તેની Vivo X300 સિરીઝ આગામી મહિને ચીનમાં લોન્ચ કરી રહ્યું છે

ચાઇનિઝ મલ્ટીનેશનલ કંપની તેની Vivo X300 સિરીઝ આગામી મહિને ચીનમાં લોન્ચ કરી રહ્યું છે. જેમાં, Vivo X300 અને Vivo X300 Pro લોન્ચ કરાય તેવી ધારણા છે.

તેની Vivo X300 સિરીઝ આગામી મહિને ચીનમાં લોન્ચ કરી રહ્યું છે

Photo Credit: Vivo

Vivo X300 Pro (ચિત્રમાં) તેના પુરોગામી જેવી જ ડિઝાઇન ધરાવે છે

હાઇલાઇટ્સ
  • X300 અને X300 Pro મોડેલ, લોન્ચ થવાની ધારણા
  • HPB સેન્સર સાથે 200 મેગાપિક્સલના પ્રાઈમરી શૂટર આપવામાં આવશે
  • ફોન ચાર ક્લરમાં, ‘વેલ્વેટ ગ્લાસ’ મટિરિયલનો ઉપયોગ
જાહેરાત

ચાઇનિઝ મલ્ટીનેશનલ કંપની તેની Vivo X300 સિરીઝ આગામી મહિને ચીનમાં લોન્ચ કરી રહ્યું છે. જેમાં, Vivo X300 અને Vivo X300 Pro લોન્ચ કરાય તેવી ધારણા છે. આ સ્માર્ટફોન લોન્ચ થાય તે અગાઉ જ તેની ડિઝાઇન અને કલર અંગેની માહિતી જાણવા મળી છે. ફોન ચાર ક્લરમાં આવશે તેમજ તેમાં ‘વેલ્વેટ ગ્લાસ' મટિરિયલનો ઉપયોગ કરાયો છે. Vivo X300 સિરીઝ લોન્ચ તારીખVivo ના પ્રોડક્ટ મેનેજર હાન બોક્સિયાઓએ જણાવ્યું છે કે, Vivo X300 સિરીઝ ચીનમાં 13 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે ( IST 4:30pm) લોન્ચ કરવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર, લોન્ચ કરાઈ રહેલો સ્માર્ટફોન ઇનવિઝિબલ ડિઝાઇન ટેકનોલોજીથી પ્રેરિત છે. Vivo X300 સિરીઝમાં કેમેરા મોડ્યુલ સર્કલ શેપમાં જાણે ઠંડા કોતરેલા કાચમાં પાણીની બુંદ સમાન લાગી રહ્યું છે. આ ફોન ફ્રી બ્લુ, કમ્ફર્ટેબલ પર્પલ, પ્યોર બ્લેક અને ફોર્થ પિન્ક કલરમાં મળશે.

Vivo X300 સિરીઝમાં પ્રથમ એવી કસ્ટમ બિલ્ટ સુપર સેન્ડ વાઈબ્રેશન મોટર આપવામાં આવી છે. જે સુધારેલી ડિઝાઇન સાથે તેમજ અદ્યતન ઇલેક્ટ્રોમેગ્નેટિક સોલ્યુશન્સ આપશે.

તેના પ્રો મોડેલમાં યુનિવર્સલ સિગ્નલ એમ્પ્લીફાયર ચિપસેટ રહેશે તેમજ અને ડ્યુઅલ-ચેનલ UFS 4.1 ફોર-લેન ઓનબોર્ડ સ્ટોરેજ હશે. જેના કારણે વાંચવાની અને લખવાની સ્પીડ 70 ટકાથી વધુ વધી શકે છે અને મહત્તમ 8.6Gbps સુધી પહોંચી શકે છે.

બંને સ્માર્ટફોન Vivo X300 અને Vivo X300 Pro માં 23mm ફોકલ લેન્થ અને HPB સેન્સર સાથે 200 મેગાપિક્સલના પ્રાઈમરી શૂટર આપવામાં આવશે તેમજ અને Vivo X300 Pro માં CIPA 5.5 સ્તરના એન્ટિ-શેક પ્રમાણપત્ર સાથે 85mm 200 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા આપવામાં આવશે. નવા સ્માર્ટફોન કેમેરા Zeiss કોટિંગ સાથે લોન્ચ કરવામાં આવશે, જેના કારણે કેમેરા પરફોર્મન્સ વધુ સારું રહેવાની અપેક્ષા રાખી શકાય છે.

શક્તિશાળી કેમેરા સાથે આવતી આ સિરીઝ X200 સિરીઝનું સ્થાન લેશે. જોકે, નવી સિરીઝમાં ફક્ત બે મોડેલ, X300 અને X300 Pro મોડેલ, લોન્ચ થવાની ધારણા છે. બેઝ મોડેલની સાથે, Vivo X200 સિરીઝમાં Pro અને Pro Mini મોડેલ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમ લોન્ચ તારીખ નજીક આવશે તેમ ફોન અંગેની વધુ માહિતી પણ બહાર આવશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એમેઝોન સેલમાં ટેબ્લેટ્સના ભાવમાં અકલ્પનીય ઘટાડો
  2. સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ 2025ની ભારતમાં શરુઆત
  3. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025ની શરૂઆત
  4. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને દ્વારા આ ફ્લેગશિપ સ્માર્ટફોન ડિસ્કાઉન્ટેડ ભાવે આપી રહ્યા છે
  5. તેની Vivo X300 સિરીઝ આગામી મહિને ચીનમાં લોન્ચ કરી રહ્યું છે
  6. એમેઝોન સેલ 2025: સેમસંગ સ્માર્ટફોન પર આકર્ષક ઓફર
  7. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈ રહ્યું છે
  8. Xiaomi અને Redmiની વિવિધ સિરીઝના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર
  9. iQOO નો પ્રચલિત ફોન iQOO 13 પણ ડિસ્કાઉન્ટેડ ભાવે મળશે
  10. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ હેઠળ અગ્રણી બ્રાન્ડના ટીવીમાં ડિસ્કાઉન્ટ મળશે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »