Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ

Vivoએ ભારતમાં 2019માં આ સિરીઝનો Vivo S1 ને લોન્ચ કર્યો હતો

Vivo S2  ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ

Photo Credit: Vivo

Vivoએ ભારતમાં 2019માં આ સિરીઝનો Vivo S1 ને લોન્ચ કર્યો હતો

હાઇલાઇટ્સ
  • Vivo S2 ભારતમાં 6 ઓગસ્ટના રોજ લોન્ચ થઈ શકે
  • Vivo S2 Sapphire Blue , Regal Bronze અને Silk White જેવા ત્રણ કલર વેરિઅન્
  • Vivo S2માં 6.59 ઈંચનું OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે
જાહેરાત

Vivo ફરી એકવાર પોતાની S સિરીઝને ભારતીય બજારમાં લાવવાની તૈયારીમાં હોવાનું જણાઈ રહ્યું છે . કંપનીએ સત્તાવાર રીતે S સિરીઝના આગામી સ્માર્ટફોનને ટીઝ કર્યો છે . ભારતમાં છેલ્લે Vivo S1 વર્ષ 2019માં લોન્ચ થયો હતો અને હવે લગભગ સાત વર્ષ બાદ આ સિરીઝ ફરી પાછી આવવાની શક્યતા છે . અહેવાલો મુજબ આગામી મોડલ Vivo S2 નામથી રજૂ થઈ શકે છે . કંપનીએ હજી સુધી ફોનના સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી , પરંતુ ટીઝરમાં કેટલાક મહત્વના સંકેતો આપવામાં આવ્યા છે .


લીક અને ટિપસ્ટર અભિષેક યાદવના દાવા મુજબ Vivo S2 ભારતમાં 6 ઓગસ્ટના રોજ લોન્ચ થઈ શકે છે . આ સાથે ફોનનું વેચાણ 11 ઓગસ્ટથી શરૂ થવાની પણ ચર્ચા છે . કંપનીએ ફોનનું પ્રમોશનલ પોસ્ટર પણ જાહેર કર્યું છે , જેના કારણે ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા વધુ મજબૂત બની છે .

Vivo S2 સ્પેસિફિકેશન્સ :

લીક થયેલી માહિતી અનુસાર Vivo S2માં 6.59 ઈંચનું OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે . આ ડિસ્પ્લે 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે . આ ઉપરાંત ફોનમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવી શકે છે .

પરફોર્મન્સ માટે ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર મળવાની શક્યતા છે . ડિવાઈસમાં 8GB RAM આપવામાં આવી શકે છે . સ્ટોરેજ માટે 128GB અને 256GB એમ બે વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે .

કલર વિકલ્પોની વાત કરીએ તો Vivo S2 Sapphire Blue , Regal Bronze અને Silk White જેવા ત્રણ કલર વેરિઅન્ટમાં રજૂ થઈ શકે છે .

Vivo S2ની સંભવિત કિંમત :

લીક અનુસાર Vivo S2ની ભારતમાં શરૂઆતની કિંમત આશરે રૂપિયા 38,000 હોઈ શકે છે . જયારે ટોપ વેરિઅન્ટની કિંમત લગભગ રૂપિયા 42,000સુધી જઈ શકે છે . જોકે કંપનીએ હજુ સુધી કિંમત અને લોન્ચ તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  2. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  3. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  4. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  5. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
  6. ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત
  7. બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક , સરકારે સંસદમાં આપી માહિતી
  8. Android 17નું નવું માઈગ્રેશન ફીચર , હવે iPhoneમાંથી Androidમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર થશે ડેટા
  9. ભારતમાં લોન્ચ Kia Syros EV, Cretaને આપશે ટક્કર
  10. Poco F9 Pro અને Poco F9 Ultraના લોન્ચના સંકેત , Snapdragon 8 Elite સિરીઝ ચિપસેટ મળવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »