સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે આજે CES 2026 ખાતે વિશ્વનું પ્રથમ 130-ઇંચનું માઇક્રો RGB ટીવી (R95H મોડેલ) રજૂ કર્યું
Photo Credit: Samsung
સેમસંગે CES 2026 માં તેનો ફર્સ્ટ લૂક ઇવેન્ટ પૂર્ણ કર્યો
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે આજે CES 2026 ખાતે વિશ્વનું પ્રથમ 130-ઇંચનું માઇક્રો RGB ટીવી (R95H મોડેલ) રજૂ કર્યું, જે તેના સૌથી મોટા માઇક્રો RGB ડિસ્પ્લે અને અલ્ટ્રા-પ્રીમિયમ ડિસ્પ્લે માટે એક બોલ્ડ નવી ડિઝાઇન ડાયરેક્શનની નિશાની છે. "માઇક્રો RGB અમારા પિક્ચર ક્વોલિટી ઇનોવેશનની સૌથી મોટી ઉપલબ્ધિ છે, અને નવું 130-ઇંચ મોડેલ તે દિશામાં વધુ આગળ લઈ જાય છે," સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ખાતે વિઝ્યુઅલ ડિસ્પ્લે (VD) બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હુન લીએ જણાવ્યું હતું. "અમે એક દાયકા કરતાં વધુ સમય પહેલાં રજૂ કરાયેલા અમારા ઓરિજિનલ ડિઝાઇન ફિલોસોફીના ભાવનાને પુનર્જીવિત કરી રહ્યા છીએ જેથી નવી પેઢી માટે ટેકનોલોજી સાથે એન્જિનિયર્ડ, સ્પષ્ટપણે પ્રીમિયમ ડિસ્પ્લે પહોંચાડી શકાય."
માઈક્રો RGB ટીવીનો કમાન્ડિંગ સ્કેલ, નેક્સ્ટ જનરેશન કલર ટેકનોલોજી આકર્ષક ડિઝાઇન અભિગમ પ્રીમિયમ એસ્થેટિક્સ સાથે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતામાં સેમસંગના લાંબા સમયથી ચાલતા નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. એક મોટી ફ્રેમ અને બહેતર ઑડિઓ પ્રદર્શન સાથે, 130-ઇંચ ડિસ્પ્લે ટેલિવિઝન જેવું ઓછું અને વિશાળ, ઇમર્સિવ વિન્ડો જેવું વધુ દેખાવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે રૂમને વિઝ્યુઅલી વિસ્તૃત કરે છે.
આ ટીવી ટાઈમલેસ ફ્રેમ દ્વારા મોર્ડન, ગેલેરી-પ્રેરિત સૌંદર્ય શાસ્ત્ર પ્રદાન કરે છે, જે સેમસંગની 2013 ટાઈમલેસ ગેલેરી ડિઝાઇનનું આધુનિક ઉત્ક્રાંતિ છે, હવે એક શુદ્ધ ફ્રેમ સાથે જે "ટેકનોલોજી એઝ આર્ટ" ની ફિલસૂફીને મૂર્ત બનાવે છે. ભવ્ય સ્થાપત્ય વિન્ડોની ફ્રેમથી પ્રેરિત, અતિ-મોટી સ્ક્રીન તેની સીમાઓમાં તરતી દેખાય છે, ટીવીને એક કલાત્મક કેન્દ્રસ્થાને રૂપાંતરિત કરે છે જે રૂમને આકાર આપે છે. ડિસ્પ્લેના ફ્રેમમાં ઈન્ટિગ્રેટેડ સાઉન્ડને સ્ક્રીનના કદ સાથે કાળજીપૂર્વક બેલેન્સ કરાયું છે, તેથી પિક્ચર અને ઑડિઓ સ્વાભાવિકરીતે જોડાયેલા લાગે.
તેના સ્કેલ સાથે મેળ ખાતો જોવાનો બહેતર અનુભવ
130-ઇંચના માઇક્રો RGB મોડેલમાં સેમસંગની અત્યાર સુધીની સૌથી એડવાન્સ માઇક્રો RGB ઇનોવેશન છે. માઇક્રો RGB AI એન્જિન પ્રો, માઇક્રો RGB કલર બૂસ્ટર પ્રો અને માઇક્રો RGB HDR પ્રો થી સંચાલિત તે AI નો ઉપયોગ કરીને હલકા ટોન પણ સારો બનાવે છે તેમજ રિફાઇન કરે છે, જેથી ચંકદાર અને ડાર્ક દિનમાં અસલી જેવા રંગ અને બારીકી મળે છે જેથી પિક્ચર અસલી લાગે છે.
ડિસ્પ્લે માઇક્રો RGB પ્રિસિઝન કલર 100 સાથે પિક્ચર પરફોર્મન્સને વધુ સારું બનાવે છે, જે BT.2020 વાઇડ કલર ગેમટનો 100% પ્રદાન કરે છે. ચોક્કસ માઇક્રો RGB કલર રિપ્રોડક્શન માટે વર્બેન્ડ ડેર ઇલેક્ટ્રોટેકનિક (VDE) દ્વારા પ્રમાણિત, તે બારીક રીતે નિયંત્રિત રંગો ઉત્પન્ન કરે છે જે સ્ક્રીન પર વાસ્તવિક દેખાય છે. 130 -ઇંચના મોડેલમાં સેમસંગની માલિકીની ગ્લેર ફ્રી ટેકનોલોજી પણ શામેલ છે, જે રિફ્લેક્શન ઘટાડે છે, જેથી અલગ અલગ લાઇટિંગ કન્ડિશનમાં પણ સ્પષ્ટ રંગ અને કોન્ટ્રાસ્ટ જળવાય છે જેથી જોવાનો શ્રેષ્ઠ અનુભવ મળે.
આ પ્રોડક્ટ HDR10+ ADVANCED અને Eclipsa Audio ને સપોર્ટ કરે છે જેથી ચિત્ર અને ધ્વનિની ગુણવત્તામાં વધારો થાય, તેમજ સેમસંગના ઉન્નત Vision AI Companion, ને સપોર્ટ કરે છે જે વાતચીત શોધ, સક્રિય ભલામણો અને AI ફૂટબોલ મોડ પ્રો, AI સાઉન્ડ કંટ્રોલર પ્રો, લાઇવ ટ્રાન્સલેટ, જનરેટિવ વોલપેપર, માઇક્રોસોફ્ટ કોપાયલટ અને પરપ્લેક્સિટી જેવી AI સુવિધાઓ અને એપ્લિકેશનોની ઍક્સેસને સક્ષમ કરે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report