પ્રીમિયમ ફીચર્સ સાથે આયો  OnePlus Pad 4 , 144Hz સ્ક્રીન અને 13,380mAh બેટરી સાથે 

OnePlus Pad 4  , Android 16 પર આધારિત ColorOS 16 પર ચાલે છે 

પ્રીમિયમ ફીચર્સ સાથે આયો  OnePlus Pad 4 , 144Hz સ્ક્રીન અને 13,380mAh બેટરી સાથે 

Photo Credit: Gadgets 360

OnePlusનું ટેબ્લેટ ડ્યુન ગ્લો અને સેજ મિસ્ટ કલરમાં ઉપલબ્ધ છે . 

હાઇલાઇટ્સ
  • 13.2 ઈંચનું મોટું 3.4K LCD ડિસ્પ્લે
  • ટેબ્લેટ OxygenOS 16 પર ચાલે છે
  • ટેબ્લેટ 5 મેથી Amazon , Flipkart તેમજ OnePlus ના ઓનલાઇન અને ઓફલાઈન સ્ટોર
જાહેરાત

OnePlus Pad 4  ગુરુવારે ભારતમાં લોન્ચ થયો છે અને આ પ્રીમિયમ ટેબ્લેટ ખાસ કરીને પ્રોડક્ટિવિટી અને એન્ટરટેઈનમેન્ટ બંને માટે બનાવાયો છે . તેમાં  13.2 ઈંચનું મોટું 3.4K LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 144Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે આવે છે , જેથી સ્ક્રોલિંગ , વિડીયો જોવો કે ગેમિંગ બધું જ ખુબ સ્મૂથ અને ક્લિયર  લાગે છે . આની સ્ક્રીન Dolby Vision સપોર્ટ અને વધારે બ્રાઇટનેસ સાથે આવે છે , જેથી કલર્સ વધુ સારા દેખાય છે . આ ડિવાઈસમાં શક્તિશાળી  Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે 12GB સુધી LPDDR5X  RAM અને 512GB સુધી UFS 4.1 સ્ટોરેજ સાથે જોડાયેલ છે  એટલે કે એપ્સ અને મલ્ટીટાસ્કિંગ સરળતાથી થઈ શકે .

આ ટેબ્લેટ OxygenOS 16 પર ચાલે છે અને તેમાં PC જેવી મલ્ટીટાસ્કિંગ સુવિધાઓ આપવામાં આવી છે , જેમ કે રિસાઈઝેબલ વિન્ડોઝ , ડ્રેગ - એન્ડ - ડ્રોપ  અને સેકન્ડ સ્ક્રીન સપોર્ટ . તે અન્ય ડિવાઈસ સાથે ક્રોસ ડિવાઈસ કનેક્ટિવિટી પણ આપે છે , જેથી ફોન અને ટેબ્લેટ  બંનેથી  કામ સરળ બને છે . સાથે AI Writer  , AI Summary , AI Translate અને AI Recorder જેવા સ્માર્ટ AI ટુલ્સ આપવામાં આવ્યા છે , જે કામને વધુ ઝડપી અને સરળ બનાવે છે .

ડિઝાઈનની વાત કરીએ તો , આ ટેબ્લેટ મેટલ યુનીબોડી સાથે આવે છે , જે માત્ર 5.94mm પાતળું અને લગભગ 672 ગ્રામ વજનનું છે , એટલે હાથમાં પકડીને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે . તેમાં 8 સ્પીકર સેટઅપ ( 4 વૂફર અને 4 ટવીટર ) આપવામાં આવ્યા છે , જે સ્પેશિયલ ઓડિયો સપોર્ટ સાથે શક્તિશાળી સાઉન્ડ આપે છે . કનેક્ટિવિટી માટે Wi - Fi 7 અને સ્માર્ટ એન્ટેના સિસ્ટમ આપવામાં આવી છે , જે વધુ સ્ટેબલ નેટવર્ક કનેક્શન આપે છે .

બેટરીની વાત કરીએ તો, તેમાં મોટી 13,380mAh બેટરી આપવામાં આવી છે , જે લગભગ 20 કલાક સુધી વિડીયો પ્લેબેક અને 7 કલાક સુધી ગેમિંગ સપોર્ટ કરે છે . સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે , જેથી ટેબ્લેટ ઝડપથી ચાર્જ થઈ જાય છે . OnePlus Pad 4  સાથે OnePlus Stylo Pro સ્ટાઈલસનો સપોર્ટ પણ મળે છે , જે વધુ સ્મૂથ લખાણ માટે કે ડ્રોઈંગ માટે ઉપયોગી છે .

ભારતમાં આ ટેબ્લેટની કિંમત 8GB + 256GB વેરિઅન્ટ માટે રૂપિયા 59,999 અને 12GB + 512GB માટે રૂપિયા 64,999 રાખવામાં આવી છે . લોન્ચ ઓફર  હેઠળ રૂપિયા 5000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે , જેથી અસરકારક કિંમત ઘટી જાય છે . આ ટેબ્લેટ 5 મેથી Amazon , Flipkart તેમજ OnePlus ના ઓનલાઇન અને ઓફલાઈન સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Galaxy M47 5Gની ભારતમાં એન્ટ્રી , Snapdragon 6 Gen 3 અને 50MP કેમેરા સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ
  2. OnePlus 15, Nord 6 અને Pad 4 સસ્તા થશે , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડીલ્સ
  3. Samsung Galaxy S25 Ultra ખરીદવાની સુવર્ણ તક , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
  4. AI , Dolby Atmos અને 4K ડિસ્પ્લે સાથે Sony BRAVIA 9 ll અને BRAVIA 7 ll ભારતમાં લોન્ચ , જાણો કિંમત અને ઓફર્સ
  5. સ્વદેશી GAGAN ટેક્નોલોજીથી IndiGo જેટનુ લેન્ડિંગ , એવિએશન ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ
  6. 6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition
  7. આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર
  8. 52dB ANC અને 54 કલાક બેટરી સાથે આવ્યા OnePlus Nord Buds 4
  9. Nothing Phone 4b લોન્ચ પહેલા મોટો ખુલાસો Snapdragon પ્રોસેસર અને AI ફીચર્સની પુષ્ટિ
  10. Urtopiaની નવી Carbon Atom ઈ - બાઈક આવી , 90Nm ટોર્ક અને 8 સ્પીડ સિસ્ટમથી સજ્જ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »