Vivo T3 Ultra 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ પર સારી બચત મળી રહી છે .
Photo Credit: Vivo
Vivo T3 Ultraને ડિસ્કાઉન્ટ કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે
કંપનીએ Vivo T3 Ultra સ્માર્ટફોન પર જોરદાર ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરી છે . હવે સ્માર્ટફોનની કિંમતો સતત વધી રહી છે , ત્યારે જો તમે પ્રીમિયમ ફીચર્સ ધરાવતો નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ ઓફર તમારા માટે ઉપયોગી બની શકે છે . કંપનીએ આ ફોનને તેની મૂળ કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે લિસ્ટ કર્યો છે . એટલું જ નહીં , ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઓફરનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે . ખાસ કરીને 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ પર સારી બચત મળી રહી છે .
Flipkart પર Vivo T3 Ultraનો 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં 21 ટકા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોનની મૂળ કિંમત રૂપિયા 37,999 છે , પરંતુ ડિસ્કાઉન્ટ બાદ તેને માત્ર રૂપિયા 29,999માં ખરીદી શકાય છે . એટલે કે ગ્રાહકોને સીધા 8,000નો લાભ મળી રહ્યો છે .
જો તમે પસંદગીની બેંકોના ક્રેડિટ કાર્ડ દ્રારા ચુકવણી કરો છો તો રૂપિયા 1,500 સુધીનો વધારાનો ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો . આ ઓફરનો લાભ લીધા પછી ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 28,499 થઈ જાય છે . એટલે કુલ મળીને તેની MRPની સરખામણીએ રૂપિયા 9,500 સુધીની બચત થઈ શકે છે . ઓફરની સંપૂર્ણ શરતો અને ઉપલબ્ધ બેંકોની માહિતી Flipkartના ઓફર પેજ પર જોઈ શકાય છે .
Vivo T3 Ultraમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . આ ફોન MediaTek Dimensity 9200+ પ્રોસેસરથી ચાલે છે , જે ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે . સુરક્ષા માટે તેમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે .
કેમેરાની વાત કરીએ તો , ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા અને 8MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50MPનો ઓટોફોક્સ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોનનું વજન 192 ગ્રામ છે અને તેની જાડાઈ 7.58mm છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તેમાં IP68 રેટિંગ આપવામાં આવ્યું છે . ઉપરાંત , તેમાં 5,500mAhની બેટરી છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે , જેથી ફોન ઓછા સમયમાં ઝડપથી ચાર્જ થઈ જાય છે .
જાહેરાત
જાહેરાત
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands