ફોન પર ડિસ્કાઉન્ટના સાથે કેશબેક ઓફર પણ મળે છે . ફોનમાં 8GB RAM , 256GB સ્ટોરેજ વેરિઅન્ટ હવે ઓછી કિંમતે મળી રહ્યો છે
Photo Credit: Oppo
Oppo K13 Turbo Pro 5G પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ
જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Oppo K13 Turbo Pro 5G પર હાલમાં શાનદાર ઓફર મળી રહી છે . સામાન્ય રીતે સ્માર્ટફોનની કિંમતો વધી રહી છે , પરંતુ આ ફોન પર મોટો ડિસ્કાઉન્ટ અને બેંક ઓફરનો લાભ મળી રહ્યો છે . 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ હવે તેની MRP કરતા ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ છે . તો ચાલો જાણીએ આ મસ્ત ડીલની સંપૂર્ણ વિગતો .
Oppo K13 Turbo Pro 5Gના 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની MRP રૂપિયા 41,999 છે . જોકે Flipkart પર આ સ્માર્ટફોન 26% ડિસ્કાઉન્ટ સાથે રૂપિયા 30,999માં વેચાઈ રહ્યો છે . એટલે કે તમને સીધા રૂપિયા 11,000ની બચત કરવાંનો મોકો મળી રહ્યો છે .
ડિસ્કાઉન્ટ પછી , પસંદગીના બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાથી રૂપિયા 1,500 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 29,499 થઈ જાય કે . એટલે કે , કુલ મળીને MRP કરતા રૂપિયા 12,500 સુધીની બચત થઈ શકે છે . ઓફરની સંપૂર્ણ માહિતી માટે Flipkart પર ઓફર પેજ જોઈ શકો છો .
Oppo K13 Turbo Pro 5Gમાં 6.8 ઇંચની LTPS AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે . તેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1,600 nits સુધીની પીક બ્રાઇટનેસ મળે છે . આ ફોન Qualcomm Snapdragon 8s Gen 4 પ્રોસેસર પર કામ કરે છે અને Android 15 આધારિત ColorOS 15 સાથે આવે છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે પણ તેમાં જરૂરી રેટિંગ આપવામાં આવ્યું છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા અને 2MPનો સેકન્ડરી કેમેરો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે . પાવર માટે ફોનમાં 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G , 4G , Wi-Fi 7, Bluetooth 5.4, GPS , NFC અને USB Type - C પોર્ટ જેવા તમામ જરૂરી ફીચર્સ ઉપલબ્ધ છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy S26 FE Camera Specifications Leaked Ahead of Expected Launch, May Reuse Its Predecessor's Main Rear Camera