vivo X300 સિરીઝની ટૂંકમાં ભારતમાં રજૂઆત કરાશે

ચીન પછી ગયા મહિને વીવોએ યુરોપથી વૈશ્વિક લોન્ચની શરુઆત કર્યા પછી તેના અપેક્ષિત X300 સિરીઝની ભારતમાં રજૂઆત શરૂ કરી છે

vivo X300 સિરીઝની ટૂંકમાં ભારતમાં રજૂઆત કરાશે

Photo Credit: Vivo

vivo X300 સિરીઝમાં 200MP કેમેરા અને ફોટોગ્રાફર કિટ મળશે

હાઇલાઇટ્સ
  • બંને સ્માર્ટ ફોનમાં 50MP ફ્રન્ટ કેમેરા
  • વિવો X300 પ્રો ફોટોગ્રાફર કિટને અલગથી વેચાણમાં અપાશે
  • વિવો X300 પ્રોમાં ઓપરેટિંગ સિસ્ટમ OriginOS 6
જાહેરાત

vivo X300 સિરીઝની ચીનમાં રજૂઆત ગયા મહિને કરાઈ હતી. ગયા મહિને વીવોએ યુરોપથી વૈશ્વિક લોન્ચની શરુઆત કર્યા પછી તેના અપેક્ષિત X300 સિરીઝની ભારતમાં રજૂઆત શરૂ કરી છે. વિવોની વેબસાઈટ પર તે ટૂંકમાં રજૂ કરાશે તેમ દર્શાવાયું છે. તેના ટીઝરમાં ફોન રેડ કલરમાં દર્શાવાયો છે અને તેના કેમેરા સ્પેક્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બંને ફોનના કેમેરા 200MP છે. આ પ્રીમિયમ સ્માર્ટફોન Zeiss કેમેરા સાથે આવશે. તેમાં ડાયમેન્સિટી 9500 પ્રોસેસર ને 16 GB રેમ અને 1TB સુધી સ્ટોરેજ રહેશે. જે તેને ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગમાં અવ્વલ બનાવશે.vivo X300 માં 1/1.4″ Samsung HPB સેન્સર સાથે 200MP મુખ્ય કેમેરા છે, સાથે 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 50MP 1/1.95″ LYT602 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા ટેલિમેક્રો છે.vivo X300 Pro માં 50MP 1/1.28″ LYT828 મુખ્ય કેમેરા છે, 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે અને 85mm પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા માટે 200MP 1/1.4″ Samsung HPB સેન્સર ટેલિમેક્રો સાથે છે. આ બંનેમાં 50MP ફ્રન્ટ કેમેરા છે. ફોન ગોલ્ડન કલરમાં બતાવવામાં આવ્યો છે.

વિવો X300 પ્રો ફોટોગ્રાફર કિટને પણ હાઇલાઇટ કરે છે જેમાં કેસ અને e vivo ZEISS 2.35x ટેલિફોટો એક્સ્ટેન્ડરનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું કે તેને અલગથી વેચવામાં આવશે. વિવોએ તે માટે યુરોપમાં બંડલ ઑફર્સ આપી હતી. તેવી જ કોઈ ઓફર અહીં આપવામાં આવી શકે તેવી ધારણા છે.

X300 Pro માં V3+ અને VS1 ડ્યુઅલ ઇમેજિંગ ચિપ્સ, ડાયમેન્સિટી 9500 પ્રોસેસર સાથે આવશે. તેમાં, Android-આધારિત ઓપરેટિંગ સિસ્ટમ OriginOS 6 આપવામાં આવી છે. વિવો ઓફિસ કિટ, આઇફોન સાથે વન-ટેપ ટ્રાન્સફર જેવા ફીચર્સ અંગે ટીઝર રજૂ કરાયા છે. Vivo X300 Pro માં ડ્યુઅલ-સ્પીકર સેટઅપ, x-axis લીનિયર મોટર, એક એક્શન બટન અને સિગ્નલ એમ્પ્લીફાયર ચિપ છે. તે ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP68 રેટેડ છે. તેની સાઈઝ 161.98×75.48×7.99mm છે, અને તેનું વજન લગભગ 226 ગ્રામ છે.

ડિસેમ્બરમાં લોન્ચ થાય પછી ફોન વિવો ઇન્ડિયા ઇસ્ટોર, એમેઝોન.ઇન, ફ્લિપકાર્ટ અને ઑફલાઇન સ્ટોર્સ પરથી મળશે તેમ લાગે છે. વીવો ક્યારે ચોક્કસ લોન્ચ કરાશે તેની વિગતો ટૂંકમાં જ મળશે. જેની જાણકારી અમે આપતા રહીશું.

ces_story_below_text

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »