Oppo A7 Pro Maxનું પ્રી - ઓર્ડર શરૂ , 50MP સેલ્ફી કેમેરા અને મોટી બેટરી મળશે

આ ફોનની સૌથી મોટી ખાસિયત આની 10,000mAhની બેટરી છે

Oppo A7 Pro Maxનું પ્રી - ઓર્ડર શરૂ , 50MP સેલ્ફી કેમેરા અને મોટી બેટરી મળશે

Photo Credit: Oppo

Oppo A7 Pro Max ફોનમાં કંપનીએ IP69K રેટિંગ આપી છે

હાઇલાઇટ્સ
  • કંપનીએ તેની સત્તાવાર વેબસાઈટ પર ફોનની પ્રી - બુકિંગ પણ ચાલુ કરી
  • ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો મુખ્ય રિયર કેમેરા આપવામાં આવશે
  • Oppo A7 Pro Maxની સૌથી મોટી ખાસિયત તેની 10,000mAhની બેટરી છે
જાહેરાત

 Oppoએ તેના નવા સ્માર્ટફોન Oppo A7 Pro Maxની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે . કંપની આ ફોનને 4 ઓગસ્ટે સ્થાનિક બજારમાં રજૂ કરશે . લોન્ચિંગ પહેલા જ ફોન માટે પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે અને તેની ખુબ મહત્વની વિશેષતાઓ પણ સામે આવી છે . અહેવાલો મુજબ , આ ફોનમાં 10,000mAhની મોટી બેટરી , 50MPનો રિયર કેમેરા અને 50MPનો સેલ્ફી કેમેરા મળશે . સેલ્ફી કેમેરામાં 100 ડિગ્રી અલ્ટ્રા - વાઈડ એંગલ સપોર્ટ પણ આપવામાં આવશે .

લોન્ચ :
કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે Oppo A7 Pro Maxને 4 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે . હાલમાં આ ફોન ચીનમાં રજૂ થવાનો છે . લોન્ચિંગ પહેલા જ કંપનીએ તેની પ્રી - બુકિંગ પણ શરૂ કરી દીધી છે .

પ્રી - ઓર્ડર :
Oppoના Oppo A7 Pro Maxમાં રસ ધરાવતા લોકો માટે કંપનીએ તેની સત્તાવાર વેબસાઈટ પર ફોનની પ્રી - બુકિંગ પણ ચાલુ કરી દીધી છે . આ ઉપરાંત JD.com પર પણ ફોન પ્રી - ઓર્ડર માટે ઉપલબ્ધ છે . હવે તેની લોન્ચિંગમાં માત્ર ગણતરીના દિવસો જ બાકી છે .

સ્ટોરેજ વિકલ્પ :
કંપનીએ આ ફોનને 8GB + 128GB , 12GB + 256GB અને 12GB + 512GB જેવા સ્ટોરેજ વિકલ્પોમાં રજૂ કરી શકે છે . આ ફોન ત્રણ કલરમાં આવશે .જેમાં સફેદ , નારંગી અને કાળો કલર આવશે .

બેટરી અને પ્રોસેસર :
Oppo A7 Pro Maxની સૌથી મોટી ખાસિયત તેની 10,000mAhની બેટરી છે . કંપનીનો દાવો છે કે આ બેટરી લાંબા સમય સુધી સારી કામગીરી કરશે અને લગભગ 7 વર્ષ સુધી તેની ક્ષમતા જળવાઈ રહેશે . ફોનમાં Snapdragon 4 Gen 5 પ્રોસેસર મળવાની શક્યતા છે જે પહેલા Geekbench લિસ્ટિંગમાં જોવા મળ્યો હતો .

કેમેરા :
ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો મુખ્ય રિયર કેમેરા આપવામાં આવશે . તેની સાથે 2MPનો સેકન્ડરી સેન્સર પણ મળી શકે છે . સેલ્ફી માટે 50MPનો ફ્રન્ટ કેમેરા મળશે , જેમાં 100- ડિગ્રી અલ્ટ્રા - વાઈડ એંગલ સપોર્ટ હશે . તેના કારણે એક સાથે વધુ લોકો કે મોટું દ્રશ્ય સરળતાથી કેપ્ચર કરી શકાશે .

મજબૂત :
આ સ્માર્ટફોન IP69K રેટિંગ સાથે આવશે , જે તેને ધૂળ અને પાણીથી સુરક્ષિત રાખશે . ઉપરાંત તેમાં Ultra - Drop Resistant Diamond Architecture આપવામાં આવી છે , જેના કારણે ફોન નીચે  પડી જાય તો પણ નુકસાન થવાની શક્યતા ઓછી રહેશે . આ ફોન ColorOS 16 પર ચાલશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. બેભાન થઈને પડ્યા વ્યક્તિ , એપલ વોચના સ્માર્ટ ફિચરે સમયસર બોલાવી મદદ
  2. Oppo A7 Pro Maxનું પ્રી - ઓર્ડર શરૂ , 50MP સેલ્ફી કેમેરા અને મોટી બેટરી મળશે
  3. OnePlus N6માં મળશે 120Hz ડિસ્પ્લે અને AI ફીચર્સ , કિફાયતી કિંમતે થઈ શકે લોન્ચ
  4. UPI યુઝર્સની ગોપનીયતા વધશે , મોબાઈલ નંબરને બદલે યુઝરનેમ આધારિત IDને પ્રોત્સાહન
  5. Casio CRW-H001M-8માં સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચનો અનોખો મેળ , જાણો કિંમત અને ફીચર્સ
  6. WhatsAppની આ સેટિંગ બદલો , ફોનનું સ્ટોરેજ બચશે અને પ્રાઇવસી પણ રહેશે સુરક્ષિત
  7. ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ
  8. HMD Pulse 2 સિરીઝની ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ આવ્યા સામે , Android 15 મળવાની શક્યતા
  9. Samsung Galaxy Z Fold 6 5G સસ્તામાં ખરીદવાની તક , જાણો નવી કિંમત અને ઓફર્સ
  10. લોન્ચ પહેલા Vivo S2 ની કિંમત અને ફીચર્સ આવ્યા સામે , 120Hz કર્વ્ડ ડિસ્પ્લે મળવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »