Ray - Ban Meta Smart Glasses છેલ્લા કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં આવ્યા છે
Photo Credit: X/Ray-Ban
Ray - Ban Meta Smart Glassesમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે
Ray - Ban Meta Smart Glasses છેલ્લા કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં આવ્યા છે . સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરો અને વીડિયોમાં એક પોલીસ અધિકારી સ્માર્ટ ગ્લાસીસ પહેરેલા જોવા મળ્યા બાદ આ વેરેબલ ડિવાઈસ વિશે લોકોમાં ઉત્સુકતા વધી છે . જોકે તસવીરો પરથી ગ્લાસીસનું મોડેલ સત્તાવાર રીતે પુષ્ટિ થયું નથી , પરંતુ તેની ડિઝાઈન Ray - Ban Meta Smart Glasses જેવી દેખાતી હોવાનું માનવામાં આવે છે .
સ્માર્ટ ગ્લાસીસનો ઉપયોગ હવે માત્ર ટેક પ્રેમિઓ સુધી મર્યાદિત રહ્યો નથી . ફોટોગ્રાફી , વિડીયો રેકોર્ડિંગ , વૉઈસ કમાન્ડ અને AI આધારિત સુવિધાઓને કારણે તેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધતો જોવા મળી રહ્યો છે . જોકે , કેટલાક લોકો પ્રાઇવસીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે , કારણ કે આવા ડિવાઈસ દ્રારા અન્ય લોકોને તેમની જાણ વગર રેકોર્ડ કરી શકાય છે .
ભારતમાં Ray - Ban Meta Smart Glassesની શરૂઆતની કિંમત રૂપિયા 29,900 રાખવામાં આવી છે . વિવિધ ફ્રેમ અને લેન્સ વિકલ્પો પ્રમાણે તેની કિંમતમાં ફેરફાર થઈ શકે છે .
Ray - Ban Meta Smart Glassesમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે , જેનાથી હાઈ - ક્વોલિટી ફોટો અને વિડીયો કેપ્ચર કરી શકાય છે . યુઝર્સ વૉઈસ કમાન્ડની મદદથી ફોટો ખેંચી શકે છે અથવા વિડીયો રેકોર્ડ કરી તેને સરળતાથી શેર પણ કરી શકે છે .
આ સ્માર્ટ ગ્લાસીસમાં બિલ્ટ - ઈન સ્પીકર અને માઈક્રોફોન આપવામાં આવ્યા છે , જેથી મ્યુઝિક સાંભળવું , પોડકાસ્ટ પ્લે કરવું , ફોન કોલ કરવો અને વૉઈસ કમાન્ડનો ઉપયોગ કરવો સરળ બને છે . આ ઉપરાંત તેમાં Qualcomm Snapdragon AR1 Gen 1 પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે , જે ઝડપી પ્રોસેસિંગ અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે .
Ray - Ban Meta Smart Glasses સાથે સ્લીક ચાર્જિંગ કેસ આપવામાં આવે છે , જેની મદદથી કુલ 36 કલાક સુધીની બેટરી લાઈફ મળી શકે છે . આ ગ્લાસીસ IPX4 વોટર - રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે , એટલે સામાન્ય પાણીના છાંટાથી સુરક્ષિત રહે છે .
આ ઉપરાંત તેમાં સુધારેલ ટચપેડ આપવામાં આવ્યો છે અને યુઝર્સ Facebook અથવા Instagram પર રિયલ - ટાઈમ કોમેન્ટ્સ સાથે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકે છે . AI આધારિત સ્માર્ટ ફીચર્સને કારણે આ સ્માર્ટ ગ્લાસીસ વેરેબલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પ્રોડક્ટ તરીકે જોવામાં આવે છે .
જાહેરાત
જાહેરાત