iPhone 15 ખરીદવાની સારી તક , Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે બેંક અને એક્સચેન્જ ઓફર

જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Flipkart પર iPhone 15 આકર્ષક ઓફર સાથે ઉપલબ્ધ છે

iPhone 15 ખરીદવાની સારી તક , Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે બેંક અને એક્સચેન્જ ઓફર

Photo Credit: Apple

iPhone 15માં 6.1 ઇંચની Super Retina XDR ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Flipkart પર iPhone 15ના 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 58,900 રાખવામાં આવી
  • સપ્ટેમ્બર 2023માં iPhone 15ની લોન્ચિંગ કિંમત રૂપિયા 79,900 હતી
  • iPhone 15માં 6.1 ઈંચનું Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે
જાહેરાત

જો તમે નવી iPhone ખરીદવાની યોજના બનાવી રહ્યા છો , તો Appleનું iPhone 15 હાલમાં સારા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . Flipkart પર આ સ્માર્ટફોનની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે . આ ઉપરાંત બેંક ઓફર અને એક્સચેન્જ ઓફરનો લાભ લઈને ગ્રાહકો વધુ બચત કરી શકે છે . ફોનમાં 48MP ડયુઅલ રિયર કેમેરા , A16 Bionic પ્રોસેસર અને પ્રીમિયમ OLED ડિસ્પ્લે જેવી સુવિધાઓ આપવામાં આવી છે 

iPhone 15ની કિંમત અને ઓફર્સ :

Flipkart પર iPhone 15ના 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 58,900 રાખવામાં આવી છે . જો ગ્રાહકો Flipkart SBI ક્રેડિટ કાર્ડ દ્રારા ચુકવણી કરે છે , તો તેમને રૂપિયા 5,795 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 53,105 થઈ જાય છે .

સપ્ટેમ્બર 2023માં iPhone 15ની લોન્ચિંગ કિંમત રૂપિયા 79,900 હતી . એટલે કે હાલની ઓફર મુજબ આ ફોન લગભગ રૂપિયા 26,795 સસ્તો મળી રહ્યો છે . આ ઉપરાંત , સારો અને યોગ્ય જૂનો ફોન એક્સચેન્જ કરવાથી રૂપિયા 46,150 સુધીનો એક્સચેન્જ લાભ પણ મળી શકે છે .

iPhone 15ના સ્પેસિફિકેશન્સ :

iPhone 15માં 6.1 ઈંચનું Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 1179 x 2556 પિક્સેલ રિઝોલ્યુશન , 60Hz રિફ્રેશ રેટ અને 2,000 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . પ્રોસેસિંગ માટે તેમાં Appleનું  A16 Bionic ચિપસેટ આપવામાં આવ્યું છે . ફોન iOS 26 પર ચાલે છે અને ધૂળ તથા પાણીથી સુરક્ષા માટે IP68 રેટિંગ ધરાવે છે .

iPhone 15 કેમેરા અને અન્ય ફીચર્સ :

ફોટોગ્રાફી માટે iPhone 15માં 4MPનો વાઈડ કેમેરા અને 12MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12MPનો TrueDepth ફ્રન્ટ કેમેરા મળે છે .

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , Wi-Fi , Bluetooth , GPS , NFC અને USB Type - C પોર્ટ આપવામાં આવ્યો ચ . ફોનનું વજન 171 ગ્રામ છે , જયારે તેની જાડાઈ 7.8 મિમિ છે . આ ફીચર્સ iPhone 15ને પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં મજબૂત વિકલ્પ બનાવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Portronicsનું નવું Pure Sound Pro X2 હોમ થિયેટર 5,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ
  2. Samsung Galaxy Z Fold 8 Ultra સહિત નવા ફોલ્ડેબલ અને સ્માર્ટવોચની કિંમત સામે આવી
  3. iPhone 15 ખરીદવાની સારી તક , Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે બેંક અને એક્સચેન્જ ઓફર
  4. REDMAGIC Astra 2 વૈશ્વિક બજારમાં લોન્ચ , 8300mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ જેવી શક્તિશાળી સુવિધાઓ મળી
  5. Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત
  6. Google Pixel 11a લોન્ચ પહેલા વિગતો સામે આવી , જાણો સંભવિત ફીચર્સ
  7. Samsung Galaxy S25 FE 5G ખરીદવાનો સારો મોકો , બેંક ઓફર સાથે મળશે વધુ બચત
  8. બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે સરકાર સોશિયલ મીડિયા નિયમો કડક બનાવી શકે
  9. TRAIની નવી યોજના , સ્પામ કોલ અને મેસેજ સામે કર્યવાહી થશે વધુ ઝડપી
  10. Asus Pad T3201 માં Dimensity 8300 ચિપ અને 9,000mAh બેટરી , લોન્ચ તારીખ જાહેર
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »