Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ

Vivo V70ના 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 64,999 થઈ જે પહેલા રૂપિયા 56,999 હતી .

Vivo V70, V70 Elite અને  V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ

Photo Credit: Vivo

Vivo એ ભારતમાં તેની લોકપ્રિય Vivo V70 સ્માર્ટફોન સિરીઝની કિંમતોમાં વધારો કર્યો છે .

હાઇલાઇટ્સ
  • Vivo V70 સ્માર્ટફોન સિરીઝની કિંમતોમાં વધારો
  • પહેલા કરતા રૂપિયા 8,000 સુધી વધુ કિંમત ચૂકવવી પડશે
  • Vivo V70, Vivo V70 Elite અને Vivo V70 FEના જુદા જુદા વેરિઅન્ટની નવી કિંમ
જાહેરાત

Vivo એ ભારતમાં તેની લોકપ્રિય Vivo V70 સ્માર્ટફોન સિરીઝની કિંમતોમાં વધારો કર્યો છે . હવે જો તમે આ સિરીઝનો નવો સ્માર્ટફોન ખરીદવા જશો , તો પહેલા કરતા રૂપિયા 8,000 સુધી વધુ કિંમત ચૂકવવી પડશે .કંપનીએ Vivo V70, Vivo V70 Elite અને Vivo V70 FEના જુદા જુદા વેરિઅન્ટની નવી કિંમતો જાહેર કરી છે  . આ સ્માર્ટફોન્સ 8GB થી 12GB સુધીની RAM અને 512GB સુધીની સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે . જો તમે આમાંથી કોઈ મોડલ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો નવી કિંમતો વિશે જાણવું જરૂરી છે .

Vivo V70ની નવી કિંમત :

Vivo V70ના 8GB + 256GB વેરિઅન્ટની કિંમત પહેલા રૂપિયા 53,999 હતી , જે હવે વધીને રૂપિયા 59,999 થઈ ગઈ છે , જયારે 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 56,999માંથી વધીને રૂપિયા 64,999 થઈ ગઈ છે . એટલે કે બંને વેરિઅન્ટ હવે પહેલા કરતા નોંધપાત્ર રીતે મોંઘા થઈ ગયા છે .

Vivo V70 Eliteની નવી કિંમતો :

Vivo V70 Eliteની વાત કરીએ તો તેના 8GB + 256GB વેરિઅન્ટની કિંમત પહેલા રૂપિયા 58,999 હતી , જે હવે રૂપિયા 66,999 થઈ ગઈ છે . જયારે 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા  63,999થી વધીને રૂપિયા 71,999 થઈ ગઈ છે . આ બંનેને મોડલમાં રૂપિયા 8,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે .

Vivo V70 FEની નવી કિંમતો :

Vivo V70 FEના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 41,999થી વધીને રૂપિયા 44,999 થઈ છે . તેના 8GB + 256GB વેરિઅન્ટની નવી કિંમત રૂપિયા 49,999 છે જે પહેલા રૂપિયા 45,999માં ઉપલબ્ધ હતો . આ ઉપરાંત 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 46,999 માંથી વધારીને રૂપિયા 51,999 કરવામાં આવી છે . એટલે કે V70 FEના તમામ વેરિઅન્ટ પણ હવે પહેલા કરતાં વધુ કિંમતે મળશે .

છેલ્લા કેટલાક મહિનાથી સ્માર્ટફોન કંપનીઓ ધીમે ધીમે તેમના પ્રોડક્ટસની કિંમતોમાં વધારો કરી રહી છે . નિષ્ણાંતોનું માનવું છે કે આવનારા સમયમાં માત્ર સ્માર્ટફોન જ નહીં , પરંતુ ટેબ્લેટ , LED ટીવી અને લેપટોપ જેવા અન્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પણ વધુ મોંઘા થઈ શકે છે .

તાજેતરમાં સેમસંગે પણ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં DRAM અને મેમરી ચિપ્સની માંગ ઝડપથી વધવાની શક્યતા છે . બીજી તરફ , તેનો સ્ટોક મર્યાદિત રહેવાની શક્યતા છે . જો આવું થાય તો ઉત્પાદન ખર્ચ વધશે અને તેની સીધી અસર સ્માર્ટફોન સહિત અન્ય ઇલેક્ટ્રોનિક્સની કિંમતો પર જોવા મળી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »