YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker

DuckDuckGoએ પોતાના બ્રાઉઝરમાં નવું બિલ્ટ - ઈન Ad Blocking ફીચર ઉમેર્યું છે , જે YouTube પર દેખાતી મોટાભાગની વિડીયો જાહેરાતોને બ્લોક કરે છે .

YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ  લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker

Photo Credit: Unsplash/appshunter.io

હાઇલાઇટ્સ
  • YouTube યુઝર્સ માટે એક નવું બિલ્ટ-ઈન Ad Blocking ફીચર રજૂ કર્યું
  • Duck Playerનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઇવસી સુરક્ષિત રાખવાનો અને ટ્રેકિંગ
  • YouTube સમયાંતરે જાહેરાતો બતાવવાની પદ્ધતિમાં ફેરફાર કરતું રહે
જાહેરાત

પ્રાઇવસી પર ખાસ ધ્યાન આપતા બ્રાઉઝર DuckDuckGo એ YouTube યુઝર્સ માટે એક નવું બિલ્ટ-ઈન Ad Blocking ફીચર રજૂ કર્યું છે . કંપનીનો દાવો છે કે આ ફીચર YouTube પર વિડીયો શરૂ થાય તે પહેલાં આવતી જાહેરાતો તેમજ વિડીયો દરમિયાન દેખાતી મોટાભાગની Ads ને બ્લોક કરવામાં મદદ કરશે . હાલમાં આ સુવિધા iOS , Mac અને Windows વર્ઝનમાં ડિફોલ્ટ રીતે સક્રિય છે , જયારે Android યુઝર્સ તેને Settingsમાં જઈને મેન્યુઅલી ચાલુ કરવું પડશે .

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવું ફીચર તેના પહેલાથી ઉપલબ્ધ DuckPlayer થી અલગ છે . Duck Playerનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઇવસી સુરક્ષિત રાખવાનો અને ટ્રેકિંગ કૂકીઝને રોકવાનો છે , જયારે નવું AdBlocking ફીચર સીધું YouTube વેબસાઈટ પર દેખાતી વિડીયો જાહેરાતોને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે . બંને ફીચર્સને એકસાથે પણ ઉપયોગમાં લઈ શકાય છે .

DuckDuckGo એ જણાવ્યું છે કે આ Ad Blocking સિસ્ટમ માટે uBlock Origin કમ્યુનિટી દ્રારા જાળવવામાં આવતી ફિલ્ટર લીસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે . ઉપરાંત , વધુ સારી કામગીરી માટે કંપનીએ પોતાના કેટલાક વધારાના કમ્પેટિબિલિટી નિયમો પણ ઉમેર્યો છે , જેથી વધુમાં વધુ જાહેરાતોને બ્લોક કરી શકાય .

જોકે કંપનીએ સ્વીકાર્યું છે કે YouTube સમયાંતરે જાહેરાતો બતાવવાની પદ્ધતિમાં ફેરફાર કરતું રહે છે . આવી સ્થિતિમાં ક્યારેક આ ફીચર થોડા સમય માટે અસરકારક ન રહે , જ્યાં સુધી ફિલ્ટર લિસ્ટ અપડેટ ન થાય .

DuckDuckGoનું કહેવું છે કે આ ફીચર ચાલુ હોય ત્યારે કેટલાક કિસ્સાઓમાં વિડીયો લોડ થવામાં થોડો વધારાનો સમય લાગી શકે છે . જોકે વિડીયો શરૂ થયા બાદ પ્લેબેકનો અનુભવ સામાન્ય રહેશે . હાલ આ ફીચર શરૂઆતના તબક્કામાં હોવાથી કંપનીએ યુઝર્સને તેનો ઉપયોગ કરીને બ્રાઉઝર મારફતે અનામિક ફીડબેક મોકલવાની પણ અપીલ કરી છે .

આ નવા અપડેટ સાથે DuckDuckGo  હવે એવા બ્રાઉઝર્સની યાદીમાં સામેલ થઈ ગયું છે , જેમાં બિલ્ટ - ઈન Ad Blocker મળે છે . પહેલા Brave અને Opera જેવા બ્રાઉઝર્સ પણ કોઈ થર્ડ - પાર્ટી એક્સટેન્શન વગર YouTube પરની મોટાભાગની વિડીયો જાહેરાતોને બ્લોક કરવાની સુવિધા આપી ચૂક્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »