Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી

Honda એ પોતાનું નવું QC3 ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું છે . તેમાં 3kWhની ફિક્સ્ડ બેટરી , 150 કિમીથી વધુ IDC રેન્જ, 5 ઈંચનું TFT ડિસ્પ્લે આપવામાં આવી છે

Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3kWhની ફિક્સ્ડ બેટરી છે .

હાઇલાઇટ્સ
  • કંપનીના પોર્ટફોલિયોમાં પહેલેથી જ " Activa e " અને QC1 જેવા ઇલેક્ટ્રિક સ્ક
  • Honda QC3 માં 3kWhનો ફિક્સ્ડ બેટરી પેક આપવામાં આવ્યો
  • સ્કૂટરમાં 5 ઈંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું
જાહેરાત

દેશના ટૂ -વ્હીલર માર્કેટમાં મજબૂત હાજરી ધરાવતી Honda Motorcycle & Scooter India ( HMSI ) એ પોતાનું નવું QC3 ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું છે . કંપનીના પોર્ટફોલિયોમાં પહેલેથી જ " Activa e " અને QC1 જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપલબ્ધ છે , જયારે હવે QC3 વધુ લાંબી રેન્જ , ફિક્સ્ડ બેટરી પેક અને આધુનિક કનેક્ટેડ ટેક્નોલોજી સાથે આવ્યો છે .

Honda QC3 માં 3kWhનો ફિક્સ્ડ બેટરી પેક આપવામાં આવ્યો છે . કંપનીના જણાવ્યા મુજબ , તેની બેટરીને 0 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં અંદાજે 2.40 કલાક લાગે છે . મીડિયા રિપોર્ટ અનુસાર , આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 150 કિલોમીટરથી વધુ IDC રેન્જ આપી શકે છે . સ્કૂટરના સીટની નીચે લગભગ 32 લિટર સ્ટોરેજ સ્પેસ આપવામાં આવ્યો છે , જેથી રોજિંદા ઉપયોગમાં વધુ સુવિધા મળે છે . તેમાં " સ્માર્ટ કી સિસ્ટમ " પણ આપવામાં આવી છે .

સ્કૂટરમાં 5 ઈંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે , જે કનેક્ટેડ ફીચર્સને સપોર્ટ કરે છે . ડિસ્પ્લે પર વાહન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી જોવા મળે છે . સાથે જ તેમાં " Honda RoadSync " કનેક્ટિવિટી , ટર્ન - બાય - ટર્ન નેવિગેશન અને અન્ય સ્માર્ટ ફંક્શન્સનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે .

Hondaનું કહેવું છે કે QC3 ખાસ કરીને એવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે , જેઓ રોજિંદા મુસાફરી દરમિયાન વધુ રેન્જ અને આધુનિક સુવિધાઓ ઈચ્છે છે . ભારતમાં હાલમાં Activa eની શરૂઆતની કિંમત રૂપિયા 1.17 લાખ ( એક્સ - શોરૂમ ) છે તે એક વખતના ચાર્જમાં લગભગ 102 કિલોમીટરની રેન્જ આપે છે . બીજી તરફ QC1ની શરૂઆતની કિંમત રૂપિયા 90,022 ( એક્સ - શોરૂમ ) છે અને તેની રેન્જ લગભગ 80 કિલોમીટર છે .


ભારતીય ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં Hondaનો સીધો મુકાબલો Bajaj Auto , TVS Motor , Ather Energy અને Ola Electric જેવી કંપનીઓ સાથે છે .

Activa eમાં પણ મળે છે એડવાન્સ ફીચર્સ :

Hondaના Activa eમાં LED હેડલેમ્પ , બંને બાજુ ટર્ન ઈન્ડિકેટર્સ અને આગળ LED DRL આપવામાં આવ્યા છે . સ્કૂટરમાં 1.5kWhની બે સ્વેપેબલ બેટરી આપવામાં આવી છે , જે મળીને બેટરી સિસ્ટમ બનાવે છે , તેમાં Standard , Sport અને Econ એમ ત્રણ રાઇડિંગ મોડ્સ ઉપલબ્ધ છે . ઉપરાંત , Honda RoadSync Duo ફીચરની મદદથી સ્માર્ટફોનને બ્લૂટૂથ દ્રારા કનેક્ટ કરી ફોન કોલ્સ અને નેવિગેશન જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે . Hondaનું પેટ્રોલ સંચાલિત Activa ભારતના સૌથી વધુ વેચાતા સ્કૂટરમાંનું એક છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  2. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  3. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  4. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  5. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
  6. ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત
  7. બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક , સરકારે સંસદમાં આપી માહિતી
  8. Android 17નું નવું માઈગ્રેશન ફીચર , હવે iPhoneમાંથી Androidમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર થશે ડેટા
  9. ભારતમાં લોન્ચ Kia Syros EV, Cretaને આપશે ટક્કર
  10. Poco F9 Pro અને Poco F9 Ultraના લોન્ચના સંકેત , Snapdragon 8 Elite સિરીઝ ચિપસેટ મળવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »