Samsung આ અઠવાડિયાના અંતે તેનું Galaxy Unpacked ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે
Photo Credit: Samsung
Samsung Galaxy Z Fold 7માં 200 મેગાપિક્સલનો કેમેરા છે .
Samsung આ અઠવાડિયાના અંતે તેનું Galaxy Unpacked ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે . આ ઇવેન્ટ દરમિયાન કંપની નવી પેઢીના ફોલ્ડેબલ સ્માર્ટફોન , સ્માર્ટવોચ અને અન્ય એક્સેસરીઝ લોન્ચ કરે તેવી અપેક્ષા છે . લોન્ચ પહેલા જ અનેક લીક્સ અને રિપોર્ટ્સમાં નવા ડિવાઇસ વિશે મહત્વની માહિતી સામે આવી ચુકી છે . હવે એક ઓનલાઇન રિટેલરની વેબસાઈટ પર Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra,Galaxy Z Flip 8 અને Galaxy Watch 9 seriesની સંભવિત યુરોપિયન કિંમતો તેમજ સ્ટોરેજ વેરિઅન્ટસ લીક થયા છે .
ટિપસ્ટર Roland Quandt એ પોર્ટુગલના રિટેલર PCDiga ની લિસ્ટિંગ શેર કરી છે , જેમાં Samsungના આગામી પ્રોડક્ટ્સની વિગતો જોવા મળી હતી . જોકે પોર્ટુગલમાં 23 ટકા VAT લાગુ હોવાથી ત્યાં દર્શાવાયેલી કિંમતો અન્ય દેશોની સરખામણીએ વધુ હોઈ શકે છે .
લીક મુજબ Samsung Galaxy Z Flip 8ના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત EUR 1,349 ( આશરે 1.48 લાખ ) અને 512GB વેરિઅન્ટની કિંમત EUR 1,549 ( આશરે રૂપિયા 1.71 લાખ ) હોઈ શકે છે . બીજી તરફ Galaxy Z Fold 8ના 256GB , 512GB અને 1TB સ્ટોરેજ મોડલની સંભવિત કિંમત અનુક્રમે EUR 2,069 ( આશરે 2.28 લાખ ) EUR 2,269 ( આશરે 2.50 લાખ ) અને EUR 2,669 (આશરે 2.94 લાખ ) જણાવવામાં આવી છે .
આ વર્ષે Samsung તેના બુક સ્ટાઈલ ફોલ્ડેબલ સ્માર્ટફોનને Galaxy Z Fold 8 Ultra માંથી રજૂ કરી શકે છે . લીક અનુસાર , તેના 256GB સ્ટોરેજ મોડલની કિંમત EUR 2,269 ( આશરે 2.50 લાખ ) , 512GB મોડલની કિંમત EUR 2,469 ( આશરે 2.72 લાખ ) અને 1TB મોડલની કિંમત EUR 2,869 ( આશરે 3.16 લાખ ) હોઈ શકે છે .
સ્માર્ટફોન ઉપરાંત Samsungની નવી સ્માર્ટવોચ સિરીઝની કિંમતો પણ લીક થઈ છે . Galaxy Watch 9 ના 40mm બ્લૂટૂથ મોડલની શરૂઆતની કિંમત EUR 409.90 ( આશરે રૂપિયા 45,000) અને 44mm બ્લૂટૂથ વેરિઅન્ટની કિંમત EUR 439.90 ( આશરે રૂપિયા 48,000) હોવાની શક્યતા છે . જયારે Galaxy Watch Ultra 2 ના 47mm LTE મોડલની સંભવિત કિંમત EUR 749.90 ( આશરે રૂપિયા 83,000) હોવાનું રિટેલર લિસ્ટિંગમાં દર્શવવામાં આવ્યું છે . જોકે Samsungએ હજુ સુધી આ કિંમતો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Tab S10 Lite
Starts from ₹33,499
JBL New Live 780NC Wireless Headphones
Starts from ₹15,999
OPPO Reno 16
Starts from ₹61,999
Tecno Camon 50 Ultra 5G
Starts from ₹39,998
HP 303D Laser Single Function Monochrome Printer
Starts from ₹13,999
HP MFP 323DNW Laser Multi Function Monochrome Printer
Starts from ₹21,999