Samsung આજે Samsung Galaxy Unpacked 2026 ઇવેન્ટ યોજી રહી છે
Photo Credit: Pexels/Aibek Skakov
Samsung
Samsung આજે યુકેના લંડનમાં Galaxy Unpacked 2026 ઇવેન્ટનું આયોજન કરી રહી છે . કંપની આ ઇવેન્ટ દરમિયાન નવી જનરેશનના ફોલ્ડેબલ સ્માર્ટફોન અને સ્માર્ટવોચ રજૂ કરી શકે છે . આ અપેક્ષિત ડિવાઈસોમાં Samsung Galaxy Z Fold 8 , Galaxy Z Fold 8 Ultra, Galaxy Z Flip 8 , Galaxy Watch 9 અને Galaxy Watch Ultra 2નો સમાવેશ થાય છે . ભારતમાં પણ નવા ફોલ્ડેબલ ફોનનું પ્રી - રિઝર્વેશન થઈ ચૂક્યું છે . આ ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Samsung ની ઓફિશિયલ વેબસાઈટ અને YouTube ચેનલ પર કરવામાં આવશે .
Samsung Galaxy Unpacked 2026 ઇવેન્ટ આજે 22 જુલાઈએ લંડનમાં બપોરે 2 વાગ્યે BST મુજબ યોજાશે . ભારતીય સમય મુજબ આ ઇવેન્ટ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે . રસ ધરાવતા યુઝર્સ Samsungની ઓફિશિયલ વેબસાઈટ અથવા YouTube ચેનલ પર તેનું લાઈવ પ્રસારણ જોઈ શકશે .
લીક્સ અનુસાર Samsung Galaxy Z Fold 8 માં 7.6 ઇંચની Dynamic AMOLED 2X ઇનર ડિસ્પ્લે મળશે, જે 120Hz LTPO એડેપ્ટિવ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે . સાથે 5.5 ઇંચની કવર ડિસ્પ્લે પણ મળશે ફોનમાં Qualcomm Snapdragon 8 Ultra પ્રોસેસર આપવામાં આવી શકે છે . તેમાં 12GB RAM અને 1TB સુધીનું સ્ટોરેજ મળવાની શક્યતા છે .
Galaxy Z Fold 8 Ultraમાં 5,000mAh બેટરી આપવામાં આવી શકે છે , જે 25W થી 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે . કેમેરાની વાત કરીએ તો તેમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ એંગલ કેમેરા મળવાની અપેક્ષા છે .
Galaxy Z Flip 8માં Qualcomm Snapdragon 8 Elite Gen 5 અથવા Exynos 2600 ચિપસેટનો વિકલ્પ મળી શકે છે . ફોનમાં 12GB RAM સાથે 256GB અને 512GB સ્ટોરેજ વિકલ્પ ઉપલબ્ધ રહેવાની શક્યતા છે .
નવી Samsung Galaxy Watch 9 બે સાઈઝમાં રજૂ થઈ શકે છે . તેમાં 40mm અને 44mm બ્લૂટૂથ મોડલ મળવાની અપેક્ષા છે . જયારે Galaxy Watch Ultra 2માં 47mm LTE વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે .
જાહેરાત
જાહેરાત
Vivo T5 Lite 5G Sale Begins in India: Check Price, Offers, and Specifications
Samsung Galaxy Z Flip 8 Launched in India With 4.1-Inch Cover Screen, 4,300mAh Battery: Price, Specifications