ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં

Ray - Ban Meta Smart Glasses છેલ્લા કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં આવ્યા છે

ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં

Photo Credit: X/Ray-Ban

Ray - Ban Meta Smart Glassesમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે

હાઇલાઇટ્સ
  • Ray - Ban Meta Smart Glassesમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો
  • Ray - Ban Meta Smart Glasses સાથે સ્લીક ચાર્જિંગ કેસ આપવામાં આવે
  • ભારતમાં Ray - Ban Meta Smart Glassesની શરૂઆતની કિંમત રૂપિયા 29,900
જાહેરાત

Ray - Ban Meta Smart Glasses છેલ્લા કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં આવ્યા છે . સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરો અને વીડિયોમાં એક પોલીસ અધિકારી સ્માર્ટ ગ્લાસીસ પહેરેલા જોવા મળ્યા બાદ આ વેરેબલ ડિવાઈસ વિશે લોકોમાં ઉત્સુકતા વધી છે . જોકે તસવીરો પરથી ગ્લાસીસનું મોડેલ સત્તાવાર રીતે પુષ્ટિ થયું નથી , પરંતુ તેની ડિઝાઈન Ray - Ban Meta Smart Glasses જેવી દેખાતી હોવાનું માનવામાં આવે  છે .

સ્માર્ટ ગ્લાસીસનો ઉપયોગ હવે માત્ર ટેક પ્રેમિઓ સુધી મર્યાદિત રહ્યો નથી . ફોટોગ્રાફી , વિડીયો રેકોર્ડિંગ , વૉઈસ કમાન્ડ અને AI આધારિત સુવિધાઓને કારણે તેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધતો જોવા મળી રહ્યો છે . જોકે , કેટલાક લોકો પ્રાઇવસીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે , કારણ કે આવા ડિવાઈસ દ્રારા અન્ય લોકોને તેમની જાણ વગર રેકોર્ડ કરી શકાય છે .

Ray - Ban Meta Smart Glasses કિંમત :

ભારતમાં Ray - Ban Meta Smart Glassesની શરૂઆતની કિંમત રૂપિયા 29,900 રાખવામાં આવી છે . વિવિધ ફ્રેમ અને લેન્સ વિકલ્પો પ્રમાણે તેની કિંમતમાં ફેરફાર થઈ શકે છે .

Ray - Ban Meta Smart Glasses ફીચર્સ :

Ray - Ban Meta Smart Glassesમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે , જેનાથી હાઈ - ક્વોલિટી ફોટો અને વિડીયો કેપ્ચર કરી શકાય છે . યુઝર્સ વૉઈસ કમાન્ડની મદદથી ફોટો ખેંચી શકે છે અથવા વિડીયો રેકોર્ડ કરી તેને સરળતાથી શેર પણ કરી શકે છે .

આ સ્માર્ટ ગ્લાસીસમાં બિલ્ટ - ઈન સ્પીકર અને માઈક્રોફોન આપવામાં આવ્યા છે , જેથી મ્યુઝિક સાંભળવું , પોડકાસ્ટ પ્લે કરવું , ફોન કોલ કરવો અને વૉઈસ કમાન્ડનો ઉપયોગ કરવો સરળ બને છે . આ ઉપરાંત તેમાં Qualcomm Snapdragon AR1 Gen 1 પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે , જે ઝડપી પ્રોસેસિંગ અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે .

Ray - Ban Meta Smart Glasses બેટરી અને અન્ય ફીચર્સ :

Ray - Ban Meta Smart Glasses સાથે સ્લીક ચાર્જિંગ કેસ આપવામાં આવે છે , જેની મદદથી કુલ 36 કલાક સુધીની બેટરી લાઈફ મળી શકે છે . આ ગ્લાસીસ IPX4 વોટર - રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે , એટલે સામાન્ય પાણીના છાંટાથી સુરક્ષિત રહે છે .

આ ઉપરાંત તેમાં સુધારેલ ટચપેડ આપવામાં આવ્યો છે અને યુઝર્સ Facebook અથવા Instagram પર રિયલ - ટાઈમ કોમેન્ટ્સ સાથે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકે છે . AI આધારિત સ્માર્ટ ફીચર્સને કારણે આ સ્માર્ટ ગ્લાસીસ વેરેબલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પ્રોડક્ટ તરીકે જોવામાં આવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  2. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  3. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  4. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  5. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
  6. ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત
  7. બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક , સરકારે સંસદમાં આપી માહિતી
  8. Android 17નું નવું માઈગ્રેશન ફીચર , હવે iPhoneમાંથી Androidમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર થશે ડેટા
  9. ભારતમાં લોન્ચ Kia Syros EV, Cretaને આપશે ટક્કર
  10. Poco F9 Pro અને Poco F9 Ultraના લોન્ચના સંકેત , Snapdragon 8 Elite સિરીઝ ચિપસેટ મળવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »