200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે

Vivo X300 Proને ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક

200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે

Vivo X300 Proને ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક

હાઇલાઇટ્સ
  • Vivo X300 Pro હાલમાં સારા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  • ફોન પર રૂપિયા 10,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
  • સ્માર્ટફોન Android 16 આધારિત OriginOS 6 પર ચાલે
જાહેરાત

કેમરા પરફોર્મન્સ માટે ચર્ચામાં રહેલો Vivo X300 Pro  આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક મળી રહી છે . Amazon પર પસંદગીના બેંક ઓફરનો લાભ લઈને ગ્રાહકો આ ફ્લેગશિપ સ્માર્ટફોનને રૂપિયા 10,000 સુધી સસ્તામાં ખરીદી શકે છે . શક્તિશાળી પ્રોસેસર મોટી બેટરી અને પ્રીમિયમ કેમેરા સેટઅપ સાથે આવતો આ ફોન હાઈ - એન્ડ સ્માર્ટફોન શોધતા યુઝર્સ માટે સારો વિકલ્પ બની શકે છે . 

Vivo X300 Pro  ડિસ્કાઉન્ટ ઓફર :

Vivo X300 Proની હાલની MRP રૂપિયા 1,19,999 છે , જોકે Amazon પર પસંદગીના બેંક કાર્ડનો ઉપયોગ કરીને ફોન પર રૂપિયા 10,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. નોંધનીય છે કે કંપનીએ આ સ્માર્ટફોનને શરૂઆતમાં રૂપિયા 1,09,999ની કિંમતે લોન્ચ કર્યો હતો , પરંતુ પછી તેની કિંમતમાં રૂપિયા 10,000નો વધારો કરવામાં આવ્યો હતો .

જો ગ્રાહકો ICICI Bankના ક્રેડિટ કાર્ડથી EMI અથવા નોન - EMI ટ્રાન્ઝેક્શન કરે છે તો તેમને રૂપિયા 10,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ જ ઓફર Axis Bankના ક્રેડિટ કાર્ડ પર પણ ઉપલબ્ધ છે . એટલે કે , બેંક ઓફરનો લાભ લઈને ફોનને MRP કરતાં રૂપિયા 10,000 ઓછા ભાવે ખરીદી શકાય છે . ઓફરની વધુ માહિતી માટે Amazonના ઓફર પેજની મુલાકાત લઈ શકાય છે .


Vivo X300 Pro સ્પેસિફિકેશન્સ :

Vivo X300 Proમાં 6.78 ઈંચનું 1.5K LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે . પ્રોસેસિંગ માટે તેમાં MediaTek Dimensity 9500 ચિપસેટ આપવામાં આવ્યો છે . ફોનમાં 16GB LPDDR5X RAM અને 512GB UFS 4.1 સ્ટોરેજ આપવામાં આવી છે . આ સ્માર્ટફોન Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે .

પાવર માટે ફોનમાં 6,510mAhની બેટરી આપવામાં આવી છે , જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સુરક્ષા માટે તેમાં અલ્ટ્રાસોનિક ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . આ ઉપરાંત ફોન IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે , જે તેને ધૂળ અને પાણી સામે વધુ સુરક્ષિત બનાવે છે .


Vivo X300 Pro કેમેરા ફીચર્સ :

ફોટોગ્રાફી માટે Vivo X300 Proના પાછળના ભાગમાં OIS સપોર્ટ સાથે 50MPનો પ્રાઈમરી કેમેરા , 200MPનો ટેલિફોટો કેમેરા અને 50MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરો આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 50MPનો ફ્રન્ટ કેમેરો મળે છે . ફોનની જાડાઈ 7.99mm છે અને તેનું વજન 226 ગ્રામ છે . પ્રીમિયમ ડિઝાઈન સાથે આવતો આ સ્માર્ટફોન કેમેરા અને પરફોર્મન્સ બંને મામલે ફ્લેગશિપ અનુભવ આપવાનો દાવો કરે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »