OnePlus Ace 6 Pro Max ટૂંક સમયમાં Snapdragon 8 Gen 5 સાથે આવી શકે છે. 16GB RAM, 1TB સ્ટોરેજ, 165Hz OLED ડિસ્પ્લે અને 8,000mAh બેટરી સાથે આ મોડલ પરફોર્મન્સ, ડિસ્પ્લે અને બેટરી ત્રણેયમાં પ્રીમિયમ અનુભવ આપે છે.
Photo Credit: OnePlus
OnePlus Ace 6 (ચિત્રમાં) 16GB સુધી LPDDR5X અલ્ટ્રા રેમ, 512GB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજને સપોર્ટ કરે છે
OnePlus ટૂંક સમયમાં પોતાની નવી સ્માર્ટફોન લાઇનઅપમાં ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. Ace 6 Pro Max નામનો આ અપકમિંગ ફ્લેગશિપ પહેલેથી જ લીક્સમાં ખલબલી મચાવી રહ્યો છે. ખાસ કરીને તેનું સૌથી મોટું આકર્ષણ, Qualcomm નો આગામી પાવરફુલ ચિપસેટ Snapdragon 8 Gen 5 આ ફોનને શક્ય છે કે વિશ્વનો પહેલો મોડલ બનાવે જે આ ચિપસેટ સાથે આવશે. ઓક્ટોબરમાં લોન્ચ થયેલા Ace 6 પછી, આ ‘Pro Max' વર્ઝન વધુ શક્તિશાળી અપગ્રેડ સાથે નવેમ્બરના અંત સુધીમાં ચીનમાં રજૂ થવાની ધારણા છે.પરફોર્મન્સની વાત કરીએ તો, આ હેન્ડસેટમાં ટોપ-ટિઅર સ્પેસિફિકેશન્સ જોવા મળી શકે છે. લીક્સ મુજબ, ફોન 12GB અને 16GB LPDDR5x Ultra RAM વિકલ્પોમાં મળશે, જે multitasking ને એકદમ બટર-સ્મૂથ બનાવશે. સાથે જ, 256GB, 512GB અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ જે મોટી ફાઈસ્ટ, ગેમ્સ અને 4K વીડિયો સ્ટોર માટે પૂરતી ક્ષમતા આપે છે.
ડિઝાઇનની બાબતમાં, ત્રણ રંગ વિકલ્પો વિશે ચર્ચા ચાલી રહી છે જેમાં Electric Purple, Flash Black અને Shadow Green. રસપ્રદ વાત એ છે કે લીક્સમાં Shadow Green ને “Glimpse Green” તરીકે પણ ઓળખાવવામાં આવ્યું છે. શક્ય છે કે નામનો ફરક ચીની સૂત્રોમાંથી અનુવાદ દરમિયાન થયો હોય, પરંતુ કલર્સ પ્રીમિયમ લુક આપે તેવી ખાતરી છે.
ડિસ્પ્લે વિભાગ OnePlus Ace 6 Pro Max ને વધુ યાદગાર બનાવે છે. ફોનમાં 6.7-ઇંચ OLED સ્ક્રીન સાથે 1.5K રિઝોલ્યુશન અને 165Hz રિફ્રેશ રેટ મળવાની ધારણા છે, જે ગેમિંગ, સ્ક્રોલિંગ અને વિડિઓ અનુભવને અતિ સ્મૂથ બનાવશે. બેટરી ક્ષમતામાં પણ OnePlus મોટી ચાલ ચલવા તૈયાર છે જે 8,000mAh બેટરી સાથે 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ! લાંબા સમય સુધી બેકઅપ સાથે ઝડપી ચાર્જિંગ—દૈનિક ઉપયોગમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ફોટોગ્રાફી લવર્સ માટે પણ આનંદની ખબર છે. OnePlus Ace 6 Pro Maxમાં 50-મેગાપિક્સલનો OIS પ્રાથમિક કેમેરા અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સનો ડ્યુઅલ રીઅર સેટઅપ જોવા મળી શકે છે. સેલ્ફી માટે, 32MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે, જે સારી લાઈટિંગમાં તો ઝળહળતી તસવીરો આપશે જ, પરંતુ ઓછી લાઈટમાં પણ ડિટેઇલ્સ જાળવી રાખશે.
અન્ય ફીચર્સમાં પણ OnePlus કંજૂસી કરતા દેખાતું નથી. ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, NFC, x-axis લિનિયર મોટર અને મેટલ મિડ-ફ્રેમ જેવી સુવિધાઓ મળી શકે છે, જે પ્રીમિયમ અનુભવ આપે છે. સોફ્ટવેર તરફ, ડિવાઇસ Android 16 આધારિત ColorOS 16 પર ચાલશે અને અંદાજિત વજન લગભગ 216 ગ્રામ હશે.
લીક્સ અનુસાર, OnePlus Ace 6 Pro Maxનું લોન્ચ ખૂબ નજીક છે. રસપ્રદ બાબત એ છે કે આ ફોન ભારતીય બજારમાં OnePlus 15R તરીકે રિબ્રાન્ડ થઈને આવી શકે છે, જે કિંમત અને સ્પેસિફિકેશન્સના આકર્ષક કોંબિનેશન સાથે મિડ-ફ્લેગશિપ સેગમેન્ટમાં જોરદાર ટક્કર આપશે. ટૂંકમાં કહીએ તો, OnePlus Ace 6 Pro Max જે અગામી Snapdragon 8 Gen 5, 16GB RAM, 1TB સ્ટોરેજ, 165Hz OLED, 8,000mAh બેટરી અને 50MP OIS કેમેરા સાથે, પરફોર્મન્સ અને ફીચર્સનો શક્તિશાળી મિશ્રણ તૈયાર કરે છે. પ્રીમિયમ વર્ગ માટે આ સ્માર્ટફોન ચોક્કસપણે નજર રાખવા જેવો છે!
જાહેરાત
જાહેરાત