OnePlus Nord Buds 4 ગયા અઠવાડિયે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું
Photo Credit: OnePlus
OnePlus Nord Buds 4માં 12mm ટાઇટેનિયમ - કોટેડ ડાયનેમિક ડ્રાઈવરો છે .
OnePlus એ ગયા અઠવાડિયે ભારતમાં OnePlus Nord Buds 4 લોન્ચ કર્યા હતા અને ગઈકાલથી આ ઈયરબડ્સનું ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ વેચાણ શરૂ થઈ ગયું છે . તેમાં 52dB સુધીનું એક્ટિવ નોઇઝ કેન્સલેશન ( ANC ) , ટ્રાન્સપરન્સી મોડ અને લાંબી બેટરી લાઈફ જેવી ઘણી ઉપયોગી સુવિધાઓ આપવામાં આવી છે .
OnePlus Nord Buds 4ની કિંમત રૂપિયા 3,299 રાખવામાં આવી છે . ગ્રાહકો તેને OnePlusની સત્તાવાર વેબસાઈટ ઉપરાંત Amazon અને Flipkart પરથી પણ ખરીદી શકે છે . લોન્ચ ઓફર હેઠળ આ ઈયરબડ્સ રૂપિયા 3,099 ની ખાસ કિંમતે ઉપલબ્ધ છે .
OnePlus Nord Buds 4 માં 12mm ટાઇટેનિયમ - કોટેડ ડાયનેમિક ડાઇવર્સ આપવામાં આવ્યા છે , જે વધુ સારી સાઉન્ડ ક્વોલિટી આપે છે . તેમાં 52dB સુધીનું ANC હોવાથી બહારનો અવાજ ઘણો ઓછો સંભળાય છે . સાથે જ ટ્રાન્સપરન્સી મોડ પણ છે , જેથી જરૂર પડે ત્યારે આસપાસના અવાજ પણ સરળતાથી સાંભળી શકાય છે .
કોલ દરમિયાન સ્પષ્ટ અવાજ માટે તેમાં કુલ 6 માઈક્રોફોન અને AI કોલ નોઇઝ કેન્સલેશનની સુવિધા આપવામાં આવી છે . આ ઉપરાંત AI ની મદદથી યુઝર્સ એલાર્મ , રિમાઇન્ડર , હવામાનની માહિતી અને અન્ય AI આધારિત સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે . પસંદગીના OnePlus સ્માર્ટફોન સાથે આ ઈયરબડ્સ રિયલ - ટાઈમ ની સુવિધા પણ આપે છે .
દરેક ઈયરબડ્સમાં 62mAh અને ચાર્જિંગ કેસમાં 530mAh બેટરી આપવામાં આવી છે . ANC ચાલુ હોય ત્યાં ઈયરબડ્સ 6.5 કલાક સુધી અને ચાર્જિંગ કેસ સાથે કુલ 27 કલાક સુધી ચાલે છે . જયારે ANC બંધ હોય ત્યારે તે એક જ ચાર્જમાં 13 કલાક અને કેસ સાથે કુલ 54 કલાક સુધી ઉપયોગ કરી શકાય છે .
માત્ર 10 મિનિટના ચાર્જથી લગભગ 11 કલાક સુધી મ્યુઝિક સાંભળવાની સુવિધા મળે છે . આ ઉપરાંત ઈયરબડ્સને IP55 રેટિંગ મળ્યું છે , જે તેને પાણીના છાંટા અને પરસેવાથી સુરક્ષિત રાખે છે . દરેક ઈયરબડનું વજન માત્ર 4.3 ગ્રામ છે , જેથી લાંબા સમય સુધી પહેરવામાં પણ આરામદાયક અનુભવ મળે છે .
જાહેરાત
જાહેરાત
Apple iPhone 18 Pro Supplier List, Parts and Photos Exposed in Tata Data Leak
Apple Accuses CCI of 'Copy-Pasting' Rivals' Claims in Antitrust Investigation