Samsung તેની ગેલેક્સી S26 સિરીઝ આ વર્ષના અંતે સુધીમાં લોન્ચ કરવાની યોજના ધરાવતી હતી. પરંતુ તેમાં ફેરફાર કરીને હવે જાન્યુઆરી 2026 ના અંતમાં લોન્ચ કરશે તેવી ધારણા છે.
Photo Credit: Onleaks
સેમસંગ ગેલેક્સી S26 શ્રેણી જાન્યુઆરી 2026 માં લોન્ચ થઈ શકે છે.
સેમસંગ નવી ગેલેક્સી એસ 26 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, એક અહેવાલ પ્રમાણે દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ નવી શ્રેણીના લોન્ચિંગમાં વિલંબ કરી શકે છે. Samsung તેની ગેલેક્સી S26 સિરીઝ આ વર્ષના અંતે સુધીમાં લોન્ચ કરવાની યોજના ધરાવતી હતી. પરંતુ તેમાં ફેરફાર કરીને હવે તેની રિલીઝ પાછી ઠેલીને જાન્યુઆરી 2026 ના અંતમાં લોન્ચ કરશે તેવી ધારણા છે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે લોન્ચની તારીખ એક મહિનો પાછી ઠેલવામાં આવી છે. જો કે અન્ય એક અહેવાલ સૂચવે છે કે તેમાં કોઈ વિલંબ થશે નહીં. કોરિયાના વિશ્વસનીય મીડિયા આઉટલેટ ચોસુન અહેવાલ આપે છે કે, સેમસંગ જાન્યુઆરી 2026 ના અંતમાં ગેલેક્સી S26 શ્રેણી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ફેબ્રુઆરીમાં નવા ફ્લેગશિપ સ્માર્ટફોનનું વેચાણ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
અગાઉ સેમસંગના એક અધિકારીએ આ ફોનના ઉત્પાદનને અંતિમરૂપ આપવામાં વિલંબને કારણે લોન્ચમાં સંભવિત વિલંબનો સંકેત આપ્યો હતો. S26 Plusનું કામ ઝડપી ચાલી રહ્યું છે જો કે, તેમાં હજુ થોડો વધુ સમય લાગી શકે છે.
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના નજીકના સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે તેની ડિઝાઇનમાં એજ દૂર કરવામાં અને પ્લસ મોડલનો ઉમેરો કરવાથી તેમાં હાર્ડવેર ચકાસણી ચાલી રહી હોવાથી આ વિલંબ સર્જાયો છે. હવે આ કાર્ય પૂર્ણ થતાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ શક્ય બન્યું છે.
તેનું સત્તાવાર લોન્ચ 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ થવાની ધારણા હતી. તેમાં બે સપ્તાહના પ્રી-ઓર્ડરના ગાળા પછી, અનેક દેશોમાં તેનું માર્ચના પહેલા સપ્તાહમાં વેચાણ શરૂ થશે તેવી ધારણા હતી. વિશ્વભરના ડઝનબંધ દેશોમાં માર્ચના પ્રથમ અઠવાડિયામાં જાહેર વેચાણની અપેક્ષા હતી.
અહેવાલમાં એવો ભારપૂર્વક ઉલેખ કરાયો છે કે, S25 એજના ઓછા વેચાણને કારણે S26 એજ અંગેની યોજના રદ કરવામાં આવી હતી. સેમસંગે S26 પ્લસને પુનર્જીવિત કરવું પડ્યું કારણ કે વેચાણના આંકડામાં મોટો તફાવત હતો, અને તેના કારણે આવકમાં મોટું નુકશાન થવાની શક્યતા દેખાઈ રહી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2025 સુધીમાં, ગેલેક્સી S25 પ્લસનું 3 મહિનાનું વેચાણ 5.05 મિલિયન હતું, જ્યારે ગેલેક્સી S25 એજનું વેચાણ ફક્ત 1.31 મિલિયન હતું. પ્લસની સરખામણીએ, સ્લિમ સ્માર્ટફોનનું વેચાણ 74% ઓછું નંધાયું હતું. જેને સેમસંગે લગભગ રદ કરી દીધો હતો.
દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ સેમસંગ કેમેરા આઇલેન્ડને રિડિઝાઇન કરી શકે છે. આગામી હેન્ડસેટમાં પિલ શેપ મોડ્યુલની અંદર ત્રણ કેમેરા લેન્સ મળશે તેવું S26 અલ્ટ્રાના ફોટા દર્શાવે છે.
જાહેરાત
જાહેરાત