આ સ્માર્ટફોનમાં મેટલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવી શકે છે
Vivo X300 Proના અપગ્રેડડ મોડેલ તરીકે જોવામાં આવી રહ્યો છે
Vivo ટૂંક સમયમાં તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X500 Pro લોન્ચ કરી શકે . આ સ્માર્ટફોન વિશેની કેટલીક મહત્વની વિગતો લોન્ચ પહેલા જ લીક થઈ છે . અહેવાલો મુજબ , કંપની આ ફોનમાં વધુ શક્તિશાળી પ્રોસેસર , સ્મૂથ ડિસ્પ્લે અને પ્રીમિયમ ડિઝાઈન આપી શકે છે . Vivo X500 Proને ગયા વર્ષે રજૂ કરાયેલા Vivo X300 Proના અપગ્રેડડ મોડેલ તરીકે જોવામાં આવી રહ્યો છે . જોકે , કંપનીએ હજુ સુધી આ સ્માર્ટફોન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .
ટિપસ્ટર Digital Chat Station એ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર શેર કરેલી માહિતી મુજબ , Vivo X500 Proમાં MediaTek Dimensity 9600 Pro ચિપસેટ આપવામાં આવી શકે છે . આ પ્રોસેસર વધુ ઝડપી પરફોર્મન્સ , સરળ મલ્ટીટાસ્કિંગ અને સારો ગેમિંગ અનુભવ આપશે તેવી અપેક્ષા છે . ફોનમાં 6.37 ઇંચની ફ્લેટ LTPO OLED ડિસ્પ્લે મળી શકે છે , જે 1.5K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ સાથે આવશે .
લીક થયેલી માહિતી મુજબ , હાલમાં Vivo X500 Proના એન્જિનિયરિંગ સેમ્પલ્સમાં BOE OLED પેનલનું ટેસ્ટ ચાલી રહ્યું છે . આ ફોનમાં નવી LTPO ડિસ્પ્લે પેકેજિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી શકે છે , જેના કારણે ડિસ્પ્લેની ચારેય બાજુ ખુબ જ પાતળી બેઝલ્સ જોવા મળશે .
ડિઝાઈનની વાત કરીએ , તો ફોનમાં મેટલ ફ્રેમ અને પાછળની તરફ વચ્ચે ગોળાકાર કેમેરા મોડયુલ આપવામાં આવી શકે છે . Vivoની X સિરીઝની પહેલાના મોડલ્સમાં પણ આવી ડિઝાઈન જોવા મળી હતી . કંપની આ સ્માર્ટફોનને સપ્ટેમ્બરમાં મહિનામાં ચીનામાં લોન્ચ કરી શકે છે .
ભારતમાં ગયા ડિસેમ્બરમાં લોન્ચ થયેલા Vivo X300 Proમાં 6.78ઇંચની 1.5K LTPO OLED ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને 300Hz ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો હતો . આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 9500 પ્રોસેસર આપવામાં આવ્યો છે અને તે Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે . તેમાં 50MPનો OIS સપોર્ટવાળો મુખ્ય કેમેરા , 200MP ટેલિફોટો કેમેરા , 50MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
Vivo X300 Proમાં 6,510mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 90W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સુરક્ષા માટે તેમાં અલ્ટ્રાસોનિક ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
JBL 3 Series MkIII Studio Monitors Launched Alongside 310S MkIII Subwoofer: Specifications