CJP પ્રોટેસ્ટમાં AIથી થઈ રહી છે ચહેરાઓની ઓળખ

દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન AI આધારિત Facial Recognition Systemનો વીડિયો વાયરલ થયા

CJP પ્રોટેસ્ટમાં AIથી થઈ રહી છે ચહેરાઓની ઓળખ

Photo Credit: AI Generated

જંતર-મંતર પર AI આધારિત Facial Recognition Systemને લઈને વીડિયો વાયરલ

હાઇલાઇટ્સ
  • AI સર્વેલન્સ: સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ
  • Aadhaar સાથે લિંક: આ અંગે કોઈ સત્તાવાર માહિતી કે પુષ્ટિ મળી નથી
  • ડેટાબેઝ મેચ: પોલીસ પાસે રહેલા ગુનાહિત રેકોર્ડ સાથે ચહેરો મેચ થાય છે
જાહેરાત

દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે હવે AI આધારિત   Facial Recognition Systemને લઈ ને એક નવી વાત સામે આવી છે.   સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદર્શનના સ્થળે તૈનાત દિલ્હી પોલીસની સર્વેલન્સ ગાડીઓમાં એક એવી સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, જે કેમેરામાં દેખાતા લોકોની ઓળખ કરીને તેમની વિગતો સ્ક્રીન પર બતાવી દે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ સિસ્ટમ Aadhaar ડેટાબેઝ સાથે જોડાયેલી છે? જોકે, હાલમાં એવો કોઈ સત્તાવાર પુરાવો કે પુષ્ટિ સામે આવી નથી.

વાયરલ વીડિયોનું સત્ય :

વાયરલ વીડિયોમાં એક મોબાઈલ સર્વેલન્સ વાહન દેખાય છે, જેમાં 360-ડીગ્રી કેમેરાથી મળતું લાઈવ CCTV ફૂટેજ જોઈ શકાય છે. સ્ક્રીન પર કેટલાક લોકોના ફોટા, નામ અને અન્ય માહિતી પણ દેખાય છે. પરંતુ, વીડિયોમાં ક્યાંય પણ Aadhaarનો ઉલ્લેખ નથી અને દિલ્હી પોલીસે પણ એવું નથી કહ્યું કે આ સિસ્ટમ Aadhaar ડેટાબેઝ સાથે લિંક છે.

ઈન્ડિયન એક્સપ્રેસ (Indian Express)ના રિપોર્ટ મુજબ, દિલ્હી પોલીસે જંતર-મંતર પાસે બે સર્વેલન્સ વાહનો તૈનાત કર્યા છે:

પ્રથમ વાહન: વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાંથી લાઈવ વિડીયો ફીડ એકઠી કરે છે.
 બીજું વાહન: AI ની મદદથી આ ફૂટેજનું એનાલિસિસ કરે છે. તેમાં દેખાતા ચહેરાઓને પોલીસ પાસે રહેલા ગુનાહિત રેકોર્ડના ડેટાબેઝ સાથે સરખાવવામાં આવે છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટેક્નોલોજીનો હેતુ દરેક પ્રદર્શનકારીની ઓળખ કરવાનો નથી. તેનો ઉપયોગ માત્ર એ જાણવા માટે થાય છે કે ભીડમાં કોઈ વોન્ટેડ કે ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિ હાજર છે કે નહીં.

 'ઈક્ષણા' (Ikshana) સર્વેલન્સ સિસ્ટમ :

ચહેરો ઓળખવાની આ સિસ્ટમ 'Ikshana' નામના સર્વેલન્સ વાહનનો એક ભાગ છે, જેને દિલ્હી પોલીસે 2023ના G20 સમિટ પહેલા પોતાની સર્વેલન્સ સિસ્ટમમાં સામેલ કરી હતી.

મુખ્ય સવાલ :

સોશિયલ મીડિયા પર સૌથી મોટો સવાલ એ જ ઉઠી રહ્યો છે કે જો આ સિસ્ટમ Aadhaarનો ઉપયોગ નથી કરી રહી, તો સ્ક્રીન પર દેખાતી વ્યક્તિગત માહિતી આખરે કયા ડેટાબેઝમાંથી આવી રહી છે?

હાલમાં આ અંગે દિલ્હી પોલીસે જાહેર રૂપે કોઈ વિગતો શેર કરી નથી. તેમજ વાયરલ વીડિયો પણ એવા દાવાની પુષ્ટિ કરતા નથી કે Aadhaar રેકોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Android 17નું નવું માઈગ્રેશન ફીચર , હવે iPhoneમાંથી Androidમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર થશે ડેટા
  2. ભારતમાં લોન્ચ Kia Syros EV, Cretaને આપશે ટક્કર
  3. Poco F9 Pro અને Poco F9 Ultraના લોન્ચના સંકેત , Snapdragon 8 Elite સિરીઝ ચિપસેટ મળવાની શક્યતા
  4. Oppo K15 થયો લોન્ચ : 12GB RAM , 50MP કેમેરા અને 8,000mAh બેટરી સાથે મળશે આ સ્માર્ટફોન
  5. Infosysમાં 20,000 નવા ગ્રેજ્યુએટ્સને મળશે તક, આ નાણાકીય વર્ષમાં કંપની કરશે ભરતી
  6. પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા નહીં, Google લાવ્યું 'સેલ્ફી વીડિયો' ફીચર; હવે પાસવર્ડ વગર પણ સરળતાથી થશે લોગિન
  7. Samsung Galaxy Z Fold 8 vs Motorola Razr Fold vs Google Pixel 10 Pro Fold: કયો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે સૌથી શ્રેષ્ઠ?
  8. CJP પ્રોટેસ્ટમાં AIથી થઈ રહી છે ચહેરાઓની ઓળખ
  9. Samsung Galaxy S25 Ultra પર ₹44,000 સુધીનો ડિસ્કાઉન્ટ, 200MP કેમેરાવાળો ફ્લેગશિપ હવે ઓછી કિંમતે
  10. UPI માટે ઓફલાઈન પેમેન્ટ ફીચર આવી શકે છે , NFC ટેક્નોલોજીથી થશે ટ્રાન્ઝેક્શન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »