Poco F9 Pro અને Poco F9 Ultra સ્માર્ટફોન લોન્ચ પહેલા જુદા જુદા સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે
મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiની સબ - બ્રાન્ડ Poco ટૂંક સમયમાં તેની નવી F- સિરીઝના બે સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે . Poco F9 Pro અને Poco F9 Ultra જુદા જુદા સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે , જેના કારણે તેમના લોન્ચની અટકળો વધુ તેજ બની છે . આ બંને મોડલ ગયા વર્ષે રજૂ થયેલા Poco F8 Pro અને Poco F8 Ultraના અપગ્રેડેડ વર્ઝન તરીકે આવી શકે છે .
એક મીડિયા રિપોર્ટ અનુસાર Poco F9 Pro અને Poco F9 Ultra IMEI ડેટાબેઝમાં અનુક્રમે 2607APCA5G અને 26077PC53G મોડલ નંબર સાથે નોંધાયા છે . આ ઉપરાંત , સિંગાપુરની IMDA સર્ટિફિકેશન વેબસાઈટ પર પણ બંને સ્માર્ટફોન સમાન મોડલ નંબર સાથે જોવા મળ્યા છે . લિસ્ટિંગ પરથી જાણવા મળે છે કે તેમાં 5G , Bluetooth , Wi-Fi અને NFC જેવી કનેક્ટિવિટી સુવિધાઓ મળશે .
લીક મુજબ Poco F9 Proમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર મળી શકે છે , જયારે Poco F9 Ultraમાં વધુ શક્તિશાળી Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ આપવામાં આવી શકે છે , જોકે કંપનીએ હજુ સુધી આ સ્પેસિફિકશન્સની સત્તાવાર પુષ્ટિ કરી નથી .
સંદર્ભ તરીકે જોવામાં આવે તો ગયા વર્ષે વૈશ્વિક બજારમાં લોન્ચ થયેલા Poco F8 Ultraમાં 6.9 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી હતી , જે 120Hz રિફ્રેશ રેટ , 480Hz ટચ સેમ્પલિંગ રેટ અને 3,500 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . આ સ્માર્ટફોન Android 16 આધારિત HyperOS 3 પર ચાલે છે અને તેમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવ્યો હતો .
Poco F8 Ultraમાં ફોટોગ્રાફી માટે 50MPનો પ્રાઈમરી કેમેરા , 50MPનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરો આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે . ફોનમાં 6,500mAhની બેટરી આપવામાં આવી છે , જે 100W HyperCharge ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ઉપરાંત સુરક્ષા માટે ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે .
બીજી તરફ , Poco F8 Proમાં 6.59 ઇંચની AMOLED ડિસ્પ્લે , Android 16 આધારિત HyperOS 3 અને 6,210mAhની બેટરી આપવામાં આવી છે . આ સ્માર્ટફોન 100W HyperCharge વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ તેમજ 22.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે . નવા Poco F9 Pro અને Poco F9 Ultraમાં આ મોડલ્સની સરખામણીએ વધુ શક્તિશાળી પ્રોસેસર અને અપગ્રેડેડ ફીચર્સ મળવાની શક્યતા છે .
જાહેરાત
જાહેરાત