નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકના પરિણામોની જાહેરાત દરમિયાન Infosysના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સલિલ પારેખે જણાવ્યું હતું કે AIના વધતા ઉપયોગ છતાં કંપની કેમ્પસ ભરતી ચાલુ રાખશે.
આ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ 4,000થી વધુ ગ્રેજ્યુએટ્સની ભરતી કરી છે.
છેલ્લા કેટલાક ત્રિમાસિકથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધતાં સોફ્ટવેર કંપનીઓમાં ભરતીની ગતિ ધીમી પડી છે. જોકે, એન્ટ્રી લેવલની IT નોકરીઓ પર AIની અસર હજુ મર્યાદિત જોવા મળી રહી છે. દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની Infosysએ જાહેરાત કરી છે કે તે આ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 20,000 નવા ગ્રેજ્યુએટ્સની ભરતી કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ AIમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને કંપનીના જણાવ્યા મુજબ AIના ઉપયોગથી ઉત્પાદકતામાં વધારો થયો છે.
નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકના પરિણામોની જાહેરાત દરમિયાન Infosysના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સલિલ પારેખે જણાવ્યું હતું કે AIના વધતા ઉપયોગ છતાં કંપની કેમ્પસ ભરતી ચાલુ રાખશે.
તેમણે કહ્યું, "ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 20,000 કોલેજ ગ્રેજ્યુએટ્સની ભરતી કરી હતી. આ વર્ષે પણ અમારી યોજના લગભગ 20,000 ગ્રેજ્યુએટ્સને નોકરી આપવાની છે. પ્રથમ ત્રિમાસિક દરમિયાન 4,000થી વધુ ગ્રેજ્યુએટ્સની ભરતી કરવામાં આવી છે."
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ઘણા ત્રિમાસિકથી AIના ઉપયોગને કારણે કંપનીની ઉત્પાદકતામાં વધારો નોંધાયો છે.
Infosysને તેની AI સ્ટ્રેટેજીથી સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. AI સંબંધિત સેવાઓમાંથી કંપનીને ડબલ ડિજિટમાં વૃદ્ધિ મળી રહી છે. છેલ્લા ત્રિમાસિક દરમિયાન કંપનીની કુલ આવકમાં AI આધારિત સેવાઓનો હિસ્સો આશરે 8.2 ટકા રહ્યો હતો.
બીજી તરફ, છેલ્લા ત્રિમાસિક દરમિયાન Infosysની વર્કફોર્સમાં 532 કર્મચારાઓનો ઘટાડો થયો છે. હાલમાં કંપનીમાં આશરે 3.28 લાખ કર્મચારીઓ કાર્યરત છે.
જૂન ત્રિમાસિકમાં Infosysનો નેટ પ્રોફિટ ત્રિમાસિક ધોરણે લગભગ 9 ટકા ઘટીને 7,769 કરોડ રૂપિયા રહ્યો હતો. છેલ્લા આઠ ત્રિમાસિકમાં કંપનીના નફામાં આ બીજી સૌથી મોટી ઘટાડાની ઘટના છે. જોકે, વાર્ષિક ધોરણે જોવામાં આવે તો કંપનીનો સંકલિત નેટ પ્રોફિટ લગભગ 12 ટકા વધ્યો છે.
ગયા વર્ષની સમાન ત્રિમાસિકની સરખામણીએ કંપનીની ઓપરેશન્સમાંથી આવકમાં આશરે 14 ટકાનો વધારો થયો છે. જૂન ત્રિમાસિકમાં Infosysની આવક 48,211 કરોડ રૂપિયા નોંધાઈ હતી, જ્યારે ગયા વર્ષની સમાન અવધિમાં તે 42,279 કરોડ રૂપિયા હતી.
કંપનીએ એ પણ જણાવ્યું છે કે ટૂંક સમયમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે. ઉપરાંત, બિઝનેસ વિસ્તરણ માટે હેલ્થકેર સહિતના નવા ક્ષેત્રોમાં તકો શોધવાની દિશામાં પણ કંપની કામ કરી રહી છે.
જાહેરાત
જાહેરાત