Asus દ્વારા 2026 માં કોઈ Zenfone 13 કે ROG ફોન 10 લોન્ચ કરવામાં આવશે નહીં તેવા એક સમાચાર મળી રહ્યા છે તાઈવાનથી આવેલા આ સમાચારમાં જણાવાયું છે કે, ચાઇનીઝ અને કોરિયન બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવાનું Asusને વધુને વધુ મુશ્કેલ લાગી રહ્યું છે.
Photo Credit: Asus
Asus એ પુષ્ટિ આપી છે કે 2026 માં ન તો ROG ફોન 10 પ્રો હશે અને ન તો Zenfone 13 Ultra.
Asus દ્વારા 2026 માં કોઈ Zenfone 13 કે ROG ફોન 10 લોન્ચ કરવામાં આવશે નહીં તેવા એક સમાચાર મળી રહ્યા છે તાઈવાનથી આવેલા આ સમાચારમાં જણાવાયું છે કે, ચાઇનીઝ અને કોરિયન બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવાનું Asusને વધુને વધુ મુશ્કેલ લાગી રહ્યું છે. Asus ના મોબાઇલ વિભાગનું લાંબા ગાળાનું ભવિષ્ય કેવું રહે છે તે આગામી સમય જ કહેશે. Asus એ તાઇવાન સ્થિત કંપની છે અને તેના સ્માર્ટફોનનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. 2014 થી ઉપલબ્ધ Zenphones એ ફ્લિપ કેમેરા જેવા નવીન વિચારોથી વારંવાર આશ્ચર્યચકિત કર્યા છે. તાઇવાની કંપની, Asus 2021થી Apple ની જેમજ લોકપ્રિય રહી પરંતુ તેને તે નફાકારિતામાં ન બદલી શકી. 2024 માં Zenfone 11 Ultra અને 2025 માં Zenfone 12 Ultra ની રજૂઆત કરાઈ હતી. આ સાથે ક્લાસિક મોટા સ્માર્ટફોન પર પાછા ફર્યા. Asus 2018 માં ગેમિંગ ફોન ઓફર કરનારા સૌપ્રથમ કંપનીઓમાંનો એક હતો, પરંતુ 2024 ના અંતમાં ROG Phone 9 Pro પછી, આ સિરીઝ દેખીતી રીતે આગળ ન વધી શકી કેમકે ત્યારબાદ 2025 માં કોઈ અનુગામી રિલીઝ થયો ન હતો.
ઝેનફોનમાં હવે નવા સ્માર્ટફોન રજૂ નહીં કરાય તેવી અફવાઓ તો 2023 માં પહેલાથી જ ફેલાઈ રહી હતી, પરંતુ તે સમયે Asus એ તેનો સખત ઇનકાર કર્યો હતો. હવે, આવી જ અફવાઓ ફરી ઉભી થઈ છે, પરંતુ આ વખતે વધુ પાકી માહિતી મળી છે. તાઇવાનના ઉદ્યોગ પ્રકાશન ડિજીટાઈમ્સના લેખ અનુસાર, Asus દ્વારા હજુ તો સ્માર્ટફોન ઉત્પાદન બંધ કરાયું નથી, પરંતુ 2026 માં કોઈ નવા સ્માર્ટફોન રિલીઝ ન કરી થોડું રોકાવા માંગે છે. આમ આ વશે નવા ઝેનફોન 13 કે ROG ફોન 10 રિલીઝ કરાશે નહીં, જોકે Asus તમામ હાલના ઝેનફોન અને ROG ફોન માટે સોફ્ટવેર અપડેટ્સ અને વોરંટી સેવાઓ બંને ચાલુ રહેશે.
એવું લાગે છે કે Asus ચીન અને દક્ષિણ કોરિયા તરફથી વધતી જતી તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. પીસી સમકક્ષ એસર 2016 માં સ્માર્ટફોન વ્યવસાયમાંથી ખસી ગયું હતું અને હાલમાં ફક્ત લાઇસન્સિંગ પ્રોગ્રામ હેઠળ ભારતમાં મોબાઇલ ફોનનું વેચાણ કરે છે. આમ હાલમાં કહી શકાય તેમ નથી કે Asus તેના ફ્લેગશિપ સ્માર્ટફોનના લાઇનઅપ રજૂ કરશે કે નહીં.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત