Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે

Xiaomiએ ચીનમાં Redmi 17 5G લોન્ચ કર્યું છે . સ્માર્ટફોનમાં 6300mAh બેટરી આપવામાં આવી છે

Xiaomiનો  Redmi 17 5G  રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે

Photo Credit: Redmi

Redmi 17 5G સ્માર્ટફોનમાં 6300mAh બેટરી આપવામાં આવી છે

હાઇલાઇટ્સ
  • Redmi 17 5G સ્માર્ટફોન લોન્ચ
  • 6.9 ઇંચની HD+ LCD ડિસ્પ્લે
  • 6,300mAhની બેટરી
જાહેરાત

Xiaomiએ ચીનમાં પોતાનો નવો  Redmi 17 5G  સ્માર્ટફોન લોન્ચ કર્યો છે . આ એક બજેટ 5G ફોન છે , જેમાં 6,300mAhની મોટી બેટરી , 120Hz ડિસ્પ્લે , Unisoc T8300 પ્રોસેસર અને Android 16 આધારિત HyperOS આપવામાં આવ્યું છે . ફોનમાં13 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા પણ છે . આ ઉપરાંત , વરસાદ કે ભીના હાથથી પણ સ્ક્રીન સારી રીતે કામ કરે તે માટે Wet Touch 2.0 ફીચર આપવામાં આવ્યું છે .

Redmi 17 5G કિંમત :

ચીનમાં Redmi 17 5G ની શરૂઆતની કિંમત 999 યુઆન ( આશરે રૂપિયા 14,000) છે જે 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે . જયારે 6GB RAM + 128GB સ્ટોરેજ મોડેલની કિંમત 1,199 યુઆન ( આશરે રૂપિયા 17,000 ) રાખવામાં આવી છે . આ ફોન Cold Mist Blue, Feather Mist White અને Star Rock Black એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે .

Redmi 17 5G ડિસ્પ્લે :

ફોનમાં 6.9 ઇંચની HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે . જે 120Hz રિફ્રેશ રેટ અને 800 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . ડિસ્પ્લેમાં DC Dimming અને Wet Touch 2.0 જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે .

Redmi 17 5G કેમેરો  અને બેટરી :

ફોટોગ્રાફી માટે Redmi 17 5G માં મેગાપિક્સલનો રિયર કેમેરો અને સેલ્ફી તેમજ વિડીયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે . આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 6,300mAhની બેટરી છે . તે 15W ફાસ્ટ ચાર્જિંગ અને 7.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે . પરફોર્મન્સ માટે તેમાં Unisoc T8300 ઓક્ટા - કોર  પ્રોસેસર આપવામાં આવ્યું છે , જેની સાથે LPDDR4X  RAM અને UFS 2.2 સ્ટોરેજ મળે છે .

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , 4G  LTE , Wi-Fi 5 , Bluetooth 5.4 , USB Type - C અને GPS જેવી સુવિધાઓ આપવામાં આવી છે . આ ઉપરાંત , તેમાં જરૂરી સેન્સર્સ પણ સામેલ છે . Redmi 17 5G  Android 16 આધારિત HyperOS 3 પર કામ કરે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  2. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  3. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  4. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  5. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
  6. Redmi K100 Proના ફીચર્સ જાહેર , Snapdragon 8 Elite Gen 5 ને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે
  7. 10,000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Oppo F35 Pro ની એન્ટ્રીની તૈયારી
  8. LGની નવી AI TV લાઇનઅપ ભારતમાં લોન્ચ , Google Gemini અને 330Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ સાથે
  9. UPIના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર , જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું પડશે અસર
  10. 8,000mAh Silicon Carbon બેટરી સાથે લોન્ચ Poco M8 Power
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »