Photo Credit: Vivo
Vivo X200 Ultra માં 6,000mAh ની બેટરી હશે
Vivo X200 Ultra એક શાનદાર કેમેરા સાથે આવે છે. કંપનીએ તેને ટૂંક સમયમાં જ તેને લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. ફોનમાં સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ, ઝીસ-બ્રાન્ડેડ કેમેરા સેટઅપ, 2K OLED ડિસ્પ્લે અને 6000mAh બેટરી હોવાનું અનુયાયં લગાવવામાં આવ્યું છે.ડિવાઇસની વિગતવાર માહિતી,Vivo X200 Ultra અને Vivo X200s 21મી એપ્રિલે ચીનમાં એકસાથે રજૂ કરવામાં આવશે. સત્તાવાર લોન્ચના થોડા દિવસો પહેલા, Vivoએ Weibo પર બહુવિધ ટીઝર્સ મૂક્યા હતા, જેમાં ફોનના કેમેરા ફીચર્સને જોઈએ તો તેમ મુખ્ય અને અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા માટે Sony ના LYT-818 સેન્સરનો ઉપયોગ કરશે. સાથે તેમાં ફોટોગ્રાફી કિટ એસેસરીને પણ સપોર્ટ કરવામાં આવશે. Vivo X200 Ultra સ્માર્ટફોનમાં 2K OLED ડિસ્પ્લે અને 6,000mAh બેટરી હોઈ શકે છે. તે Snapdragon 8 Elite ચિપસેટ પર કામ કરશે.
ચીની સ્માર્ટફોન બ્રાન્ડે એક ટીઝર દ્વારા હેન્ડસેટ ના કેમેરા યુનિટ વિશે વિગતવાર માહિતી આપી છે. આગામી હેન્ડસેટમાં 14mm અલ્ટ્રા-વાઇડ એંગલ સેન્સર, 35mm મુખ્ય કેમેરા અને 85mm Zeiss APO લેન્સ સાથે Zeissનું કેમેરા સેટઅપ હશે. આ 14mm અલ્ટ્રાવાઇડ એંગલ સેન્સર અને 35mm મુખ્ય કેમેરા Sony LYT-818 સેન્સરનો ઉપયોગ કરશે. કેમેરા OISને પણ સપોર્ટ કરશે.
ડિવાઇસનું ટેલિફોટો સેન્સર Vivo X100 Ultraમાં સેન્સર કરતાં 38% વધુ બ્રાઇટ હોવાનું કહેવાય છે. આ સ્માર્ટફોનનું કૅમેરા યુનિટ Vivo V3+ અને VS1 ઇમેજિંગ ચિપ સાથે આવે તેવી અપેક્ષા છે. સાથે VS1 AI ISP પાસે 80 ટ્રિલિયન ઓપરેશન્સ પ્રતિ સેકન્ડની કમ્પ્યુટિંગ પાવર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વિવોએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એકથી વધુ કેમેરા સેમ્પલ બહાર પાડ્યા છે, જે દરેક સેન્સરની વિશેષતાઓ દર્શાવે છે. ફોન 120fps પર 4K અને 60fps પર 4K વિડિયો રેકોર્ડ કરવા સક્ષમ હશે. તેમાં DCG HDR અને કેમેરામાં મલ્ટીપલ AI ફીચર્સની સુવિધા આપવામાં આવી છે. આ હેન્ડસેટ સાથે ઓપ્શનલ ફોટોગ્રાફી કિટ પણ મળી શકે છે.
આ સ્માર્ટફોનમાં આર્મર ગ્લાસ પ્રોટેક્શન સાથે 2K OLED Zeiss બ્રાન્ડેડ ડિસ્પ્લે હશે. જેમાં 6,000mAh બેટરી બેકઅપ આવશે જે 40W વાયરલેસ અને 90W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોન 8.69mm પાતળો છે અને તેમાં બાયોમેટ્રિક્સ માટે અલ્ટ્રાસોનિક 3D ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
આ ડિવાઈસ ચીનમાં 21 એપ્રિલે સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) લોન્ચ કરવામાં આવશે. જેની સાથે જ Vivo X200s, Vivo Pad 5 Pro, Vivo Pad SE અને Vivo Watch 5નું પણ લોન્ચિંગ રાખવામાં આવ્યું છે.
જાહેરાત
જાહેરાત