કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતમાં જાહેર રીતે એક્સેસ કરી શકાય એવા 50 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે
કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતમાં જાહેર રીતે એક્સેસ કરી શકાય એવા 50 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે . સરકારના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ્સ પર અશ્લીલ અને આપત્તિજનક કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવતું હતું , જે માહિતી પ્રૌધોગિકી ( IT ) અધિનિયમ સહિતના અનેક કાયદાઓનું ઉલ્લંઘન કરતું હતું . આ માહિતી કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌધોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં લેખિત જવાબ દરમિયાન આપી હતી .
સાંસદ સંબિત પાત્રાના પ્રશ્નના જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ OTT પ્લેટફોર્મ્સ પર IT Actની કલમ 67 અને 67A , ભારતીય ન્યાય સહિંતા ( BNS ) ની કલમ 294 તેમજ મહિલાઓના અશોભનીય પ્રતિબંધ અધિનિયમ કલમ 4નું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ જોવા મળ્યું હતું . તેના આધારે સરકારે આ પ્લેટફોર્મ્સની જાહેર પહોંચ બંધ કરવાની કાર્યવાહી કરી હતી .
અન્ય એક લેખિત જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને જણાવ્યું કે સરકારે IT Rules અમલમાં મુખ્ય છે . આ નિયમો હેઠળ ડિજિટલ મીડિયા પર કરંટ અફેર્સ પ્રકાશિત કરતી સંસ્થાઓ અને OTT પ્લેટફોર્મ્સ માટે સંસ્થાગત વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે .
તેમને વધુમાં જણાવ્યું કે IT Actની કલમ 79( 3 )(b ) સરકારને ઇન્ટરમીડિયરી પ્લેટફોર્મ્સને ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવા અથવા તેની પહોંચ રોકવા માટે સૂચના આપવાનો અધિકાર આપે છે .
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે IT Rulesમાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અન્ય ઇન્ટરમીડિયરીને કોર્ટના આદેશ અથવા સરકાર તથા તેની અધિકૃત એજન્સીની સૂચના મળ્યા બાદ ત્રણ કલાકની અંદર ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવું અથવા તેની પહોંચ રોકવી ફરજિયાત રહેશે .
સરકારે વધુમાં જણાવ્યું કે Digital Personal Data Protection Act ડિજિટલ પર્સનલ ડેટાની પ્રક્રિયાને નિયમિત કરવા અને બાળકોની ઓનલાઈન પ્રાઇવસીની સુરક્ષા માટે કાનૂની વ્યવસ્થા પૂરી પાડે છે . જયારે Promotion and Regulation of Online Gaming Act , યુવાનોમાં વધતી ડિજિટલ લત અને ઓનલાઇન ગેમિંગથી થતા આર્થિક નુકસાન જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે લાવવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iPhone 20 Pro Could Get a Major Display Redesign With Quad-Curved Panel