ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત

Flipkart આવતા થોડા અઠવાડિયામાં ભારતમાં પોતાની ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે . શરૂઆતમાં આ સેવા મર્યાદિત વિસ્તારોમાં ઉપલબ્ધ થશે .

ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત

Photo Credit: AI Generated

Flipkart આવતા થોડા અઠવાડિયામાં ભારતમાં પોતાની ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે

હાઇલાઇટ્સ
  • Flipkart કંપનીની નવી ફૂડ ડિલિવરી સર્વિસ આગામી અઠવાડિયામાં લોન્ચ થશે
  • Rapido એ Ownly નામથી પોતાની ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી
  • કવિક કોમર્સ પ્લેટફોર્મના 40%થી વધુ યુઝર્સ Gen Z કેટેગરીના
જાહેરાત

ભારતનું ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટ હવે વધુ સ્પર્ધાત્મક બનવા જઈ રહ્યું છે . ઈ-કોમર્સ કંપની Flipkart એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે  આવતા થોડા અઠવાડિયામાં પોતાની " ફૂડ ડિલિવરી સર્વિસ " શરૂ કરશે . શરૂઆતમાં આ સેવા મર્યાદિત વિસ્તારોમાં ઉપલબ્ધ રહેશે અને યુઝર્સના અભિપ્રાયોના આધારે તેમાં સુધારા કરીને અન્ય શહેરોમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવશે .Flipkartની એન્ટ્રીથી બજારમાં પહેલેથી હાજર Swiggy , Zomato અને તાજેતરમાં પ્રવેશ કરનાર  Rapido ને નવી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે .

"Moneycontrol " ને આપેલા ઇન્ટરવ્યૂમાં Flipkart Groupના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિ એ જણાવ્યું કે કંપનીની નવી ફૂડ ડિલિવરી સર્વિસ આગામી અઠવાડિયામાં લોન્ચ થશે . જોકે, તેમણે હજી સુધી આ પ્લેટફોર્મનું નામ જાહેર કર્યું નથી . યુઝર્સ આ સેવાનો ઉપયોગ અલગ એપ મારફતે કરી શકશે અને તેને Flipkart એપમાં પણ ઈન્ટિગ્રેટ કરવામાં આવશે .

અહેવાલ મુજબ , Flipkart પોતાની ફૂડ ડિલિવરી સર્વિસને Open Network for Digital Commerce ( ONDC ) સાથે પણ જોડવાની તૈયારીમાં છે . આ ઇન્ટિગ્રેશનથી કંપનીને વધુ રેસ્ટોરેન્ટસ  અને ડિલિવરી પાર્ટનર્સ સાથે જોડાવામાં મદદ મળશે . જોકે કંપનીએ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે માહિતી આપી નથી .

Flipkartનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે તેની Flipkart Minutes કવિક કોમર્સ સર્વિસ ઝડપથી વિસ્તરી રહી છે . કંપનીના જણાવ્યા અનુસાર , બે વર્ષથી પણ ઓછા સમયમાં Flipkart Minutesએ દેશના 130 શહેરોમાં 1,000થી વધુ માઈક્રો ફુલફિલમેન્ટ સેન્ટર્સનું નેટવર્ક ઉભું કર્યું છે . આ ઉપરાંત ટિયર- 2 અને ટિયર - 3 શહેરોમાંથી મળતી માંગમાં ગયા વર્ષની સરખામણીએ 42 ગણો વધારો નોંધાયો છે . કંપનીનું કહેવું છે કે તેના કવિક કોમર્સ પ્લેટફોર્મના 40%થી વધુ યુઝર્સ Gen Z કેટેગરીના છે .

છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતનું ફૂડ ડિલિવરી માર્કેટ વધુ સ્પર્ધાત્મક બન્યું છે . તાજેતરમાં Rapido એ Ownly નામથી પોતાની ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી છે . જેમાં રેસ્ટોરેન્ટસ પાસેથી શૂન્ય કમિશન લેવાનો અને ઓફલાઈન જેવી જ મેનૂ કિંમત આપવાનો દાવો કરવામાં આવ્યો છે . બીજી તરફ Swiggy એ બજેટ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને Toing નામની નવી સેવા લોન્ચ કરી છે . જોકે Flipkartએ હજી સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે Swiggy અને Zomato સામે કઈ વ્યૂહરચના સાથે બજારમાં ઉતરશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »