UPI યુઝર્સની સંખ્યા વર્તમાનમાં 40 કરોડથી વધીને 100 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે
વર્તમાનમાં UPI યુઝર્સની સંખ્યા 40 કરોડથી વધુ છે .
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યૂનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ( UPI ) નો ઉપયોગ ઝડપથી વધ્યો છે . હવે UPI માટે એક નવું ઓફલાઈન પેમેન્ટ ફીચર આવવાની શક્યતા છે , જેના દ્રારા ઈન્ટરનેટ કનેક્શન વગર પણ ડિજિટલ પેમેન્ટ કરી શકાશે . આ સુવિધાથી ખાસ કરીને નબળા નેટવર્ક અથવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે ડિજિટલ ચુકવણી વધુ સરળ બની શકે છે .
મીડિયા રિપોર્ટ મુજબ " નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા " ( NPCI ) ટૂંક સમયમાં એવા PoS ( Point of Sale ) ટર્મિનલ્સને સર્ટિફાઇ કરવાનું શરૂ કરી શકે છે , જે ઓફલાઈન UPI ટ્રાન્ઝેક્શન ને સપોર્ટ કરશે . આ ફીચર NFC ( Near Field Communication ) ટેક્નોલોજી પર આધારિત રહેશે . યુઝર્સ પોતાના NFC - સપોર્ટેડ સ્માર્ટફોનને સપોર્ટેડ PoS ટર્મિનલ પર ટેપ કરીને ઈન્ટરનેટ વગર પેમેન્ટ કરી શકશે .
શરૂઆતમાં ઓફલાઈન UPI પેમેન્ટની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા 2,000 સુધી હોઈ શકે છે . આ સુવિધા ખાસ કરીને દૂરના વિસ્તારો તેમજ ફ્લાઇટ દરમિયાન પેમેન્ટ કરવા માટે ઉપયોગી બની શકે છે , જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોય .
આ ઓફલાઈન પેમેન્ટ સિસ્ટમ UPI Liteના ઓન - ડિવાઈસ વોલેટ દ્રારા કામ કરી શકે છે . યુઝર્સે પહેલા ઇન્ટરનેટની મદદથી UPI Lite વોલેટમાં રકમ ઉમેરવાની રહેશે . ત્યારબાદ સપોર્ટેડ ઓફલાઈન PoS ટર્મિનલ પર UPI PIN દાખલ કર્યા વગર વોલેટના બેલેન્સથી પેમેન્ટ કરી શકાશે .
NPCI પાસેથી સર્ટિફિકેશન મળ્યા બાદ મર્ચન્ટ PoS કંપનીઓ આ સુવિધા માટે જરૂરી એપ્લિકેશન અને સર્વિસિસ વિકસાવી શકશે . આ વર્ષની શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( RBI ) એ જણાવ્યું હતું કે UPI યુઝર્સની સંખ્યા વર્તમાનમાં 40 કરોડથી વધીને 100 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે . હાલમાં દેશમાં થતા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં UPIનો હિસ્સો 80 ટકાથી વધુ છે અને ભારત વિશ્વમાં સૌથી ઝડપી ડિજિટલ પેમેન્ટ કરનાર દેશોમાં આગળ છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹40,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo Watch 6 Announced With 3,500nits AMOLED Display, Up to 21 Days Battery Life: Price, Specifications