જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના

સરકારે Bitchat મેસેજિંગ એપ સાથે જોડાયેલા GitHub રિપોઝિટરી દૂર કરવાનો આદેશ આપ્યો છે

જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના

Photo Credit: X/@Indian TechGuide

સરકારે Bitchat મેસેજિંગ એપ સાથે જોડાયેલા GitHub રિપોઝિટરી દૂર કરવાનો આદેશ આપ્યો છે

હાઇલાઇટ્સ
  • કેન્દ્ર સરકારે Bitchat મેસેજિંગ એપ સાથે જોડાયેલા GitHub રિપોઝિટરી દૂર
  • મેસેજિંગ એપ છે જે Bluetooth Mesh Networkના આધારે કાર્ય કરે
  • કેન્દ્રીય સર્વર વગર પણ એક ડિવાઈસથી બીજા ડિવાઈસ સુધી સંદેશા મોકલી શકાય
જાહેરાત

દિલ્હીના જંતર - મંતર ખાતે ચાલી રહેલા CJP ( Cockroach Janata Party )ના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ Bitchat સામે કાર્યવાહી શરૂ કરી છે . સરકારે GitHubને  Bitchat સાથે જોડાયેલા ત્રણ રિપોઝિટરી દૂર કરવા અથવા તેમની ઍક્સેસ બંધ કરવા માટે નોટિસ પાઠવી છે . આ એપ X ના સહ - સ્થાપક " જેક ડોર્સી " દ્રારા વિકસાવવામાં આવી છે . જોકે હાલમાં વિરોધ પ્રદર્શનમાં Bitchatનો ઉપયોગ થયો હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી .

જેક ડોર્સીએ ભારત સરકાર તરફથી મળેલી નોટિસ અંગે પોતાના સોશિયલ મીડિયાના હેન્ડલ પર માહિતી શેર કરી છે . આ નોટિસ ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત " Indian Cyber Crime Coordination Centre ( 14C ) દ્રારા જારી કરવામાં આવી છે . તેમાં GitHubને  Bitchatના મુખ્ય પ્રોજેક્ટ ઉપરાંત તેના Android વર્ઝન સહિત કુલ ત્રણ રિપોઝિટરી સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે .

સરકારે આ કાર્યવાહી માટે Information Technology Act, 2000ની કલમ 79(3)(b ), Information Technology ( Intermediary Guidelines and Digital Media Ethics Code ) Rules, 2021ના નિયમ 3(1)(d )નો ઉલ્લેખ કર્યો છે . નોટિસમાં GitHubને ત્રણ કલાકની અંદર સંબંધિત રિપોઝિટરી દૂર કરવા અથવા તેમની ઍક્સેસ પ્રતિબંધિત કરવાની સૂચના આપવામાં આવી છે .

સરકારના જણાવ્યા મુજબ Bitchat એવી મેસેજિંગ એપ છે જે Bluetooth Mesh Networkના આધારે કાર્ય કરે છે . આ ટેક્નોલોજી દ્રારા ઈન્ટરનેટ , મોબાઈલ નેટવર્ક અથવા કોઈ કેન્દ્રીય સર્વર વગર પણ એક ડિવાઈસથી બીજા ડિવાઈસ સુધી સંદેશા મોકલી શકાય છે .

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મધ્ય દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે  . આવી સ્થિતિમાં ઈન્ટરનેટ વગર કાર્ય કરતી ડિસેન્ટ્રલાઇઝડ કમ્યુનિકેશન એપ્સ પ્રત્યે લોકોનો રસ વધ્યો હોવાનું માનવામાં આવે છે . જોકે સરકાર અથવા તપાસ એજન્સીઓએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે વિરોધ પ્રદર્શનમાં Bitchatનો વાસ્તવિક ઉપયોગ થયો કે નહીં .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »