એપલ આઇફોન માટે નવી સેટેલાઇટ કનેક્ટિવિટી સુવિધાઓની શ્રેણી પર કામ કરી રહ્યું છે.
Photo Credit: Apple
એપલ iPhone માટે નવા સેટેલાઈટ કનેક્ટિવિટી અને ઇમરજન્સી ફીચર વિકસાવી રહ્યું છે
એપલ iPhone માટે નવા સેટેલાઈટ ફીચર પર કામ કરી રહ્યું છે. હાલમાં આ સેટેલાઈટ કેનેક્ટિવિટી અંગેના ફીચર્સ વિકાસ હેઠળ છે. આ અંગેની માહિતી પાવર ઓન ન્યૂઝ લેટરમાં આપવામાં આવી છે. ન્યૂઝ લેટરમાં બ્લૂમબર્ગના માર્ક ગુરમેને જણાવ્યું કે, સેટેલાઈટ કનેક્ટિવિટી અંગેના 5 ફીચર્સ રજૂ થઈ શકે છે. એપલ આઇફોન માટે નવી સેટેલાઇટ કનેક્ટિવિટી સુવિધાઓની શ્રેણી પર કામ કરી રહ્યું છે.વિકાસ હેઠળની નવી સુવિધાઓ પર નજર નાખીએ તો,સેટેલાઇટ દ્વારા એપલ નકશા: સેલ્યુલર અથવા વાઇ-ફાઇ કનેક્ટિવિટી વિના એપલ નકશામાં નેવિગેશન.સેટેલાઇટ દ્વારા મેસેજમાં ફોટા: સેટેલાઇટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને મેસેજ એપ્લિકેશનમાં ફોટા મોકલવા માટે સપોર્ટ.કુદરતી ઉપયોગ: ઘરની અંદરના વાતાવરણમાંથી સેટેલાઇટ કનેક્ટિવિટી મેળવવા તરફ પ્રયાસ જેમાં, કનેક્ટિવિટી માટે ડિવાઈઝને આકાશ તરફ ફેરવવાની જરૂર રહેશે નહીં.5G ઉપર સેટેલાઇટ: 5G NTN માટે સપોર્ટ, સેલ ટાવર્સને વધુ કવરેજ માટે સેટેલાઈટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
તૃતીય-પક્ષ એપ્લિકેશનો માટે સેટેલાઇટ API ફ્રેમવર્ક: એક API જે ડેવલપરને આપમેળે તેમની એપ્લિકેશનોમાં સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે એકીકૃત કરવાની મંજૂરી આપશે. જો કે તેમાં બધા ફીચર્સ અને સર્વિસ સુસંગત રહેશે નહીં.
હાલમાં સેટેલાઇટ દ્વારા ફોન કોલ્સ, વિડીયો કોલ્સ અથવા વેબ બ્રાઉઝિંગ સક્ષમ કરવાની કોઈ યોજના નથી.
આજે, એપલની સેટેલાઇટ કનેક્ટિવિટી સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે. ભવિષ્યમાં વધુ અદ્યતન ક્ષમતાઓ માટે, એપલ ગ્રાહકોને તે ફીચર્સ માટે સીધા સેટેલાઇટ કેરિયર્સને ચૂકવણી કરવાની યોજના ધરાવે છે.
એપલ સ્પેસએક્સ જેવી કંપની સાથે વિસ્તૃત કનેક્ટિવિટી માટે ચુકવણી અંગે પ્લાન બનાવી શકે છે. કંપનીમાં તેની પોતાની સેટેલાઇટ સેવા ઓફર કરવા અંગે પણ વિચારણા કરી હતી પણ એપલે કેરિયરની જેમ વર્તન ન કરવું જોઈએ તેવા એક વિચાર હેઠળ હાલમાં આ અંગેના કોઈ આયોજન નથી.
અન્ય નવી સેટેલાઇટ સુવિધાઓ વિકાસ હેઠળ છે તે માટે દેખીતી રીતે ગ્લોબલસ્ટારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અપગ્રેડની જરૂર પડશે, તેના માટે એપલે નાણાકીય મદદ કરી હતી. ગુરમેને કહ્યું કે જો સ્પેસએક્સ ગ્લોબલસ્ટારને હસ્તગત કરે છે, તો જરૂરી સુધારાઓ ઝડપથી શરૂ થઈ શકે છે.
એપલ હાલમાં ગ્લોબલસ્ટાર સાથે ભાગીદારીમાં તેના iPhones (iPhone 14 અને પછીના મોડેલો) પર 'ઇમર્જન્સી SOS' જેવી મર્યાદિત સેટેલાઇટ સેવાઓ મફતમાં પ્રદાન કરે છે. જો કે, નવા અહેવાલો સૂચવે છે કે એપલ વપરાશકર્તાઓને સંપૂર્ણ ઇન્ટરનેટ ઍક્સેસ, મેસેજિંગ અથવા ફોટો શેરિંગ જેવી વધુ અદ્યતન ક્ષમતાઓ માટે સેટેલાઇટ સર્વિસ આપનારા પ્લાન માટે ચૂકવણી કરવાની અથવા સબ્સ્ક્રાઇબ કરવાની જરૂર પડી શકે છે.
એરટેલ અને જિઓ જેવી ભારતીય ટેલિકોમ કંપનીઓએ ભારતમાં સ્ટારલિંક સેવાઓ શરૂ કરવા માટે સ્પેસએક્સ સાથે ભાગીદારી કરી છે, પરંતુ એપલ અને સ્પેસએક્સ વચ્ચે આઇફોન માટે ડાયરેક્ટ પેઇડ પ્લાનની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
જાહેરાત
જાહેરાત