર કુલ રૂપિયા 6000 સુધીનો લાભ મળશે , જેમાં રૂપિયા 3000 નો સીધો ડિસ્કાઉન્ટ અને રૂપિયા 3000 સુધીની બેંક ઓફરનો સમાવેશ થાય છે . આ પછી તેની અસરકારક કિંમત રૂપિયાય 48,999 થશે . OnePlus 13s પણ 3000 ના બેંક ડિસ્કાઉન્ટ બાદ રૂપિયા 46,999 માં ઉપલબ્ધ બનશે . જયારે OnePlus 13ની અસરકારક કિંમત રૂપિયા 49,999 સુધી ઘટી જશે . પસંદગીના ફ્લેગશિપ મોડેલ્સ પર છ મહિના સુધી નો - કોસ્ટ EMI નો વિકલ્પ પણ મળશે .
OnePlus ની Nord સિરીઝ પર પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . OnePlus Nord 6 ની અસરકારક કિંમત રૂપિયા 39,999 રહશે . જયારે Nord CE 6 અને Nord CE 6 Lite અનુક્રમે રૂપિયા 29,999 અને 22,999 માં ઉપલબ્ધ થશે . આ કિંમતોમાં બેંક ઓફરનો સમાવેશ થાય છે અને Nord સિરીઝ પર પણ છ મહિના સુધી નો - કોસ્ટ EMI ની સુવિધા મળશે .
ટેબ્લેટ ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે OnePlus Pad 4 ને રૂપિયા 55,999 માં ખરીદી શકાશે . તેની સાથે રૂપિયા 5,499 કિંમતનો OnePlus Stylo Pro મફતમાં આપવામાં આવશે . આ ઉપરાંત OnePlus Pad Lite રૂપિયા 16,999 માં મળશે અને તેની Stylo પણ ફ્રી આપવામાં આવશે .
ઓડિયો પ્રોડક્ટ્સમાં નવા લોન્ચ થયેલા OnePlus Nord Buds 4 માત્ર રૂપિયા 3,099 ની અસરકારક કિંમતે મળશે . આ ઉપરાંત OnePlus Bullets Wireless Z2 ANC, Nord Buds 3R , Nord Buds 4 Pro , Buds 4 અને Buds Pro 3 પર પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે . કંપનીએ જણાવ્યું છે કે તમામ ઓફર્સ 4 જુલાઈથી Amazon , OnePlus India વેબસાઈટ , OnePlus Store App , Experience Stores તેમજ પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Ring 2 Reportedly in Development, Could Arrive With iPhone Support
Samsung Galaxy Z Fold 8 Series, Galaxy Z Flip 8 Case Leak Hints at Design of Samsung's Upcoming Foldables