Vivo V70ના 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 64,999 થઈ જે પહેલા રૂપિયા 56,999 હતી .
Photo Credit: Vivo
Vivo એ ભારતમાં તેની લોકપ્રિય Vivo V70 સ્માર્ટફોન સિરીઝની કિંમતોમાં વધારો કર્યો છે .
Vivo એ ભારતમાં તેની લોકપ્રિય Vivo V70 સ્માર્ટફોન સિરીઝની કિંમતોમાં વધારો કર્યો છે . હવે જો તમે આ સિરીઝનો નવો સ્માર્ટફોન ખરીદવા જશો , તો પહેલા કરતા રૂપિયા 8,000 સુધી વધુ કિંમત ચૂકવવી પડશે .કંપનીએ Vivo V70, Vivo V70 Elite અને Vivo V70 FEના જુદા જુદા વેરિઅન્ટની નવી કિંમતો જાહેર કરી છે . આ સ્માર્ટફોન્સ 8GB થી 12GB સુધીની RAM અને 512GB સુધીની સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે . જો તમે આમાંથી કોઈ મોડલ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો નવી કિંમતો વિશે જાણવું જરૂરી છે .
Vivo V70ના 8GB + 256GB વેરિઅન્ટની કિંમત પહેલા રૂપિયા 53,999 હતી , જે હવે વધીને રૂપિયા 59,999 થઈ ગઈ છે , જયારે 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 56,999માંથી વધીને રૂપિયા 64,999 થઈ ગઈ છે . એટલે કે બંને વેરિઅન્ટ હવે પહેલા કરતા નોંધપાત્ર રીતે મોંઘા થઈ ગયા છે .
Vivo V70 Eliteની વાત કરીએ તો તેના 8GB + 256GB વેરિઅન્ટની કિંમત પહેલા રૂપિયા 58,999 હતી , જે હવે રૂપિયા 66,999 થઈ ગઈ છે . જયારે 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 63,999થી વધીને રૂપિયા 71,999 થઈ ગઈ છે . આ બંનેને મોડલમાં રૂપિયા 8,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે .
Vivo V70 FEના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 41,999થી વધીને રૂપિયા 44,999 થઈ છે . તેના 8GB + 256GB વેરિઅન્ટની નવી કિંમત રૂપિયા 49,999 છે જે પહેલા રૂપિયા 45,999માં ઉપલબ્ધ હતો . આ ઉપરાંત 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 46,999 માંથી વધારીને રૂપિયા 51,999 કરવામાં આવી છે . એટલે કે V70 FEના તમામ વેરિઅન્ટ પણ હવે પહેલા કરતાં વધુ કિંમતે મળશે .
છેલ્લા કેટલાક મહિનાથી સ્માર્ટફોન કંપનીઓ ધીમે ધીમે તેમના પ્રોડક્ટસની કિંમતોમાં વધારો કરી રહી છે . નિષ્ણાંતોનું માનવું છે કે આવનારા સમયમાં માત્ર સ્માર્ટફોન જ નહીં , પરંતુ ટેબ્લેટ , LED ટીવી અને લેપટોપ જેવા અન્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પણ વધુ મોંઘા થઈ શકે છે .
તાજેતરમાં સેમસંગે પણ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં DRAM અને મેમરી ચિપ્સની માંગ ઝડપથી વધવાની શક્યતા છે . બીજી તરફ , તેનો સ્ટોક મર્યાદિત રહેવાની શક્યતા છે . જો આવું થાય તો ઉત્પાદન ખર્ચ વધશે અને તેની સીધી અસર સ્માર્ટફોન સહિત અન્ય ઇલેક્ટ્રોનિક્સની કિંમતો પર જોવા મળી શકે છે .
જાહેરાત
જાહેરાત