Photo Credit: Xiaomi
Realme GT 7 ગ્રાફીન આઈસ, ગ્રાફીન સ્નો અને ગ્રાફીન નાઈટ શેડ્સમાં આવે છે
ચીનમાં Realme કંપની દ્વારા ગત બુધવારના રોજ Realme GT 7 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9400+ ચિપસેટ સાધ આવશે. ફોન 7200mAhન બેટરી અને 100Wના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવ્યું. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 50MPનો ડ્યુઅલ રીયર કેમેરા યુનિટ જે અલ્ટ્રાવાઈડ એંગલ શૂટર અને 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે. ડિવાઇસની સુરક્ષાને ધ્યાનમાં લઈને તેમ અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટને ડસ્ટ અને વોટર સપલેશ પ્રૂફ બનાવવા IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં ગ્રાફીન આઈસ સેન્સીંગ ડબલ લેયર 7700mm² VCના કુલિંગ ચેમ્બર ટેકનોલોજી આપવામાં આવી છે.
ચીનમાં આ હેન્ડસેટની કિંમત 12GB + 256GBના વેરીએન્ટ માટે આશરે 30,400 રૂપિયાની રાખવામાં આવી છે. જ્યારે 16GB + 256GB ની કિંમત 34,000 હશે. 12GB + 512GB, 16GB + 512GB અને 16GB + 1TBની અનુક્રમે 35.100, 38.700, 40.400 રૂપિયા સુધીની હોય શકે છે. આ ફોન વાદળી, સફેદ અને કાળા શેડના રંગમાં આવશે. હાલમાં દેશમાં આ ફોન Realme ચાઈના વેબસાઇટ અને ઓનલાઈન સ્ટોરદ પર ખરીદી માટે આવેલેબલ છે.
ડિવાઇસ 144 Hz રિકરેશ રેટ સાથે 6.78 ઈંચની ફુલ HD+ની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 6500 nitsની પિક બ્રાઇટનેસ સુધીની 2600Hz ઈન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ, 100 ટકા DCIUT, DCLUT સાથે 4500 પિક્સેલસ આપ્યા છે. હેન્ડસેટ 3nm octa-core MediaTek Dimensity 9400+ SoC દ્વારા કાર્યરત છે. જે 16GB સુધીની LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.0 ઓનબોર્ડ સ્ટોરેજ ધરાવે છે. આ ડિવાઇસમાં Android 15 આધારિત Realme UI 6.0 આપવામાં આવ્યું છે.
ઓપ્ટિક્સ માટે આ ડિવાઇસમાં 50MPનો 1/1.56 ઈંચનો સોનીનો IMX896 પ્રાઇમરી સેન્સર સાથે કેમેરા આપવામાં આવ્યો છે. જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઈઝેશન સપોર્ટ સાથે આવશે. 8MP 112 ડિગ્રી શૂટર સાથે f/1.8 અપર્ચર સાથેનું ડ્યુઅલ કેમેરા ધરાવે છે. હેન્ડસેટમાં સુપર સેલ્ફી અને વિડીયો કોલ્સ માટે 16MPનો સોનીનો IMX480 સેન્સર સાથે ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કેમરો 4K સુધીનો વિડીયો રેકોર્ડીંગ અને લાઈવ ફોટો ફિચરને સપોર્ટ આપવામાં આવ્યો છે.
ગ્રાફીન કોટેડ ફાઈબરગ્લાસની બેક પેનલ આપેલી હોવાથી ફોન વધારે હીટ નહીં મારે. સાથે Graphane આઈસ સેન્સીંગ ડબલ લેયરની કુલિંગ ટેકનોલોજિ આપવામાં આવી છે. જેમાં 7,700mm² VCનું કુલિંગ ચેમ્બર આપવામાં આવ્યું છે. ડિવાઇસ AI રેકોર્ડીંગ, એલિમિનેશન અને AI સંબંધિત ફીચર્સ આપવામાં આવ્યા છે.
Realme GT 7માં 100Wના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે જે 7200mAhની બેટરી પેક આપવામાં આવી છે. ફોનની સિક્યોરીટી માટે ઇન ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રીન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડોનને ડસ્ટ અને પાણીના પ્રતિકાર માટે IP69 રેટેડ બિલ્ડ ક્વોલિટી આપવામાં આવી છે. કનેકટીવીટી વિકલ્પો માટે 5G, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, ક્વાડ-બેન્ડ Beidou, ડ્યુઅલ-ફ્રિકવન્સી GPS, GLONASS, Galileo, QZSS, NavIC, NFC અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે.
જાહેરાત
જાહેરાત