IndiGoએ પોતાના 20 વર્ષની કામગીરી પૂર્ણ થતા ફ્રી ફ્લાઈટની ટિકિટ આપવાની ઓફર બહાર પાડી છે
Photo Credit: X/@IndiGo6E
IndiGoએ 20મી વર્ષગાંઠ ઓર 20,000 ફ્રી ફ્લાઇટ ટિકિટ આપવાનું ઓફર શરૂ કર્યું છે
દેશની સૌથી મોટી એરલાઇન IndiGo એ તેના 20 વર્ષ પૂર્ણ કર્યા છે . આ ખાસ અવસર પર કંપનીએ મુસાફરો માટે આકર્ષક ઓફર જાહેર કરી છે . આ ઓફર હેઠળ 20,000 ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટનું ભાડું પરત આપવામાં આવશે . જોકે , ટિકિટ શરૂઆતથી જ મફત નહીં મળે . પહેલા ગ્રાહકોએ ટિકિટ બુક કરાવવાની રહેશે અને ત્યારબાદ પસંદ થયેલા મુસાફરોને તેમની ટિકિટના ભાડાની રકમ રિફંડ કરવામાં આવશે . કંપનીનું કહેવું છે કે આ ઓફર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ રહેશે .
આ ઓફર 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ , 2026 દરમિયાન કરવામાં આવેલા ડોમેસ્ટિક ફ્લાઇટ બુકિંગ માટે લાગુ પડે છે . મુસાફરોને બુકિંગ માત્ર IndiGoની ઓફિશિયલ વેબસાઈટ , મોબાઈલ એપ અથવા AI વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ '6Eskai ' દ્રારા કરાવવું પડશે . અન્ય કોઈ ટ્રાવેલ વેબસાઈટ અથવા એજન્ટ દ્રારા કરાયેલા બુકિંગ આ ઓફરમાં સામેલ નહીં થાય . કંપનીના જણાવ્યા મુજબ , આ સમયગાળા દરમિયાન બુકિંગ કરનારા ગ્રાહકોમાંથી વિજેતાઓની પસંદગી સંપૂર્ણપણે રેન્ડમ રીતે કરવામાં આવશે .
જે મુસાફરોની પસંદગી થશે તેમને ઈમેલ અને WhatsApp દ્રારા જાણ કરવામાં આવશે . સાચો જવાબ આપવા માટે ત્રણ તક આપવામાં આવશે . જો મુસાફર યોગ્ય જવાબ આપશે તો સંબંધિત PNR માટે વધુમાં વધુ રૂપિયા 10,000 સુધીનું ભાડું પરત કરવામાં આવશે . કંપનીના જણાવ્યા મુજબ , રિફંડની રકમ 3 થી 5 દિવસમાં ગ્રાહકોના ખાતામાં જમા થઈ જશે .
આ ઓફર ઈકોનોમી ક્લાસ અને IndiGoStretch બંને પ્રકારની ડોમેસ્ટિક ફ્લાઇલ માટે લાગુ પડે છે . તેમાં વન - વે તેમજ રાઉન્ડ - ટ્રિપ બંને પ્રકારના બુકિંગનો સમાવેશ થાય છે . જોકે દરેક મુસાફરને રિફંડ મળશે તેવી કોઈ ખાતરી નથી , કારણ કે વિજેતાઓની પસંદગી સંપૂર્ણપણે નસીબના આધારે કરવામાં આવશે .
IndiGoએ 4 ઓગસ્ટ , 2026ના રોજ દિલ્હી - ગુવાહાટી -ઇમ્ફાલ રૂટ પર તેની પહેલી કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કરી હતી . આજે કંપની ભારતની સૌથી મોટી એરલાઇન બની ગઈ છે અને ભારતીય ઉડ્ડયન બજારમાં લગભગ 51 ટકા માર્કેટ શેર ધરાવે છે હાલમાં IndiGo દેશ અને વિદેશના અનેક શહેરોમાં દરરોજ હજારો ફ્લાઈટ્સનું સંચાલન કરે છે અને લાખો મુસાફરોને સેવા આપે છે .
જાહેરાત
જાહેરાત