મોટોરોલા એજ ૭૦—૫.૯૯ મીમી સુપર સ્લિમ અને શક્તિશાળી!

Motorola એ વૈશ્વિક બજારમાં નવા Edge 70 સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે. માત્ર 5.99mm જાડાઈ અને 159g વજન ધરાવતા આ ફોનમાં Snapdragon 7 Gen 4, Super HD pOLED ડિસ્પ્લે, 50MP ટ્રિપલ કેમેરા અને 4,800mAh બેટરી જેવી પ્રીમિયમ સુવિધાઓ છે, જે તેને iPhone Air અને Galaxy S25 Edge જેવા હાઈએન્ડ મોડેલો સાથે સ્પર્ધા કરવા લાયક બનાવે છે

મોટોરોલા એજ ૭૦—૫.૯૯ મીમી સુપર સ્લિમ અને શક્તિશાળી!

Photo Credit: Motorola

Moto G67 Power 5G માં 50-મેગાપિક્સલનો Sony LYTIA 600 પ્રાઇમરી રીઅર કેમેરા છે

હાઇલાઇટ્સ
  • 5.99mm સુપર સ્લિમ ડિઝાઇન + 159g વજન
  • Snapdragon 7 Gen 4 + 50MP પ્રાઇમરી, 50MP સેલ્ફી
  • 4,800mAh બેટરી સાથે 68W ફાસ્ટ + 15W વાયરલેસ ચાર્જિંગ
જાહેરાત

Motorola એ પોતાની નવી Edge 70 સ્માર્ટફોનને વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યો છે. આ ડિવાઇસનું સૌથી ખાસ આકર્ષણ છે તેનું અત્યંત પાતળું ડિઝાઇન, માત્ર 5.99mm જાડાઈ અને 159 ગ્રામનું હળવુ વજન, જે તેને પ્રીમિયમ સેગમેન્ટમાં સીધી iPhone Air અને Galaxy S25 Edge સાથે ટક્કર આપે તેવી સ્થિતિમાં મૂકે છે.તે Pantone Bronze Green, Pantone Lily Pad અને Gadget Grey ત્રણ આકર્ષક રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. સ્લિમ બોડી અને મેટ ફિનિશનું કોમ્બિનેશન તેને સ્ટાઇલિશ તેમજ પ્રીમિયમ લૂક આપે છે.ફોનમાં 6.67-ઇંચ Super HD pOLED ડિસ્પ્લે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ, HDR10+ સપોર્ટ અને 4,500 nits પીક બ્રાઇટનેસનું સંયોજન જોવા મળે છે. Gorilla Glass 7i પ્રોટેક્શન અને 446ppi પિક્સેલ ડેન્સિટી visualsને વધુ તેજસ્વી અને સ્પષ્ટ બનાવે છે. 300Hz ટચ સેમ્પલિંગ રેટ ગેમિંગ અને સ્મૂથ UI અનુભવને વધુ મજબૂત બનાવે છે. પ્રદર્શનની બાબતમાં, Motorola Edge 70માં Snapdragon 7 Gen 4 ચિપસેટ છે, 12GB RAM અને 512GB સુધીની સ્ટોરેજ સાથે જે multitasking અને દૈનિક heavy યુઝ માટે ઉત્તમ છે.

કેમેરા સેગમેન્ટમાં પણ આ ફોન નિરાશ કરતો નથી. તેમાં OIS સાથે 50MP પ્રાઇમરી કેમેરા, dedicated light sensor ધરાવતો 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50MP સેલ્ફી કેમેરા છે. Photo અને video બંનેમાં તેજ, ડિટેઇલ અને નેચરલ કલર રીપ્રોડક્શન માટે આ સેટઅપ અનુકૂળ છે. બેટરી તરીકે 4,800mAh સિલિકોન-કાર્બન સેલ આપવામાં આવ્યો છે, જે એક જ ચાર્જ પર 29 કલાક Video Playback અને 66 કલાક સુધી Music Streamingનું વચન આપે છે. 68W વાયરડ અને 15W વાયરલેસ ચાર્જિંગ તેને ખૂબ અનુકૂળ બનાવે છે.

ફોન Android 16 પર ચાલે છે અને Motorola જૂન 2031 સુધી security updates આપશે તેવું જણાવે છે. ThinkShield security, Face Unlock અને in-display fingerprint scanner સુરક્ષામાં વધારો કરે છે. કનેક્ટિવિટી માટે 5G, Wi-Fi 6E, NFC, Bluetooth, USB-C અને GPS/GLONASS/Galileo જેવી સાધારણ સુવિધાઓ છે. Dolby Atmos સપોર્ટ ધરાવતા dual stereo speakers multimedia અનુભવને એક સ્તર ઉપર લઈ જાય છે. ડિવાઇસ aircraft-grade aluminium બોડી સાથે આવે છે, MIL-STD-810H durability ટેસ્ટ પાસ કરે છે અને IP68 + IP69 રેટિંગ ધરાવે છે જે ધૂળ અને પાણીથી મજબૂત રક્ષણ આપે છે.

યુકેમાં Motorola Edge 70ની કિંમત GBP 700 (લગભગ ₹80,000) રાખવામાં આવી છે, જ્યારે યુરોપ અને મધ્ય પૂર્વમાં તેની શરૂઆત EUR 799 (લગભગ ₹81,000)થી થશે. ભારતમાં લોન્ચ થશે તો આ ફોન high-end માર્કેટમાં iPhone Air અને Galaxy S25 Edge માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. પાતળા ડિઝાઇન, શક્તિશાળી ચિપસેટ, Super HD pOLED સ્ક્રીન, 50MP ટ્રિપલ કેમેરા, ફાસ્ટ ચાર્જિંગ અને મજબૂત બિલ્ડ, આ બધું Motorola Edge 70ને પ્રીમિયમ કેટેગરીમાં એક મજબૂત પ્રતિસ્પર્ધી બનાવે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »