Portronicsએ ભારતમાં Pure Sound Pro X2 5.1 ચેનલ હોમ થિયેટર લોન્ચ કર્યું છે
Photo Credit: portronics
Portronicsએ ભારતીય બજારમાં તેનું નવું Pure Sound Pro X2 હોમ થિયેટર સિસ્ટમ લોન્ચ કર્યું છે . આ 5.1 ચેનલ ઓડિયો સિસ્ટમ એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે , જેઓ ઘરે જ થિયેટર જેવી સાઉન્ડ ક્વોલિટીનો અનુભવ કરવા માંગે છે . કંપનીના જણાવ્યા અનુસાર તેમાં 150W સાઉન્ડ આઉટપુટ , જુદા જુદા કનેક્ટિવિટી વિકલ્પો અને ચાર EQ મોડ્સ આપવામાં આવ્યા છે , જે ફિલ્મો , મ્યુઝિક , ગેમિંગ અને લાઈવ સ્પોર્ટસ દરમિયાન વધુ સારો ઓડિયો અનુભવ આપે છે .
Portronics Pure Sound Pro X2માં 5.1 ચેનલ ઓડિયો સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં એક વાયર્ડ સબવૂફર , એક સાઉન્ડબાર અને બે સેટેલાઇટ સ્પીકર્સ સામેલ છે . કંપનીનો દાવો છે કે આ સેટઅપ ક્લિયર ડાયલોગ , ડીપ બેસ , સંતુલિત મિડસ અને ડિટેલ્ડ હાઈ - ફ્રીક્વન્સી ઓડિયો પ્રદાન કરવામાં સક્ષમ છે . આખા સિસ્ટમ મળીને 150Wનું સાઉન્ડ આઉટપુટ આપે છે .
યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ Music, Movie, News અને Night એમ ચાર અલગ અલગ EQ મોડ્સ પસંદ કરી શકે છે . આ મોડ્સ દ્રારા જોવામાં આવતી સામગ્રી અનુસાર સાઉન્ડ પ્રોફાઇલને સરળતાથી બદલી શકાય છે . જેથી દરેક પ્રકારના કન્ટેન્ટ માટે વધુ યોગ્ય ઓડિયો અનુભવ મળે .
કનેક્ટિવિટીની વાત કરીએ તો હોમ થિયેટરમાં Bluetooth 5.4 , HDMI ( ARC ) , Optical , USB અને AUX જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે . તેના કારણે તેને સ્માર્ટ ટીવી , ગેમિંગ કન્સોલ , લેપટોપ અને સ્માર્ટફોન સહિત અનેક ડિવાઇસ સાથે સરળતાથી કનેક્ટ કરી શકાય છે .
આ ઉપરાંત સાઉન્ડબાર પર ઓનબોર્ડ કંટ્રોલ્સ પણ આપવામાં આવ્યા છે . સાથે મળતા વાયરલેસ રિમોટ દ્રારા વોલ્યુમ , પ્લેબેક , ઇનપુટ સોર્સ અને EQ મોડ્સને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે .
Portronics Pure Sound Pro X2ની MRP 9,999 રાખવામાં આવી છે . જોકે લોન્ચ ઓફર હેઠળ તેને રૂપિયા 5,999ની કિંમતે ખરીદી શકાય છે . આ હોમ થિયેટર Portronicsની સત્તાવાર વેબસાઈટ ઉપરાંત Amazon , Flipkart અને દેશભરના મુખ્ય ઓનલાઇન તેમજ ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Tab S10 Lite
Starts from ₹33,499
JBL New Live 780NC Wireless Headphones
Starts from ₹15,999
OPPO Reno 16
Starts from ₹61,999
Tecno Camon 50 Ultra 5G
Starts from ₹39,998
HP 303D Laser Single Function Monochrome Printer
Starts from ₹13,999
HP MFP 323DNW Laser Multi Function Monochrome Printer
Starts from ₹21,999