Find X9 સિરીઝ ભારતમાં 18 નવેમ્બરે લોન્ચ થવાની છે જેમાં, Oppo Find X9 અને Oppo Find X9 Pro બજારમાં મુકાશે.
Photo Credit: Oppo
Oppo Find X9 સિરીઝ 16 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી.
Oppo Find X9 સિરીઝ ભારતમાં 18 નવેમ્બરે લોન્ચ થવાની છે જેમાં, Oppo Find X9 અને Oppo Find X9 Pro બજારમાં મુકાશે. લોન્ચ અગાઉ કંપનીએ તેની વેબસાઇટ પર આ સ્માર્ટફોનની રેમ, સ્ટોરેજ તેમજ અન્ય ફીચર્સ અંગેની માહિતી આપી છે. Find X9 સિરીઝને ચીનમાં 16 ઓક્ટોબરના રોજ લોન્ચ કરાઈ હતી.Oppo Find X9 અને Oppo Find X9 Pro ના સ્પેસિફિકેશન્સ,Oppo Find X9 અને Oppo Find X9 pro ડાયમેન્સિટી 9500 પ્રોસેસર દ્વારા સંચાલિત થશે અને ગ્રાફિક્સ અંગેના સઘન કાર્યો કરવા માટે આર્મ G1-અલ્ટ્રા GPU સાથે આવશે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 16 પર આધારિત કલરઓએસ 16 પર ચાલશે. Find X9 માં 7,050mAh બેટરી , જ્યારે Pro મોડેલમાં 7,500mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. બેટરી 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Oppo Find X9 બે કલરમાં મળશે. જેમાં, સ્પેસ બ્લેક અને ટાઇટેનિયમ ગ્રે નો સમાવેશ થાય છે. 12GB રેમ અને 256GB સ્ટોરેજ તેમજ 16GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે ફોન મળશે. Find X9 Pro સ્માર્ટફોનમાં સિંગલ રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટ ઓફર કરશે. તે 16GB રેમ અને 512GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે મળશે. તે સિલ્ક વ્હાઇટ અને ટાઇટેનિયમ ચારકોલ ક્લરમાં મળશે.
Oppo Find X9 અને Oppo Find X9 Pro બંને ફોનમાં 95.5 ટકા સુધીના સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે ફ્લેક્સિબલ AMOLED સ્ક્રીન હશે. તેમાં, ટ્રિપલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે. Find X9 અને Find X9 Pro માં 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 50-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ રહેશે. સ્ટાન્ડર્ડ મોડેલમાં 50-મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર હશે, જ્યારે Pro વેરિઅન્ટમાં 200-મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર આપવામાં આવી શકે છે.
ઓપ્પોએ અગાઉ લોન્ચના શરૂઆતના દિવસોમાં સ્માર્ટફોન ખરીદનારા માટે Oppo Find X9 સિરીઝ માટે રૂ. 99 ની કિંમતના પ્રિવિલેજ પેકની જાહેરાત કરી હતી. તે ખરીદેલા Find X9 સિરીઝ સ્માર્ટફોન સાથે 1,000 રૂપિયાની એક્સચેન્જ કૂપન, ફ્રી SUPERVOOC 80W પાવર એડેપ્ટર અને બે વર્ષનો બેટરી પ્રોટેક્શન પ્લાન જેવા લાભો પ્રદાન કરે છે.
આ ફોન ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP66, IP68 અને IP69 રેટિંગ્સ ધરાવે છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં 5 G , 4 G એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે.
જાહેરાત
જાહેરાત