ઈન્ફિનિક્સ નોટ 50 Pro+ 5G નવા AI ફીચર્સ અને પાવરફુલ પ્રોસેસર સાથે આવ્યો!
ઈન્ફિનિક્સ નોટ 50 Pro+ 5G એક પ્રીમિયમ 5G સ્માર્ટફોન છે જે 144Hz AMOLED ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 8350 Ultimate SoC, અને 50MP Sony IMX896 કેમેરા સાથે OIS સપોર્ટ આપે છે. JBL ડ્યુઅલ સ્પીકર્સ, NFC, અને IP64 ડસ્ટ-વોટર પ્રોટેક્શન જેવી સુવિધાઓ છે. 5,200mAh બેટરી 100W વાયરડ અને 10W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ઈન્ફિનિક્સ AI∞ Beta Plan ના ભાગરૂપે, AI રાઇટિંગ , AI કટઆઉટ અને રિયલ -ટાઈમ કોલ ટ્રાન્સલેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.