સ્માર્ટફોન 7 ઓગસ્ટે Flipkart પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે . ગ્રાહકો આ ફોનને 9 મહિનાની નો - કોસ્ટ EMI વિકલ્પથી પણ ખરીદી શકે છે .
Photo Credit: poco
ભારતમાં Poco M8 Powerની શરૂઆતની કિંમત રૂપિયા 24,999 રાખવામાં આવી છે .
ભારતમાં Poco કંપનીએ પોતાનો નવો Poco M8 Power સ્માર્ટફોન લોન્ચ કર્યો છે . આ ફોનમાં 6.9 ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે , Snapdragon 4 Gen 4 પ્રોસેસર , 50MP AI ડયુઅલ કેમેરા અને Android 16 આધારિત Xiaomi Hyper OS 3 આવે છે . માર્કેટમાં આ ફોનની શરૂઆતની કિંમત રૂપિયા 25,000 રાખવામાં આવી છે. Poco M8 Powerની સૌથી મોટી ખાસિયત તેની 8,000mAh Silicon Carbonની બેટરી છે જે લાબું બેકઅપ આપે છે .
Poco M8 Powerને 6GB +128GB અને 8GB + 128GB એમ બે સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે . જેની કિંમત અનુક્રમે રૂપિયા 24,999 અને રૂપિયા 27,999 રાખવામાં આવી છે . જોકે લોન્ચ ઓફરમાં 12 કલાક માટે રૂપિયા 1,000 ના ડિસ્કાઉન્ટ કુપન અને રૂપિયા 2,000નો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહેશે . ફોન એક્સચેન્જ કરતા આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 21,999 અને રૂપિયા 24,999 સુધી થઈ જશે . આ સ્માર્ટફોન 7 ઓગસ્ટે Flipkart પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે . ગ્રાહકો આ ફોનને 9 મહિનાની નો - કોસ્ટ EMI વિકલ્પથી પણ ખરીદી શકે છે .
Poco M8 Powerની સૌથી મોટી ખાસિયત તેની 8,000mAh Silicon Carbon બેટરી છે . તેમાં Xiaomiનો Surge G1 Battery Management Chip આપવામાં આવી છે , જે બેટરીનો કામ સારી રીતે વધારે છે . ફોનમાં 45W ફાસ્ટ ચાર્જિંગ અને 22.5 વાયર્ડ રિવર્સ ચાર્જિંગ સ્પોર્ટ પણ મળે છે .
આ ફોનમાં 6.9 ઇંચની FHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hz રિફ્રેશ રેટની સાથે 1,800 nits પીક બ્રાઇટનેસ અને DCI - P3 કલર ગેમટ આવે છે . આની સાથે Sunlight Display, TUV Eye Protection, Wet Touch 2.0 અને ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યા છે .
ફોટોગ્રાફી માટે Poco M8 Powerમાં 50MP AI ડયુઅલ કેમેરા આપવામાં આવ્યું છે જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જેમાં Video Beauty, Fill Light અને Teleprompter નો સપોર્ટ પણ મળશે .
પરફોર્મન્સ માટે આ સ્માર્ટફોનમાં 4nm પ્રોસેસર Qualcomm Snapdragon 4 Gen 4 ચિપસેટ આપવામાં આવી છે . જેમાં 8GB સુધી LPDDR4X RAM અને વર્ચ્યુઅલ RAMની સાથે UFS 2.2 સ્ટોરેજ મળે છે . ફોનમાં Corning Gorilla Glass 7iનું પ્રોટેકશન , 5G , Wi-Fi , Bluetooth 5.1 અને IR Blaster જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch