અગાઉ લોન્ચ થયેલા Agni 3 ની સફળતા બાદ, કંપની હવે તેના અનગામી Lava Agni 4 માં અપગ્રેડ સાથે આવી રહી છે.
Photo Credit: Lava Mobiles
લાવા અગ્નિ 4 એ લાવા અગ્નિ 3 નું આગામી અનુગામી છે.
Lava Agni 4 ભારતમાં 20 નવેમ્બરે લોન્ચ થઈ રહ્યું છે ત્યારે તેના સ્પેસિફિકેશન્સ અંગેની માહિતી અગાઉથી જ બહાર આવી રહી છે. એક ટિપસ્ટરે માહિતી લીક કરી છે તે પ્રમાણે Lava Agni 4 કસ્ટમાઇઝ કરી શકાય તેવી એક્શન કી અને ટ્રિપલ રીઅર કેમેરા સિસ્ટમ સાથે લોન્ચ થઈ શકે છે. તેમાં, 1.5K-રિઝોલ્યુશન ડિસ્પ્લે અને રીફ્રેશ રેટ 120Hz સુધી મળશે. અગાઉ લોન્ચ થયેલા Agni 3 ની સફળતા બાદ, કંપની હવે તેના અનગામી Lava Agni 4 માં અપગ્રેડ સાથે આવી રહી છે.Lava Agni 4 ની કિંમત (અંદાજિત)ભારતમાં, લાવા અગ્નિ 4 ની કિંમત રૂ. 30,000 થી ઓછી હોવાનું માનવામાં આવે છે. તે "ઝીરો બ્લોટવેર" અનુભવ આપે તેવી શક્યતા છે અને બ્રાન્ડના અન્ય સ્માર્ટફોનની જેમ તેના માલિકો માટે મફત હોમ રિપ્લેસમેન્ટ સર્વિસ આપશે.
ટિપસ્ટર દેબાયન રોય (ગેજેટ્સડેટા) એ X પરની એક પોસ્ટમાં લોન્ચ થઈ રહેલા લાવા અગ્નિ 4 ના સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા છે તે પ્રમાણે તેમાં 6.67-ઇંચ સ્ક્રીન રહેશે. મીડિયાટેકના ડાયમેન્સિટી 8350 ચિપસેટ દ્વારા સંચાલિત હશે, જે UFS 4.0 સ્ટોરેજ સાથે જોડાયેલ હશે. જે ફોનને ફાસ્ટ અને કાર્યક્ષમ બનાવશે. લાવા દ્વારા અગાઉ તેના પ્રોસેસર અંગે માહિતી આપવામાં આવી હતી. આ સ્માર્ટફોન ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ ને ચાર વર્ષના સિક્યોરિટી અપડેટ્સ સાથે આવશે.
ફોન બે પ્રીમિયમ અને આકર્ષક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. Lunar Mist અને Phantom Black, જે બંને કલર્સ તેને એક મોડર્ન, રોયલ અને સ્ટાઇલિશ ફીલ આપે છે.
Lava Agni 4 માં ડ્યુઅલ રીઅર કેમેરા આવશે, જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) માટે સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે તેમાં 50-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા આવી શકે છે.
Lava Agni 4 માં એક સારું ફીચર એ છે કે તેમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવી એક્શન કી હશે , તે વપરાશકર્તા દ્વારા સોંપવામાં આવેલા કોઈપણ કાર્ય માટે શોર્ટકટ કી તરીકે સેવા આપશે. અન્ય ફીચર્સ જોઈએ તો, ડ્યુઅલ સ્પીકર્સ, X-એક્સિસ હેપ્ટિક્સ અને ધૂળ અને પાણી સામે રક્ષણ માટે તેને IP64 રેટિંગ પ્રાપ્ત છે.
લાવા અગ્નિ 4 માં કનેક્ટિવિટી વિકલ્પોમાં USB 3.2, ઇન્ફ્રારેડ (IR) અને Wi-Fi 6E શામેલ હોઈ શકે છે. આ જ ટિપસ્ટરે અગાઉ દાવો કર્યો હતો કે આગામી હેન્ડસેટમાં 5,000mAh બેટરી હશે જે 66W પર ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે.
જાહેરાત
જાહેરાત